Earthquake : એક્વાડોરમાં આવ્યો 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 13 લોકોના મોત, ઈમારતો ધરાશાયી
સમાચાર એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપથી દેશના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાકીલની આસપાસનો વિસ્તાર હચમચી ગયો હતો. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. તેમજ મકાનો અને ઈમારતોને નુકસાન થયું છે.
ભૂકંપનું કેન્દ્ર ઇક્વાડોરના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાક્વિલથી લગભગ 50 માઇલ (80 કિલોમીટર) દક્ષિણમાં કેન્દ્રિત હતું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો ગ્વાયાકીલની શેરીઓ પર એકઠા થતા જોઈ શકાય છે.
એક્વાડોરમાં શનિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વેએ એક્વાડોરના દરિયાકાંઠાના ગુઆસ વિસ્તારમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો છે. સમાચાર એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપથી દેશના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાકીલની આસપાસનો વિસ્તાર હચમચી ગયો હતો. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. તેમજ મકાનો અને ઈમારતોને નુકસાન થયું છે.
#Earthquake | A 6.8 Magnitude earthquake rattles Ecuador killing at least 13 pic.twitter.com/BPRkdAuca6
— DD News (@DDNewslive) March 19, 2023
ભૂકંપનું કેન્દ્ર ઇક્વાડોરના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાક્વિલથી લગભગ 50 માઇલ (80 કિલોમીટર) દક્ષિણમાં કેન્દ્રિત હતું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો ગ્વાયાકીલની શેરીઓ પર એકઠા થતા જોઈ શકાય છે. ઉત્તર પેરુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ગુલેર્મો લાસોએ કહ્યું કે શક્તિશાળી ભૂકંપમાં 12 લોકોના મોત થયા છે. ભૂકંપને કારણે દક્ષિણ ઇક્વાડોર અને ઉત્તર પેરુમાં ઇમારતોને પણ નુકસાન થયું હતું.
અગાઉ ન્યુઝીલેન્ડમાં આવ્યો હતો ભૂકંપ
અગાઉ ન્યુઝીલેન્ડમાં 6.9ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ અનુભવાયો હતો. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતુ કે ભૂકંપ કર્માડેક દ્વીપ વિસ્તારમાં આવ્યો હતો. યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 152 કિલોમીટર નીચે હતું. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટરે અગાઉ 6.6ની તીવ્રતાના ભૂકંપની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે તેનું કેન્દ્રબિંદુ 183 કિમી નીચે હતું.