PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર કરી વાત, વાંચો ક્યાં મુદ્દાઓ પર થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર જાણકારી આપી કે તેમણે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત કરી. આ દરમિયાન બંને દેશોની વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા થઈ હતી. સાથે જ આવનારા સમય માટે રોડમેપ તૈયાર કરવા પર સહમતિ બની છે.

PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર કરી વાત, વાંચો ક્યાં મુદ્દાઓ પર થઈ ચર્ચા
PM Modi and Russian President Putin
Follow Us:
| Updated on: Jan 15, 2024 | 10:35 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન બંને દેશના સમકક્ષો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ. પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યુ કે હાલમાં જ રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત થઈ. આ દરમિયાન બંને દેશોની વિશેષ વ્યુહાત્મક ભાગીદારીને અંગે ચર્ચા કરવામાં આવી છે. સાથે જ ભવિષ્ય અંગે પણ રોડમેપ તૈયાર કરવાને લઈને સહમતી બની છે. પીએમ મોદીએ જણાવ્યુ કે અમારી વચ્ચે વિવિધ ક્ષેત્રિય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. જેમાં રશિયાને મળેલી બ્રિક્સની અધ્યક્ષતાનો મુદ્દો પણ સામેલ છે.

પુતિને આપ્યુ હતુ પીએમ મોદીને રશિયા આવવા માટેનું આમંત્રણ

આ અગાઉ વિદેશમંત્રી એસ જયશંકર પાંચ દિવસની રશિયાની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પુતિને પીએમ મોદીને રશિયા આવવા માટેનું આમંત્રણ આપ્યુ હતુ.

આ મુલાકાત દરમિયાન પુતિને જયશંકરને કહ્યુ હતુ કે હું મારા ખાસ મિત્ર પીએમ મોદીને મળવા ઈચ્છુક છુ. હું આશા રાખુ છુ કે તેઓ જલ્દી રશિયા આવે. તેમણે એસ જયશંકરને ક્હ્યુ હતુ કે પ્લીસ તેમને જણાવજો કે અમે તેમને અહીં આમંત્રિત કરીએ છીએ. વધુમાં પૂતિને ઉમેર્યુ કે હું જાણુ છુ કે ત્યાં આવનારા સમયમાં ચૂંટણીઓ છે. જેને જોતા તેઓ ઘણા વ્યસ્ત રહેવાના છે અને હું ઈચ્છુ છુ કે મારા ખાસ મિત્રની આ ચૂંટણીમાં વિજયી બને.

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

આઝાદી પહેલાથી રશિયા ભારતની દોસ્તી

રશિયા જ્યારે સોવિયત સંઘનો હિસ્સો હતુ એ સમયથી રશિયાની ભારત સાથે નિકટતા છે. ભારત આઝાદ થયુ એ પહેલા પણ નહેરુની વૈચારિક નિકટતા સોવિયત સંઘ સાથે જ હતી. આઝાદી બાદ ભારત અને સોવિયત સંઘની દોસ્તી વધુ મજબુત થઈ ગઈ છે. પરંતુ આ દોસ્તી એ સમયે વધુ ગાઢ બની જ્યારે 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ હતુ અને યુદ્ધની આ સ્થિતિમાં સોવિયત સંઘે ભારતનો સાથ આપ્યો હતો. જ્યારે એ સમયે અમેરિકાએ પાકિસ્તાનો સાથ આપ્યો હતો.

આ પણ વાંચો: અધુરા મંદિરના નિર્માણ સાથે પ્રાણ પ્રતિષ્ઠા પર શંકરાચાર્યે ઉઠાવેલા સવાલનો ચોટદાર જવાબ આપી રહ્યુ છે સોમનાથ ટ્રસ્ટનું આ પુસ્તક- જુઓ વીડિયો

સોવિયત સંઘ અને ભારત વચ્ચે થયેલી છે આ મહત્વપૂર્ણ સમજૂતિ

1971ના યુદ્ધના થોડા મહિના પહેલા ભારત અને સોવિયત સંઘ વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર થયા હતા. જેમાં સોવિયત સંઘે ખાતરી આપી હતી કે યુદ્ધની સ્થિતિમાં તે ભારતને માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ હથિયારોના મોરચે પણ સહયોગ કરશે. આટલું જ નહીં, 1999માં જ્યારે ભારતે પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે અમેરિકાએ તેનો વિરોધ કર્યો હતો. અમેરિકાએ ભારત પર અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવ્યા છે. પરંતુ રશિયાએ આવું કંઈ કર્યું નથી.

આંતરરાષ્ટ્રીય તમામ  સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">