મહાસાગરમાં ‘રહસ્યમય’ રોશની બની આકર્ષણનુ કેન્દ્ર ! અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ, જુઓ VIDEO
આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.આ નજારો જોઈને તમે પણ દંગ રહી જશો.
Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો(Video) જોઈને યુઝર્સ (Users) હસીને લોટ પોટ થઈ જાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ આશ્વર્ય ચકિત થતા પણ જોવા મળે છે.તાજેતરમાં આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.પેસિફિક મહાસાગરમાં(Pacific Ocean) જોવા મળેલી ‘રહસ્યમય’ રોશની હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.
પેસિફિક મહાસાગરથી 39,000 ફૂટ ઉપરથી આ વીડિયો રેકોર્ડ કર્યો
આ દિવસોમાં ફરી એકવાર રહસ્યમયી રોશનીનો (Suspected Light) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. તમને જણાવી દઈએ કે, આ અદ્ભુત નજારો એક પાયલોટે તેના કેમેરામાં કેપ્સર કર્યો હતો. પાયલોટે લગભગ પેસિફિક મહાસાગરથી 39,000 ફૂટ ઉપરથી આ વીડિયો રેકોર્ડ કર્યો છે. આ વીડિયોમાં પાયલોટ (Pilot) કહી રહ્યો છે કે, “મને ખબર નથી કે તે શું છે… તે કંઈક અજીબ વસ્તુ છે… જે કદાચ ઉડી રહી છે.” જો કે થોડીવાર બાદ આ રોશની અચાનક ગાયબ થતી જોવા મળે છે.
જુઓ વીડિયો
A pilot claims he saw a fleet of #UFOs over the Pacific Ocean. The video was shot at around 39,000 feet. 🛸👽
The suspected #alien aircraft took the form of ‘weird’ rotating lights moving across the sky. 😳
What are your thoughts on the footage? 👀🤔 pic.twitter.com/N0I2WS2kYq
— Chillz TV (@ChillzTV) December 7, 2021
વીડિયો જોઈને યુઝર્સ આશ્વર્ય ચકિત થયા
તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @ChillzTV એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરીએ તો, ઘણા લોકોએ દાવો કર્યો છે કે આ જ્વાળાઓ છે.તમને જણાવી દઈએ કે, અહીંયા તેલ અને ગેસ કાઢવાના ઘણા વિસ્તારો પણ છે.હાલ શોકિંગ વીડિયો વાયરલ થતા યુઝર્સ આશ્વર્ય ચકિત થયા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઉતર ભારતમાં પંજાબ (Punjab) સહિત કેટલાક રાજ્યોમાં રાતના સમયે આકાશમાં એક રહસ્યમયી રોશની જોવા મળી હતી. જેને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : Ajab gajab : આ વ્યક્તિએ ભૂલથી ખરીદી લોટરીની ટિકિટ, પછી થયું એવું કે મળ્યો સાડા પાંચ કરોડનો જેકપોટ