મલેશિયામાં યોજાયેલ ધાર્મિક પરિષદમાં BAPS સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસે ભારત અને UAEનું કર્યું પ્રતિનિધિત્વ
મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજિત ધાર્મિક નેતાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં સ્વામી બ્રહ્મવિહારીદાસે હિન્દુ ધર્મ અને ભારત અને UAE બંનેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પરિષદ પેટલિંગ જયામાં સનવે રિસોર્ટ હોટેલમાં યોજાયી હતી. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય 'વિવિધતામાં એકતા' અને વૈશ્વિક સંવાદિતા માટે સંસ્કૃતિના જોડાણને પ્રોત્સાહન આપવાનો હતો.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારીદાસે મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજિત ‘વિવિધતામાં એકતા’ પરિષદમાં હિન્દુ ધર્મ અને ભારત અને UAEનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. આ પ્રંસગે આંતરરાષ્ટ્રીય ધાર્મિક નેતાઓ જોડાયા હતા. યોજાયેલી આ પરિષદમાં પ્રથમ સૌથી મોટી કોન્ફરન્સ હતી. જેમાં 60 દેશોના 2,000 થી વધુ ધાર્મિક નેતાઓ અને બૌદ્ધિક વિદ્વાનોને એકઠા કરવામાં થયા હતા. જેમાં બ્રહ્મવિહારીદાસે 10 મીનિટ ભાષણ આપ્યું હતુ.
મલેશિયામાં બ્રહ્મવિહારીદાસે ભારત અને UAEનું કર્યું પ્રતિનિધિત્વ
7 મે, 2024ના રોજ મલેશિયાના કુઆલાલંપુરમાં આયોજિત ધાર્મિક નેતાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં સંત હિન્દુ ધર્મ અને ભારત અને UAE બંનેનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પરિષદ પેટલિંગ જયામાં સનવે રિસોર્ટ હોટેલમાં યોજાઈ હતી. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ‘વિવિધતામાં એકતા’ અને વૈશ્વિક સંવાદિતા માટે સંસ્કૃતિના જોડાણને પ્રોત્સાહન આપવાનો હતો, ત્યારે આ પ્રસંગે ભારત અને UAEનું પ્રતિનિધિત્વ કરતા બ્રહ્મવિહારીદાસ સ્વામીએ ભાષણ આપ્યું હતુ.
અનેક ધાર્મિક નેતાઓ રહ્યા હાજર
મલેશિયાના વડા પ્રધાન, એચઈ દાતુક અનવર ઈબ્રાહિમ અને મુસ્લિમ વર્લ્ડ લીગ (MWL) ના મહાસચિવ અને મુસ્લિમ વિદ્વાનોના સંગઠનના અધ્યક્ષ, એચઈ શેખ ડૉ. મોહમ્મદ અબ્દુલકરીમ સહિતના લોકએ આ પરિષદનું ધ્યાન કેન્દ્રિત હતું. ઉગ્રવાદને સંબોધવા અને સંઘર્ષોને સમજણ, સહકાર અને એકતામાં પરિવર્તિત કરવા માટે મધ્યસ્થતા અને સહઅસ્તિત્વના મૂલ્યોને એક કરવાની જરૂરિયાત પર ભાર આપવામાં આવ્યો હતો.
ધાર્મિક નેતાઓને આગળ આવવા કરી અપીલ
સાર્વત્રિક મૂલ્યો દ્વારા સામાજિક વિભાજનને દૂર કરવામાં ધાર્મિક નેતાઓએ આગળ આવવા અને સક્રિય અને હિંમતવાન ભૂમિકા ભજવવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મલેશિયાના વડા પ્રધાને કહ્યું હતુ કે “આના જેવી પરિષદમાં, અમે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, બૌદ્ધો અથવા હિન્દુઓમાં જે વસ્તુઓ કરવાની જરૂર છે અને સુધારવાની જરૂર છે તેનું અવલોકન કરી શકીએ છીએ. ધાર્મિક નેતાઓની ફરજ છે કે તે સુનિશ્ચિત કરે કે શાસન મજબૂત અને નૈતિક થાય.