H1-B વિઝા થશે ખત્મ? રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર રામાસ્વામીએ કહ્યું USનો રાષ્ટ્રપતિ બનીશ તો લઈશ એક્શન

H1B Visa: વિઝા આપવા માટે સામાન્ય રીતે જૂની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમે તમારી જાતને પોર્ટલ પર રજીસ્ટર કરો છો અને પછી તમને રેન્ડમ પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે તેને લોટરી સિસ્ટમ કહેવામાં આવે છે.

H1-B વિઝા થશે ખત્મ? રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર રામાસ્વામીએ કહ્યું USનો રાષ્ટ્રપતિ બનીશ તો લઈશ એક્શન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 12:57 PM

USA: અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર વિવેક રામાસ્વામી (vivek ramaswamy) કહ્યું છે કે તેઓ H1-B વિઝા નાબૂદ કરશે. રામાસ્વામી ભારતીય મૂળના હોવાથી તેમનો આ મુદ્દો મહત્વપૂર્ણ બની જાય છે. રામાસ્વામી પોતે વારંવાર H1-B વિઝાનો ઉપયોગ કરે છે.

વિઝા આપવા માટે સામાન્ય રીતે જૂની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તમે તમારી જાતને પોર્ટલ પર રજીસ્ટર કરો છો અને પછી તમને રેન્ડમ પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે તેને લોટરી સિસ્ટમ કહેવામાં આવે છે. 2018 અને 2023 વચ્ચેના પાંચ વર્ષના સમયગાળામાં, US CIS એટલે કે નાગરિકતા અને ઇમિગ્રેશન સેવા દ્વારા રામાસ્વામીની ભૂતપૂર્વ બાયોટેક ફર્મ રોઈવન્ટ સાયન્સને 29 H1-B વિઝા આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Pakistan News: ઈમરાન ખાનના નજીકના પૂર્વ મંત્રી શેખ રાશિદની રાવલપિંડીથી ધરપકડ

H1B વિઝામાં ભારતનો હિસ્સો સૌથી વધુ

જ્યારે અમેરિકન મીડિયાએ તેમને આ વિશે પૂછ્યું તો રામાસ્વામીએ કહ્યું, “અમે નિયમો પ્રમાણે હાંસલ કર્યું છે… પરંતુ હા, જો અમે સત્તામાં આવીશું તો પ્રોગ્રામમાં કેટલાક ફેરફાર કરીશું. તેમણે આ વિઝા પ્રોગ્રામમાં રેન્ડમ સિલેક્શનની પ્રક્રિયાની ટીકા કરી છે. પોર્ટલ પર કોઈપણ વ્યક્તિ વિઝા માટે અરજી કરી શકે છે. સ્વામી કહે છે કે સેંકડો અને હજારો લોકો અરજી કરે છે. અમેરિકા દર વર્ષે 65 હજાર H1B વિઝા આપે છે. તેમાંથી 20 હજાર વિઝા એવા લોકો માટે છે જેમણે અમેરિકન સંસ્થામાંથી ઉચ્ચ ડિગ્રી મેળવી છે. આ સિવાય ભારત અને ચીનના નાગરિકોને આ વિઝા સૌથી વધુ મળે છે.

વિવેક રામાસ્વામી પોતે ઈમિગ્રન્ટ છે

સ્વામીએ કહ્યું કે જો તેઓ સત્તામાં આવશે તો આ સિસ્ટમની જગ્યાએ ‘મેરીટોક્રેટિક એડમિશન’ લાગુ કરશે. મતલબ કે વિઝા માત્ર મેરિટના આધારે જ આપવામાં આવશે. આમાં, તે ફક્ત ટેક કૌશલ્ય ધરાવતા લોકો માટે જ નહીં… આમાં, અન્ય કુશળતા ધરાવતા લોકો પણ વિઝા મેળવી શકશે. રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર પોતે ઈમિગ્રન્ટ છે. તેઓ ઈમિગ્રેશન નીતિને વધુ કડક બનાવવાની વાત કરી રહ્યા છે. તે દક્ષિણ સરહદ પર સેનાના ઉપયોગની હિમાયત કરે છે. એવું કહેવામાં આવે છે કે જેઓ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સના બાળકો છે તેમને પાછા મોકલવા જોઈએ, જ્યારે યુએસ બંધારણની કલમ 14 અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતાનો અધિકાર આપે છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
સ્નાતકોને માર્કેટીંગ ક્ષેત્રમાં મળશે મહિને 29,000થી વધુ પગાર
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝની છેલ્લી વનડે રાજકોટમાં ખંઢેરીમાં રમાશે
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોને લોજીસ્ટીક ક્ષેત્રમાં મળશે મહિને 83,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોનેે લેટર ડ્રાફટિંગમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video
રાજકોટમાં જે.કે.ચોકના રાજાની આસપાસ મૂષક કરે છે પ્રદક્ષિણા- જુઓ Video