પવિત્ર છતા કેમ વિવાદાસ્પદ શહેર છે જેરૂસલામ, શુ છે સમગ્ર ઘટના ? જાણો વિગત

|

May 12, 2021 | 10:05 PM

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જે વિવાદનુ મુખ્ય કારણ છે તે એ જ છે કે, ઈઝરાયેલ 1967 પૂર્વેની સ્થિતિને માન્ય ગણે.

પવિત્ર છતા કેમ વિવાદાસ્પદ શહેર છે જેરૂસલામ, શુ છે સમગ્ર ઘટના ? જાણો વિગત
જેરુસલામને મુસ્લિમ, ખ્રિસ્તી અને યુહુદીઓ પવિત્ર શહેર ગણે છે, છતા કેમ વિવાદાસ્પદ છે આ શહેર ?

Follow us on

તાજેતરમાં જ જેરુસલામને લઈને ફરીથી ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે વર્ગવિગ્રહ ફાટી નિકળ્યો છે. ઈઝરાયેલનું જેરુસલેમ શહેર વિવાદનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. ઈઝરાયેલના તાબા હેઠળ આવેલા જેરુસલામને મુસ્લિમ, ખ્રિસ્તી અને યુહુદીઓ પવિત્ર શહેર ગણે છે. આ ત્રણેય ધર્મના લોકોની જેરુસલામ સાથે ધાર્મિક આસ્થા જોડાયેલી છે. પરંતુ હાલ જેરુસલામમાં હિંસા થઈ રહી છે. ત્યારે જેરુસલામના ધાર્મિક, રાજકીય અને સામાજીક મહત્વ બાબતે જાણકારી મેળવવી પણ એટલી જ જરૂરી છે.

ધાર્મિક મહત્વઃ
યહુદી ધર્મના લોકોની માન્યતા અનુસાર, જેરુસલામમાંથી જ વિશ્વનું નિર્માણ થયુ હતું. જેરુસલામ શહેરમાં પયગંબર સાહેબ ઇબ્રાહિમે પોતાના પ્રિય પુત્ર ઇસહાકની કુરબાની આપવાની તૈયારી દર્શાવી હતી. યહુદીઓની માન્યતા છે કે, જેરુસલામ શહેરમાં આવેલ ડૉમ ઓફ ધ રોક જ, હોલી ઓફ ધ હોલીઝ છે.

જેરુસલામમાં આવેલ પવિત્ર મસ્જિદ, અલ અક્સાને ઈસ્લામ ઘર્મમાં પવિત્ર સ્થાન માનવામાં આવે છે. મુસ્લિમો ધર્મના કેટલાક લોકોની માન્યતા અનુસાર અહીંયાથી જ મોહમ્મદ પયગંબર સાહેબે જન્નતની યાત્રા કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ખ્રિસ્તી ધર્મમાં પણ જેરુસલામનુ એટલુ જ મહત્વ છે. જેરુસલામમાં ચર્ચ ઓફ ધ હોલી સેપલ્કર આવેલ છે. જે વિશ્વભરના તમામ ખ્રિસ્તીઓની આસ્થાનું કેન્દ્ર છે. ખ્રિસ્તી ધર્મ અનુસાર આ સ્થળે જ ઇસુ ખ્રિસ્તને વધસ્તંભે ચડાવવામાં આવ્યા હતાં. અહીંયાથી જ ઇસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થયું હોવાનુ કહેવાય છે.

રાજકીય મહત્વઃ

બીજા વિશ્વ યુધ્ધમાં યહુદીઓની પારાવાર ખુવારી થઈ હતી. વિશ્વ યુધ્ધની સમાપ્તિ બાદ યહુદીઓ માટે અલગ રાષ્ટ્ર હોવાની ભાવના સાથે, વિશ્વયુધ્દ વિજેતા દેશ દ્વારા ઈઝરાયેલ દેશની રચના કરવામાં આવી હતી. ઈઝરાયેલની રચના થયાના ગણતરીના સમયમાં જ પડોશી રાષ્ટ્ર જોર્ડને ઈઝરાયેલ ઉપર હુમલો કરીને અનેક પ્રદેશ જીતી લીધા હતા.

પરંતુ ઈઝરાયેલે વર્ષો બાદ, બદલા રૂપે જોર્ડન પર હુમલો કરીને, પોતાનો ગુમાવેલો પ્રદેશ પરત મેળવી લીધી હતો જેમાં જેરુસલામનો પણ સમાવેશ થતો હતો. ત્યારથી આજદીન સુધી જેરુસલામ ઉપર ઈઝરાયેલનો કબજો રહેલો છે.

જેરુસલામના વિવાદનું કારણ પણ અંહીયાથી જ શરૂ થાય છે. જોર્ડન પાસેથી યુધ્ધમાં જેરુસલામને જીતી લીધા બાદ, ઈઝરાયેલે જેરુસલામને પોતાનુ પાટનગર બનાવ્યુ. જેરુસલામમાં મંત્રાલય, પાર્લામેન્ટ, પીએમ હાઉસ સહીત સરકારની મુખ્ય તમામ કામગીરી આ શહેરમાથી કરવામાં આવે છે.

પરંતુ યુનાનો ટુંકા નામે ઓળખાતા, યુનાઈટેડ નેશન અને આરબ દેશ સહીત, ઈઝરાયેલને માન્યતા આપનારા 86 જેટલા દેશ પણ જેરુસલામને ઈઝરાયેલની રાજધાની માનતા નથી. વિશ્વના મોટાભાગના દેશના રાજદુતાલય, જેરુસલામને બદલે તેલઅવીવમાં આવેલ છે.

જોર્ડન પાસેથી જીતી લીધા બાદ જેરુસલામમાં ઈઝરાયેલે અનેક વસાહતો સ્થાપી છે. જેને આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ યોગ્ય ગણવામાં આવતુ નથી. તો બીજી બાજુ પેલેસ્ટાઈન પણ જેરુસલામને પોતાની રાજધાની ગણાવે છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જે વિવાદનુ મુખ્ય કારણ છે તે એ જ છે કે, ઈઝરાયેલ 1967 પૂર્વેની સ્થિતિને માન્ય ગણે (1967માં ઈઝરાયેલે, જોર્ડન સાથે યુધ્ધ કરીને જેરુસલામ જીતી લીધુ હતુ )

પેલેસ્ટાઇન પણ જેરુસલેમને પોતાના ભાવિ રાષ્ટ્રની રાજધાની માને છે. ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વિવાદનું સમાધાન પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એ જ ગણવામાં આવે છે કે ઇઝરાયેલ ૧૯૬૭ પહેલાની સરહદોને માન્ય ગણે. મતલબ કે ઇઝરાયેલે કબજે કરેલા પ્રદેશમાં પેલેસ્ટાઇનની સ્થાપના થાય.

જેરુસલેમમાં ત્રીજા ભાગની વસતી પેલેસ્ટાઇની લોકોની છે. જોકે શહેરના યહૂદીઓ અને પેલેસ્ટાઇનીઓ વચ્ચે ખાસ વહેવાર નથી. યહૂદી વિસ્તારો અતિ સંપન્ન છે જ્યારે પેલેસ્ટાઇની લોકો કારમી ગરીબીમાં જીવે છે. એટલે સુધી કે શહેરમાં વસતા આશરે ત્રણ લાખ જેટલા પેલેસ્ટાઇની લોકો પાસે ઇઝરાયેલની નાગરિકતા પણ નથી.

સામાજીક મહત્વ-
જેરુસલામ શહેર હાલ ઈઝરાયેલના કબજામાં છે. ઈઝરાયેલે તેને જોર્ડન પાસેથી જીતી લીધા બાદ, અહીયા ઈઝરાયેલે આધિપત્ય સ્થાપ્યુ છે. જેરુસલામમાં યહુદી, ખ્રિસ્તી, મુસ્લિમ ઉપરાત આર્મેનિયાના લોકો વસે છે. તમામે તમામ લોકોએ જેરુસલામમાં પોત પોતાના વિસ્તારો વહેચી લીધા છે. મોટાભાગે જે તે વિસ્તારમાં ધર્મ આધારિત લોકો વસવાટ કરે છે. જેરુસલામમાં 33 ટકા વસ્તી પેલેસ્ટાઈનના લોકો વસે છે. જેરુસલામમાં વસતા પેલેસ્ટાઈનના નાગરીકોને ઈઝરાયેલે નાગરિકતા નથી આપી. ટુંકમાં તેમને મતાધિકાર પણ નથી કે નથી તેમને ઈઝરાયેલ પાસપોર્ટ આપતું.

Published On - 10:01 pm, Wed, 12 May 21

Next Article