Bank Opening Time : આજથી દેશભરમાં 1 કલાક વહેલી ખુલશે બેંક, સવારે 9 વાગ્યાથી શરૂ થશે કામ

રિઝર્વ બેંકે UPIમાંથી રોકડ ઉપાડની સુવિધા શરૂ કરવાની મંજૂરી આપી છે. આ સુવિધા સંપૂર્ણપણે કાર્ડલેસ હશે અને આ માટે તમારે એટીએમમાં ​​કોઈપણ એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે.

Bank Opening Time : આજથી દેશભરમાં 1 કલાક વહેલી ખુલશે બેંક, સવારે 9 વાગ્યાથી શરૂ થશે કામ
Symbolic Image of Bank
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 6:51 AM

આજથી બેંકો ખોલવાના સમય(Bank opening time)માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે બેંકો પહેલા કરતા એક કલાક વહેલા ખુલશે. તેનો નવો સમય આજે 18મી એપ્રિલ થી શરૂ થઈ રહ્યો છે. આજથી  સોમવારથી બેંકો 9 વાગે ખુલશે અને બંધ થવાનો સમય યથાવત રહેશે. રિઝર્વ બેંક (Reserve Bank Of India – RBI) દ્વારા બેંકોને 1 કલાક પહેલા ખોલવાની સૂચના આપવામાં આવી છે. રિઝર્વ બેંકના આ નિર્દેશથી સામાન્ય લોકોને મોટી રાહત થશે કારણ કે તેમને બેંકિંગ સંબંધિત કામ માટે વધારાનો 1 કલાક મળશે. પહેલા બેંકો 10 વાગે ખુલતી હતી જે 9 વાગે ખુલશે.

RBIની નવી સૂચનાથી ઓફિસમાં કામ કરતાં લોકોને મોટી રાહત મળી છે. બીજા અને ચોથા શનિવાર અને રવિવારે ઓફિસનું કામ બંધ રહે છે પરંતુ આમ છતાં અડધા દિવસના કારણે કામ અધૂરું કે અટકી જવાને કારણે લોકો બેંકનું કામ કરી શકતા નથી. હવે બેંક ખુલવાના એક કલાક પહેલા જ ઓફિસ જતા લોકો પોતાનું કામ વહેલા પુરું કરીને ઓફિસે જઈ શકશે. જો કે અગાઉ બેંકોનો સમય માત્ર 9 વાગ્યાનો હતો પરંતુ કોરોના રોગચાળાને જોતા, ખુલવાનો સમય બદલીને 10 વાગ્યાનો કરવામાં આવ્યો હતો. હવે જ્યારે કોરોનાની સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે બેંકોના સમયને અગાઉની સ્થિતિમાં લાવવામાં આવી રહ્યા છે.

ટ્રેડિંગના સમયમાં પણ ફેરફાર

આ સાથે રિઝર્વ બેંકે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન માર્કેટ અને સરકારી સિક્યોરિટીઝના વ્યવહારોના સમયમાં પણ ફેરફાર કર્યો છે. રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર ફોરેક્સ ડેરિવેટિવ્ઝ, રૂપી ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ, કોર્પોરેટ બોન્ડ રેપો તેમજ આરબીઆઈ રેગ્યુલેટેડ માર્કેટમાં ટ્રેડિંગ સવારે 10 વાગ્યાને બદલે સવારે 9 વાગ્યે શરૂ થશે. આ જ સિસ્ટમ અગાઉ પણ લાગુ હતી પરંતુ કોરોનાને કારણે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે તેને પણ અગાઉની સ્થિતિમાં લાવવામાં આવી રહી છે.

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રોકડ ઉપાડનો નવો નિયમ

આવા જ એક મોટા નિર્દેશમાં રિઝર્વ બેંકે UPIમાંથી રોકડ ઉપાડની સુવિધા શરૂ કરવાની મંજૂરી આપી છે. આ સુવિધા સંપૂર્ણપણે કાર્ડલેસ હશે અને આ માટે તમારે એટીએમમાં ​​કોઈપણ એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડથી થતી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને યુપીઆઈથી કાર્ડલેસ ટ્રાન્ઝેક્શનની સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવામાં તમે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડશો.

હાલના સમયમાં  તમે મોબાઈલમાં UPI એપ દ્વારા પૈસા આપો છો અથવા લો છો. પરંતુ એટીએમમાં ​​પણ આવી જ સુવિધા શરૂ થવા જઈ રહી છે. આ માટે રિઝર્વ બેંકે મંજૂરી આપી દીધી છે. આ માટે ATMમાં UPI ટ્રાન્ઝેક્શનની સિસ્ટમ તૈયાર થઈ જશે. એટીએમમાં ​​પિન દાખલ કરતાની સાથે જ તમને UPI રોકડ ઉપાડનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરતાં જ QR કોડ આવશે જેને તમારા મોબાઈલ ફોનમાંથી સ્કેન કરવાનો રહેશે. ત્યારપછી UPI પિન દાખલ કરવાથી એટીએમમાંથી પૈસા ઉપાડવામાં આવશે. આમાં કાર્ડની જરૂર રહેશે નહીં.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સતત 13 માં દિવસે પેટ્રોલ – ડીઝલના ભાવ વધારામાંથી મળી રાહત, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

આ પણ વાંચો : RBIએ માર્કેટમાં ટ્રેડિંગનો સમય લંબાવ્યો, આજથી આ ટાઈમ ટેબલ લાગુ કરાયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">