Breaking News New Zealand earthquake : ન્યુઝીલેન્ડની ફરી એકવાર ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાના અનુભવાયા આંચકા

ન્યૂઝીલેન્ડના કર્માડેક ટાપુઓ પર સવારે 6.11 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.3 આંકવામાં આવી છે.

Breaking News New Zealand earthquake : ન્યુઝીલેન્ડની ફરી એકવાર ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાના અનુભવાયા આંચકા
New Zealand earthquake
Follow Us:
| Updated on: Apr 24, 2023 | 7:47 AM

New Zealand earthquake : ન્યુઝીલેન્ડમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારતીય સમય અનુસાર ન્યૂઝીલેન્ડના કર્માડેક ટાપુઓ પર સવારે 6.11 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.3 આંકવામાં આવી છે.

આ પણ વાંચો : Earthquake : એક્વાડોરમાં આવ્યો 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 13 લોકોના મોત, ઈમારતો ધરાશાયી

ભૂકંપનું મુખ્ય કેન્દ્ર કર્માડેક ટાપુઓ નજીક 10 કિલોમીટરની નીચે હતું. હજી સુધી, ત્યાં ભૂકંપથી થયેલા નુકસાન વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.

યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમનું એલર્ટ

યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ન્યુઝીલેન્ડ નજીકના કર્માડેક ટાપુઓમાં આજે 7.3ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો. બીજી તરફ અમેરિકન સુનામી વોર્નિંગ સિસ્ટમનું કહેવું છે કે, 7.3ની તીવ્રતાના ભૂકંપ બાદ આ વિસ્તારમાં સુનામીનો ખતરો છે. ભૂકંપનું મુખ્ય કેન્દ્ર કર્માડેક ટાપુઓ છે, જે ન્યુઝીલેન્ડના દરિયાકાંઠાથી લગભગ 500 માઈલ ઉત્તરપૂર્વમાં સ્થિત છે.

પેસિફિક ક્ષેત્રમાં સુનામીનો કોઈ ખતરો નથી

જો કે, કર્માડેક ટાપુઓ પર 7.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા પછી, પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્ર કહે છે કે ભૂકંપની તીવ્રતા હોવા છતાં, પેસિફિકમાં સુનામીનો કોઈ ખતરો નથી. હવાઈ, વેસ્ટ કોસ્ટ, બ્રિટિશ કોલંબિયા અથવા અલાસ્કામાં ભૂ-સુનામીનો કોઈ ખતરો નથી.

બીજી તરફ, ન્યુઝીલેન્ડના અધિકારીઓ હાલમાં તપાસ કરી રહ્યા છે કે સુનામીની ચેતવણીનું પાલન કરવું જોઈએ કે નહીં.

નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (NEMA) એ ટ્વીટ કર્યું, “અમે એ નક્કી કરવા માટે સંજોગોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ કે, શું M7.3 કર્માડેક ટાપુ ભૂકંપને કારણે સુનામી આવી છે. જે ન્યુઝીલેન્ડને અસર કરી શકે છે.

પ્રારંભિક આંચકાના અડધા કલાક પછી ન્યુઝીલેન્ડમાં 5.4ની તીવ્રતાનો બીજો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો.

આ અગાઉ ન્યુઝીલેન્ડમાં આવ્યો હતો ભૂકંપ

અગાઉ ન્યુઝીલેન્ડમાં 6.9ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ અનુભવાયો હતો. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતુ કે ભૂકંપ કર્માડેક દ્વીપ વિસ્તારમાં આવ્યો હતો. યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 152 કિલોમીટર નીચે હતું. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટરે અગાઉ 6.6ની તીવ્રતાના ભૂકંપની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે તેનું કેન્દ્રબિંદુ 183 કિમી નીચે હતું.

આ પહેલા ગુજરાતના કચ્છની ધરા ધ્રુજી હતી

આ પૂર્વે પણ કચ્છ રાપર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો . જેમાં ધોળાવીરા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું  હતું .જેમાં 8. 14 મિનિટે રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.  આ ઉપરાંત 05 એપ્રિલના રોજ  અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.અમરેલી સાવરકુંડલાના મીતીયાળા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ભૂકંપના આચકા અનુભવાયા છે. જેમાં સાવરકુંડલાના મીતીયાળા, સાકરપરા, ધજડી અને ખાંભા ગીર વિસ્તારનાં નાની ધારી, વાંકીયા, ભાડ, નાના વિસાવદર, ઇંગોરાળા ગામમાં આંચકા અનુભવાયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

અમ્યુકો.માં હવે ઢોલ પર રાજનીતિ, વિપક્ષે ઢોલ વગાડી સુવિધા આપવા કરી માગ
અમ્યુકો.માં હવે ઢોલ પર રાજનીતિ, વિપક્ષે ઢોલ વગાડી સુવિધા આપવા કરી માગ
કીમ સ્ટેશન પર દાદર-પોરબંદર એક્સપ્રેસના પૈડા પાટા પરથી ઉતરી ગયા
કીમ સ્ટેશન પર દાદર-પોરબંદર એક્સપ્રેસના પૈડા પાટા પરથી ઉતરી ગયા
ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર
ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા
ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી
ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી
સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત
સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત
Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">