GK Quiz : એવો કયો દેશ છે, જ્યાં ગંદી કાર ચલાવવા પર ભરવો પડે છે દંડ ?
તમારું જનરલ નોલેજ જેટલું મજબૂત છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવાની શક્યતાઓ એટલી જ વધારે છે. જનરલ નોલેજ મજબૂત કરવા માટે ક્વિઝ સૌથી સરળ અને અસરકારક માધ્યમ કહેવાય છે. આજે અમે તમારા માટે જનરલ નોલેજ આધારિત એક આવી જ ક્વિઝ લઈને આવ્યા છીએ. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
GK Quiz : UPSC સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના (General Knowledge) પ્રશ્નો પૂછવામાં આવે છે. તમારું જનરલ નોલેજ જેટલું મજબૂત છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવાની શક્યતાઓ એટલી જ વધારે છે. જનરલ નોલેજ મજબૂત કરવા માટે ક્વિઝ (Quiz) સૌથી સરળ અને અસરકારક માધ્યમ કહેવાય છે. આજે અમે તમારા માટે જનરલ નોલેજ આધારિત એક આવી જ ક્વિઝ લઈને આવ્યા છીએ. જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો GK Quiz: મુકેશ અંબાણીનું એન્ટીલિયા છે વિશ્વનું સૌથી મોંઘું ઘર? જાણો કયું છે વિશ્વનું સૌથી મોંઘું ઘર
પ્રશ્ન – પોસ્ટમેનના નામથી કયું પક્ષી પ્રખ્યાત છે? જવાબ – કબૂતર
પ્રશ્ન – ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? જવાબ – વડ
પ્રશ્ન – વિશ્વમાં કયા પ્રાણીનું દૂધ સૌથી મીઠું છે? જવાબ – સાહિવાલ ગાય
પ્રશ્ન – ઘરમાં કયો છોડ લગાવવામાં આવે તો, સાપ તેની આસપાસ પણ ભટકતા નથી? જવાબ – સર્પગંધાનો છોડ
પ્રશ્ન – ભારતના કયા શહેરમાં સૌથી વધુ કોટન ટેક્સટાઇલ ઉદ્યોગ છે? જવાબ – અમદાવાદમાં
પ્રશ્ન – મૃત્યુ પછી કેટલા સમયમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવું જરૂરી છે? જવાબ – મૃત્યુના 6 કલાક પછી
પ્રશ્ન – ભારત-પાકિસ્તાન સરહદ રેખાને શું કહેવાય છે? જવાબ – રેડક્લિફ લાઇન
પ્રશ્ન – ચહેરાની ચમક માટે કયું વિટામિન જરૂરી છે? જવાબ – વિટામિન B12
પ્રશ્ન – કયા દેશમાં ગંદી કાર ચલાવવા પર ભરવો પડે છે દંડ? જવાબ – રશિયા
વિશ્વમાં રસ્તા પર વાહનોને શિસ્તબદ્ધ રીતે ચલાવવા માટે ટ્રાફિક નિયમો બનાવવામાં આવે છે. એવા ઘણા નિયમો છે જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. રશિયામાં એક રસપ્રદ ટ્રાફિક નિયમ છે કે, તમે ત્યાં ગંદી કાર ચલાવી શકતા નથી. ગંદી કાર ચલાવવા પર 30 યુરો એટલે કે લગભગ 2,693 રૂપિયાનો દંડ ભરવો પડે છે. જો કોઈ વ્યક્તિ દંડ ભરવામાં અસમર્થતા દર્શાવે, તો તેની કાર જપ્ત કરવામાં આવે છે. તેમજ ડ્રાઇવિંગ લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવે છે.