ફ્લાઇટની લેન્ડિંગ વખતે વિન્ડો શા માટે બંધ નથી કરવા દેતી  ઍર હોસ્ટેસ?

24 Dec 2024

Pic credit: Meta AI

જ્યારે પણ તમે ફ્લાઈટમાં જાઓ છો, ત્યારે ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન વિન્ડો ફ્લેપ્સ ઉંચા થઈ જાય છે.એટલે કે બારીઓ ખોલી દેવામાં આવે છે.

લેન્ડિંગ પહેલા જ એર હોસ્ટેસ આવે છે અને બધાને વિન્ડોની ફ્લેપ્સ ખોલવાનું કહે છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો આવું કેમ થાય છે?

એકવાર એક પાયલોટે આનો જવાબ આપ્યો અને કહ્યું કે આવું કેમ કરવામાં આવે છે.

એક કારણ તો એ છે કે આમ કરવાથી મુસાફરોની આંખો બહારના પ્રકાશ સાથે ખુદને એડજસ્ટ કરે છે.

વાસ્તવમાં, લેન્ડિંગ અને ટેકઓફ એ ફ્લાઈટમાં સૌથી મુશ્કેલ સમય માનવામાં આવે છે અને આ સમય દરમિયાન કોઈ પણ ઈમરજન્સીની શક્યતા રહે છે.

આવી સ્થિતિમાં, મહત્વનું કારણ એ છે કે વ્યક્તિને બારીમાંથી બહાર નીકળવાનો વ્યુ મળે છે અને બહારની  સ્થિતિથી વાકેફ રહે છે.

જો કોઈ ઈમરજન્સી હોય તો બારી ખુલ્લી હોય તો સમગ્ર  પરિસ્થિતિ પર નજર રહે છે અને યાત્રિઓને ત્વરીત કોઈ એક્શન લઈ શકે છે.

Pic credit: Pixabay

આવી સ્થિતિમાં, યાત્રિકોને બહારના વાતાવરણ સાથે એડજસ્ટ કરવા માટે વિન્ડોના ફ્લૅપ્સ ઉંચા કરી દેવામાં આવે છે.

Pic credit: Pixabay