ભારતીય સેનાની ત્રણ ટુકડીઓએ ચીનના 300થી વધુ સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો હતો. ચીની સૈનિકો ભારતીય સૈનિકો પર હુમલો કરવા લાકડીઓ, સળિયા અને નખ જડેલા સળિયા સાથે આવ્યા હતા. ભારતીય દળોએ જડબાતોડ જવાબ આપ્યો જેના પછી તેમને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરથી પીછેહઠ કરવી પડી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું હતું કે અથડામણમાં કોઈ સૈનિક માર્યો ગયો નથી અથવા ગંભીર રીતે ઘાયલ થયો નથી. તેમણે કહ્યું, ‘હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે અમારી સેના દેશની પ્રાદેશિક અખંડિતતાની રક્ષા કરવા સક્ષમ છે. અમારી સેના કોઈપણ ઘૂસણખોરીનો સામનો કરવા માટે તૈયાર છે. હું દ્રઢપણે માનું છું કે ગૃહ આપણા સશસ્ત્ર દળોની બહાદુરી અને સાહસનું સમર્થન કરશે.
અરુણાચલના તવાંગમાં ભારત-ચીન સૈનિકો વચ્ચેની અથડામણ પર વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે કહ્યું કે અમેરિકા સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે બંને દેશોને દ્વિપક્ષીય વાતચીત કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. પિયરે કહ્યું કે તે જાણીને આનંદ થયો કે તણાવ ટૂંક સમયમાં સમાપ્ત થઈ ગયો. તેમણે વધુમાં કહ્યું કે અમને એ સાંભળીને આનંદ થયો કે અથડામણ બાદ બંને પક્ષો તરત જ અલગ થઈ ગયા. અમે ભારત અને ચીનને વિવાદિત સરહદો પર ચર્ચા કરવા માટે વર્તમાન દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ કરવા વિનંતી કરીએ છીએ.
ચીને અથડામણ અંગે કોઈ માહિતી આપી નથી
ચીને કહ્યું કે સરહદ પર સ્થિતિ સ્થિર છે અને સામ-સામે અથડામણ વિશે કોઈ માહિતી આપી નથી. નિર્વાસિત તિબેટીયન સંસદના ડેપ્યુટી સ્પીકર ડોલ્મા ત્સેરિંગ તેખાંગે કહ્યું કે સરહદ પર તણાવ માટે ચીન માત્ર ભારતને જ દોષી ઠેરવશે. તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચેની અથડામણના દિવસો બાદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બંને દેશોને સરહદ પર તણાવ ઓછો કરવા હાકલ કરી હતી. અથડામણ દરમિયાન બંને પક્ષના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી.
ગાલવાન બાદ ભારત-ચીન સૈનિકો પ્રથમ વખત સામસામે આવ્યા
યુએન સેક્રેટરી-જનરલના પ્રવક્તા સ્ટીફન ડુજારિકને જ્યારે આ મુદ્દે ટિપ્પણી કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “હા, અમે અહેવાલો જોયા છે.” અમે ડી-એસ્કેલેશન માટે હાકલ કરીએ છીએ અને ખાતરી કરીએ છીએ કે પ્રદેશમાં તણાવ વધુ ન વધે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને બેઇજિંગમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બંને પક્ષોએ રાજદ્વારી અને સૈન્ય માધ્યમો દ્વારા સરહદી મુદ્દાઓ પર સરળ વાતચીત જાળવી રાખી છે. જૂન 2020માં ગાલવાન ઘાટીમાં ભીષણ સંઘર્ષ બાદ બંને દેશોના સૈનિકો વચ્ચે આ પ્રથમ મોટી અથડામણ છે.
(ઇનપુટ-ભાષાંતર)
Published On - 9:13 am, Wed, 14 December 22