LIC Housing Finance : લોન લીધા પછી 6 EMI માંથી મળશે મુક્તિ , જાણો શું છે સ્કીમ ?

NBFC કંપની એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ(LIC Housing Finance) દ્વારા નવી હોમ લોન (Home Loan) યોજના શરૂ કરવામાં આવી છે. આ વિશેષ યોજનાનું નામ 'ગૃહ વરીષ્ઠ' (Griha Varishth)છે.

LIC Housing Finance : લોન લીધા પછી 6  EMI માંથી મળશે મુક્તિ , જાણો શું છે સ્કીમ ?
Symbolic Image
Follow Us:
| Updated on: Mar 27, 2021 | 2:00 PM

NBFC કંપની એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ(LIC Housing Finance) દ્વારા નવી હોમ લોન (Home Loan) યોજના શરૂ કરવામાં આવી છે. આ વિશેષ યોજનાનું નામ ‘ગૃહ વરીષ્ઠ’ (Griha Varishth)છે. આ અંતર્ગત વૃદ્ધોને હોમ લોનના છ માસિક હપ્તા (EMI) ની છૂટ આપવામાં આવશે.

કંપની દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કેગૃહ વરીષ્ઠ’ યોજનાનો લાભ ડીફાઈંડ બેનિફિટ પેન્શન સ્કીમ (DBPS) હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવશે. EMI છૂટ યોજના હેઠળ આપવામાં આવતા વધારાના લાભ છે. આ યોજના હેઠળ હોમ લોન લેનારા વૃદ્ધોને 37 મી, 38 મી, 73 મી, 74 મી, 121 મી અને 122 માં માસિક હપ્તા ભરવાના રહેશે નહીં. આ હપ્તા બાકીની રકમ સામે એડજસ્ટ કરવામાં આવશે.

નિવેદન મુજબ આ યોજના હેઠળ લોન લેનાર વ્યક્તિ 65 વર્ષની ઉમર હોવી જોઈએ. લોનની મુદત 80 વર્ષ અથવા વધુમાં વધુ 30 વર્ષ સુધીની હશે જે પહેલાંની સમયમર્યાદા હશે તે લાગુ પડશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સના CEO વિશ્વનાથ ગૌરે કહ્યું છે કે યોજનાએ તેની અનોખી સુવિધાઓના કારણે જુલાઈ 2020 માં શરૂ થઈ ત્યારથી સારી પ્રગતિ કરી છે. કંપનીએ 3,000 કરોડની રકમનું લગભગ 15,000 લોનનું વિતરણ કર્યું છે. જેમાં ગ્રાહકોને 6 EMI ડિસ્કાઉન્ટ મળશે.

g clip-path="url(#clip0_868_265)">