Sydney: ગુજરાતી ગાયક જીગરદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ધમાલ મચાવી, જુઓ Video
જીગરદાન ગઢવીને ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઈ'ના ગીત 'વ્હાલમ આવો ને' થી લોકપ્રિયતા મળી હતી. ગુજરાતી સંગીતમાં મોર્ડન ટચ લાવનાર જીગરદાને સંગીતમાં ઘણી સફળતા મેળવી છે અને ઇન્ડસ્ટ્રીમાં લોકો તેને 'જીગરા' ના નામથી ઓળખે છે.
ગુજરાતી ગાયક જીગરદાન ગઢવીએ સિડની (Sydney) શહેરને આશ્ચર્યચકિત કરીને ધમાકેદાર રીતે તેની ઓસ્ટ્રેલિયા (Australia) ટુરની શરૂઆત કરી છે. તેના સ્ટેજ પરફોર્મન્સમાં તેને અનેક મનમોહક ગીતો ગાયને લોકોનું દિલ જીતી લીધું હતું. જીગરદાને તેના ચાહકોને પ્રેમ જોઈ હૃદયપૂર્વક તેની ખુશી વ્યક્ત કરી હતી. ગાયકનો ઉત્સાહ સ્પષ્ટ હતો કારણ કે તેમણે શરૂઆતના શોને “ઓન ફાયર” તરીકે વર્ણવ્યો હતો અને સિડનીના પ્રેક્ષકોના જબરજસ્ત પ્રતિસાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ઇન્ડસ્ટ્રીમાં લોકો તેને ‘જીગરા’ ના નામથી ઓળખે છે
જીગરદાન ગઢવીને ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’ના ગીત ‘વ્હાલમ આવો ને’ થી લોકપ્રિયતા મળી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે, જીગરદાન ગઢવીએ ફિઝિયોથેરેપીમાં સ્નાતક પદવી મેળવી છે પરંતુ તેને સંગીતને પોતાની કારકિર્દી તરીકે પસંદ કરી છે. ગુજરાતી સંગીતમાં મોર્ડન ટચ લાવનાર જીગરદાને સંગીતમાં ઘણી સફળતા મેળવી છે અને ઇન્ડસ્ટ્રીમાં લોકો તેને ‘જીગરા’ ના નામથી ઓળખે છે.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
આ પણ વાંચો : Sydney: સિડનીના ઉત્તરી દરિયા કિનારે બોટમાં આગ લાગી, અંદાજે 20 લાખ ડોલરની ત્રણ બોટ આગમાં સળગી
હજુ ઘણા અન્ય શહેરોમાં પ્રવાસ કરશે
સિડનીના ઉત્સાહી ચાહકોની તાળીઓના ગડગડાટથી જીગરદાનના ઉત્સાહમાં વધારો થયો હતો. તેમણે પ્રેક્ષકોની સાથે ગીતની સાથે ડાન્સ પણ કર્યો હતો. તેમની ઓસ્ટ્રેલિયા ટુરમાં હજુ ઘણા અન્ય શહેરોમાં પણ પ્રવાસ કરવાના બાકી છે. તેમના દરેક પ્રોગ્રામ અવિસ્મરણીય અને આનંદદાયક બનવાનું વચન આપ્યુ છે, જેનાથી તેના ચાહકો આગળની કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો