AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SENSEX ની TOP-10 કંપનીઓનું માર્કેટ કેપ વધ્યું, HDFC BANK અને RIL સહિતની આ કંપનીઓ રહી TOP GAINER

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)નું માર્કેટ કેપ રૂ. 39,073.7 કરોડ વધીને રૂ. 17,95,709.10 કરોડ થયું હતું. હિન્દુસ્તાન યુનિલિવર (HUL)ની બજાર સ્થિતિ રૂ. 29,687.09 કરોડ વધીને રૂ. 4,88,808.97 કરોડ અને ભારતી એરટેલની બજાર સ્થિતિ રૂ. 27,103.16 કરોડ વધીને રૂ. 4,16,625.19 કરોડ થઈ હતી.

SENSEX ની TOP-10 કંપનીઓનું માર્કેટ કેપ વધ્યું, HDFC BANK અને RIL સહિતની આ કંપનીઓ રહી TOP GAINER
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 7:10 AM
Share

શેરબજાર(Share Market)માં એક સપ્તાહના ઉછાળા બાદ સેન્સેક્સ(Sensex)ની 10 કંપનીઓના માર્કેટ કેપમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ગયા સપ્તાહે સેન્સેક્સની ટોપ-10 કંપનીઓના માર્કેટ કેપમાં સામૂહિક રીતે રૂ. 2,61,767.61 કરોડનો વધારો થયો છે. શેરબજારોમાં આવેલી તેજી વચ્ચે HDFC Bank અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance) સૌથી વધુ નફાકારક રહી છે. સેન્સેક્સ 3.33 ટકા વધ્યો છે. ગયા અઠવાડિયે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,914.49 પોઈન્ટ અથવા 3.33 ટકા વધ્યો હતો. રિપોર્ટિંગ સપ્તાહમાં HDFC બેન્કનું માર્કેટ કેપ રૂ. 41,469.24 કરોડ વધીને રૂ. 8,35,324.84 કરોડ થયું છે.

આ કંપનીઓની માર્કેટ કેપમાં વધારો થયો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)નું માર્કેટ કેપ રૂ. 39,073.7 કરોડ વધીને રૂ. 17,95,709.10 કરોડ થયું હતું. હિન્દુસ્તાન યુનિલિવર (HUL)ની બજાર સ્થિતિ રૂ. 29,687.09 કરોડ વધીને રૂ. 4,88,808.97 કરોડ અને ભારતી એરટેલની બજાર સ્થિતિ રૂ. 27,103.16 કરોડ વધીને રૂ. 4,16,625.19 કરોડ થઈ હતી. HDFC અને બજાજ ફાઇનાન્સ માર્કેટ કેપમાં વધારો થયો છે. HDFCનું માર્કેટ કેપ રૂ. 26,851.9 કરોડ વધીને રૂ. 4,44,363.28 કરોડ થયું છે. બજાજ ફાઇનાન્સનું માર્કેટ વેલ્યુએશન રૂ. 26,672.18 કરોડ વધીને રૂ. 4,48,810.74 કરોડે પહોંચ્યું છે.

ICICI બેંકે માર્કેટ કેપમાં વધારો કર્યો છે. ICICI બેન્કની બજાર સ્થિતિ રૂ. 25,975.05 કરોડ વધીને રૂ. 5,11,777.01 કરોડ થઈ છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટ વેલ્યુએશન રૂ. 18,088.37 કરોડ વધીને રૂ. 13,89,678.12 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)નું માર્કેટ વેલ્યુએશન રૂ. 15,930.43 કરોડ વધીને રૂ. 4,53,548.76 કરોડ થયું હતું. સમીક્ષા હેઠળના સપ્તાહમાં ઈન્ફોસિસની બજાર સ્થિતિ રૂ. 10,916.49 કરોડ વધીને રૂ. 8,00,268.93 કરોડ થઈ હતી.

એક નજર Top 10 કંપનીઓ ઉપર

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી TCS, HDFC બેંક, ઇન્ફોસિસ, ICICI બેંક, હિન્દુસ્તાન યુનિલિવર (HUL), SBI, બજાજ ફાઇનાન્સ, HDFC અને ભારતી એરટેલનો નંબર આવે છે.

Foreign Portfolio Investors એ વેચાણ યથાવત રાખ્યું

વિદેશી રોકાણકારો સતત છઠ્ઠા મહિને ભારતીય બજારમાં વેચાણ કરી રહ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે જીઓ પોલિટિકલ ટેંશનના કારણે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) વેચવાનું ચાલુ રાખે છે. માર્ચ મહિનામાં ભારતીય શેરબજારમાંથી 41,000 કરોડ રૂપિયા પરત ખેંચવામાં આવ્યા છે. તમે વધઘટ દેશસે તેવો બજારના નિષ્ણાતોનું અનુમાન છે. તેઓનું કહેવું છે કે ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને મોંઘવારીના કારણે નજીકના ભવિષ્યમાં FPI ના પ્રવાહમાં વધઘટ જોવા મળી શકે છે.

આ પણ વાંચો : નેચરલ ગેસના ભાવમાં વધારાને કારણે ONGCને 3 બિલિયન ડોલર અને રિલાયન્સને 1.5 બિલિયન ડોલરનો થશે ફાયદો

આ પણ વાંચો : 100 બિલિયન ડોલર ક્લબમાં સામેલ થયા ગૌતમ અદાણી, મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/1510157097425539074

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">