રોકાણકારો માટે આજીવન રિટર્ન મેળવવાની તક! HDFC બેંક રૂપિયા 50000 કરોડના બોન્ડ ઈશ્યુ કરશે

|

Apr 18, 2022 | 7:08 AM

રોકાણકારો માટે જીવનભર સ્થિર આવક માટે આ એક સારી તક હોઈ શકે છે. કંપનીના જણાવ્યા મુજબ બેંક પર્પેચ્યુઅલ બોન્ડ્સ પણ જારી કરશે જેમાં રોકાણકારો તેમના નાણાંનું રોકાણ કરી શકશે.

રોકાણકારો માટે આજીવન રિટર્ન મેળવવાની તક! HDFC બેંક રૂપિયા 50000 કરોડના બોન્ડ ઈશ્યુ કરશે
HDFC BANK

Follow us on

HDFC BANK એ જણાવ્યું છે કે તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ જરૂરિયાતો અને સસ્તા હાઉસિંગ લોન(Housing Loan)ને ધ્યાનમાં રાખીને બોન્ડ દ્વારા રૂ. 50,000 કરોડ સુધી એકત્ર કરશે. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પર્પેચ્યુઅલ ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (પરિપક્વતા અવધિ વિનાના બોન્ડ), કેપિટલ બોન્ડ્સ(Capital Bonds) અને રૂ. 50,000 કરોડ સુધીના લાંબા ગાળાના બોન્ડ્સ જારી કરવાની મંજૂરી આપી છે. જોકે, આ માટે  શેરહોલ્ડરની પરવાનગી મેળવવાની બાકી છે. બોન્ડ્સ જારી કરીને સામાન્ય રીતે તે કંપનીઓ નાણાં એકત્ર કરે છે જેને આટલા પૈસાની જરૂર હોતી નથી. ઘણીવાર માત્ર સ્વસ્થ કંપનીઓ જ બોન્ડ દ્વારા નાણાં એકત્ર કરે છે જેથી તેઓ તેનો ઉપયોગ બિઝનેસ વૃદ્ધિ અને અન્ય પ્રોજેક્ટ માટે કરી શકે. કંપનીઓ માટે બેંક પાસેથી લોન લેવા કરતાં બોન્ડ ઇશ્યુ કરીને નાણાં એકત્ર કરવું એ વધુ સારો વિકલ્પ છે કારણ કે વ્યાજ તુલનાત્મક રીતે ઓછું છે.

રોકાણકારો માટે શું વિકલ્પ છે ?

રોકાણકારો માટે જીવનભર સ્થિર આવક માટે આ એક સારી તક હોઈ શકે છે. કંપનીના જણાવ્યા મુજબ બેંક પર્પેચ્યુઅલ બોન્ડ્સ પણ જારી કરશે જેમાં રોકાણકારો તેમના નાણાંનું રોકાણ કરી શકશે. આ બોન્ડમાં પાકતી મુદત હોતી નથી તેથી બેંક રોકાણકારને જીવનભર વ્યાજ ચૂકવશે. આ સાથે એવા લોંગ ટર્મ બોન્ડ્સ પણ છે જે 10-30 વર્ષની મેચ્યોરિટી ધરાવી શકે છે અને રોકાણકારો લાંબા સમય સુધી તેનાથી નફો કમાઈ શકે છે. HDFC બેંક ભારતની સૌથી મોટી ખાનગી બેંક છે. માર્ચ ક્વાર્ટરના આંકડામાં બેન્કનું પ્રદર્શન સારું રહ્યું છે. બેંકનો નફો વાર્ષિક ધોરણે 23 ટકા વધીને રૂ. 10,055 કરોડ થયો છે. આ સિવાય એચડીએફસી લિમિટેડના બેંક સાથે મર્જર બાદ બેંકના બિઝનેસમાં વધુ વધારો થવાની આશા છે. આવી સ્થિતિમાં HDFC બેંકના બોન્ડમાં રોકાણ કરવું એ સારો નિર્ણય હોઈ શકે છે.

રેણુ કર્નાડ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ઉમેરાયા

એચડીએફસીએ ત્રિમાસિક આંકડાઓ જાહેર કરવા અને બોન્ડ્સ અંગેની માહિતી આપવા ઉપરાંત રેગ્યુલેટરને પણ જાણ કરી હતી કે રેણુ કર્નાડને 3 સપ્ટેમ્બર, 2022થી બેંકના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ઉમેરવામાં આવ્યા છે. જો કે, તેમની નિમણૂક હાલમાં એજીએમમાં ​​શેરધારકોની પરવાનગીને આધીન છે. રેણુ કર્નાડ 2010 થી HDFC કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર (MD) હતા.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ પણ વાંચો : Bank Opening Time : આજથી દેશભરમાં 1 કલાક વહેલી ખુલશે બેંક, સવારે 9 વાગ્યાથી શરૂ થશે કામ

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સતત 13 માં દિવસે પેટ્રોલ – ડીઝલના ભાવ વધારામાંથી મળી રાહત, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:07 am, Mon, 18 April 22

Next Article