Traffic Rules : આ લોકોએ હેલ્મેટ ના પહેર્યું હોય તો પણ ટ્રાફિક પોલીસ નથી આપતી મેમો, જાણો કેમ ?
જો તમે હેલ્મેટ પહેર્યા વગર ટુ-વ્હીલર ચલાવતા પકડાયા તો તમારે દંડ ભરવો પડી શકે છે. પરંતુ દેશમાં એક એવો સમુદાય પણ છે જેના માટે હેલ્મેટ પહેરવાના આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ લોકો હેલ્મેટ પહેર્યા વગર રોડ પર નીકળે છે ત્યારે ટ્રાફિક પોલીસ પણ તેમને રોકતી નથી અને મેમો આપતી નથી.
દેશમાં દરરોજ હેલ્મેટ ન પહેરવા બદલ અનેક લોકોને મેમો આપવામાં આવે છે. બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. અનેક લોકોએ હેલ્મેટ ના પહેર્યું હોવાના કારણે અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. વધતા જતા અકસ્માતોને જોતા સરકારે નવા મોટર વ્હીકલ એક્ટમાં હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવવા માટે મોટા દંડની જોગવાઈ કરી છે. જો તમે હેલ્મેટ પહેર્યા વગર ટુ-વ્હીલર ચલાવતા પકડાયા તો તમારે 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.
પરંતુ દેશમાં એક એવો સમુદાય પણ છે જેના માટે હેલ્મેટ પહેરવાના આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે અને આ લોકોને હેલ્મેટ પહેર્યા વિના સરળતાથી ટુ-વ્હીલર ચલાવતા જોઈ શકાય છે અને જ્યારે આ લોકો હેલ્મેટ પહેર્યા વગર રોડ પર નીકળે છે ત્યારે ટ્રાફિક પોલીસ પણ તેમને રોકતી નથી અને નવા મોટર વ્હીકલ એક્ટનું કોઈ ઉલ્લંઘન પણ નથી.
હેલ્મેટ ન પહેરવા બદલ સજા
ભારતમાં હેલ્મેટ રેગ્યુલેશન અને કાયદા અનુસાર, દેશના તમામ ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આ નિયમની કલમ 129 મુજબ, જો તમે હેલ્મેટ પહેર્યા વિના ટુ-વ્હીલર ચલાવો છો, તો તમને 5000 રૂપિયાનો દંડ અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ થઈ શકે છે. તો બાઈક સવારની પાછળ બેઠેલા કોઈપણ સહ-મુસાફર માટે પણ હેલ્મેટ ફરજિયાત છે.
કોના માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત નથી ?
જો કે, ભારતમાં શીખ સમુદાય લોકો હેલ્મેટ પહેર્યા વિના ટુ-વ્હીલર ચલાવે છે, તો પણ ટ્રાફિક પોલીસ તેમને મેમો આપી શકતી નથી. જે લોકો ફરજિયાતપણે તેમના માથા પર પાઘડી પહેરે છે, જેના કારણે તેમના માથા પર હેલ્મેટ ફિટ નથી થતી અને અકસ્માત સમયે તેમની પાઘડી હેલ્મેટની જેમ કામ કરે છે અને માથાને ગંભીર ઈજાઓથી બચાવે છે. આ લોકો સિવાય જો કોઈ વ્યક્તિ કોઈપણ તબીબી સ્થિતિને કારણે હેલ્મેટ ન પહેરી શકે, તો તે તેના પુરાવા આપીને દંડમાંથી મુક્તિ મેળવી શકે છે.