Viral Video: ફજેતીનું બીજુ નામ એટલે પાકિસ્તાન, બોલો ! રેલવે ડ્રાઈવરે દહીં ખરીદવા માટે રોકી ટ્રેન, લોકોએ કહ્યું ‘ક્યારે સુધરશે પાકિસ્તાન’!
આ દિવસોમાં પાકિસ્તાની ટ્રેન ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે દહીં ખરીદવા માટે મુસાફરોથી ભરેલી ટ્રેનને રસ્તામાં રોકી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાની રેલ્વેની ખુબ મજાક ઉડી છે.
ઘણી વાર મુસાફરી દરમિયાન તમે જોયું હશે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ(Public Transport)માં મુસાફરી કરતી વખતે ઘણી વખત બસ, ટેક્સી વગેરેના ડ્રાઈવર કારને રોકીને પોતાના માટે કોઈ સામાન ખરીદે છે, પરંતુ જો ટ્રેન ડ્રાઈવર (Train driver)ટ્રેન રોકીને આવું કરવા લાગે તો શું. ? વાસ્તવમાં આવું જ કંઈક પાકિસ્તાન(Pakistan)માં જોવા મળ્યું હતું. જ્યાં એક ટ્રેન ચાલકે દહીં ખરીદવા માટે મુસાફરોથી ભરેલી ટ્રેનને રોકી હતી.
ડોનના સમાચાર મુજબ, ઝડપી ગતિએ ટ્રેન લઈ જઈ રહેલા ડ્રાઈવરને અચાનક દહીં ખાવાની ઈચ્છા થઈ. જ્યારે તેણે રસ્તામાં એક નગર જોયું તો તેણે અધવચ્ચે જ ટ્રેન રોકી અને તેના સહાયકને દહીં ખરીદવા મોકલ્યો. આ ઘટનાએ પાકિસ્તાનમાં રેલ્વેની સલામતી અને નિયમન દર્શાવ્યો છે જ્યાં ગેરવહીવટ અને ઉપેક્ષાને કારણે અકસ્માતો સામાન્ય છે.
સોશિયલ મીડિયા (Social Media)પર આ વીડિયો વાયરલ (Viral Videos)થયા બાદ પાકિસ્તાની રેલવેને ભારે મુશ્કેલી પડી છે. ઘણા યુઝર્સે આ અંગે કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એક યુઝરે ટ્વીટ (Twitter)કરીને લખ્યું કે ‘આ ભાઈઓએ દહીં ખાવા માટે ટ્રેન રોકી’ આ બતાવે છે કે અહીં સરકારી કર્મીઓ કેટલા બેદરકાર છે. બીજા એક યૂઝરે લખ્યું કે, ગજબ દેશ છે પાકિસ્તાન કોણ જાણે તે ક્યારે સુધરશે, દહીં માટે ટ્રેન કોણ રોકે છે!
Inter-city train driver in Lahore gets suspended after making unscheduled stop to pick up some yoghurt.#pakistan #Railway #ViralVideo pic.twitter.com/n6csvNXksQ
— Naila Tanveer🦋 (@nailatanveer) December 8, 2021
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના લાહોરની છે, જ્યાં તે કાન્હા રેલવે સ્ટેશન પાસે છે. જ્યાં આસપાસ હાજર કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અકસ્માતો, મુસાફરોની સલામતી અને ઘટતી જતી આવકના વિવિધ મુદ્દાઓને કારણે મુશ્કેલીમાં મુકાયેલા રેલવે વિભાગની આ વીડિયો ક્લિપ બાદ ટીકા કરવામાં આવી હતી.
મંત્રીએ કાર્યવાહી કરી અને પાકિસ્તાન રેલ્વે લાહોર પ્રશાસનને ડ્રાઈવર રાણા મોહમ્મદ શહઝાદને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો. રેલવેના પ્રવક્તા સૈયદ ઈજાઝે કહ્યું કે જ્યારે પણ તમે વચ્ચેના ટ્રેક પર કોઈ ટ્રેનને રોકો છો ત્યારે તે સુરક્ષાનો મુદ્દો બની જાય છે. આ કારણે આવી ઘટનાઓને સાંખી લેવામાં આવશે નહીં.
આ પણ વાંચો: તો શું આર્મી ચીફ જનરલ નરવણે આગામી CDS હશે? PM મોદીની CCS બેઠકમાં CDSના નામ પર ચર્ચા : સૂત્રો
આ પણ વાંચો: જો તમે પણ વધુ સિમકાર્ડનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, સરકારે લઇ લીધો છે મોટો નિર્ણય