Russia Ukraine crisis : યુક્રેનના 2 પ્રદેશો રશિયામાં જોડાયા, જનમત પછી રાષ્ટ્રપતિ પુતિને કરાવ્યો વિલય

Russia Ukraine War : રશિયાએ કહ્યું છે કે આ વિસ્તારોમાં 'જનમત સંગ્રહ' યોજવામાં આવ્યો હતો, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે યુક્રેન અને અન્ય પશ્ચિમી દેશો દ્વારા તેને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે.

Russia Ukraine crisis : યુક્રેનના 2 પ્રદેશો રશિયામાં જોડાયા, જનમત પછી રાષ્ટ્રપતિ પુતિને કરાવ્યો વિલય
Russia President Putin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 7:37 AM

આજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) સત્તાવાર રીતે યુક્રેન (Ukraine) દ્વારા કબજે કરાયેલા બે પ્રદેશોને રશિયામાં (Russia) સામેલ કર્યા છે. આ માટે ક્રેમલિનમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોસ્કોએ આ જાણકારી આપી છે. રશિયાએ કહ્યું છે કે આ વિસ્તારોમાં ‘જનમત સંગ્રહ’ યોજવામાં આવ્યો હતો, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે યુક્રેન અને અન્ય પશ્ચિમી દેશો દ્વારા તેને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે. સત્તાવાર રીતે હાલમાં, રશિયાએ ફક્ત ખેરસન અને ઝાપોરિઝ્ઝ્યાનો સમાવેશ કર્યો છે. આ સિવાય લુહાન્સ્ક અને ડોનેત્સ્કનો પણ સમાવેશ કરવામાં આવનાર છે.

યુક્રેનમાં રશિયન-નિયંત્રિત પ્રદેશો પર મંગળવારના લોકમત પછી, મોસ્કોએ દાવો કર્યો હતો કે રહેવાસીઓએ તેમના પ્રદેશોને ઔપચારિક રીતે રશિયાનો ભાગ બનવા માટે જબરજસ્ત સમર્થન આપ્યું હતું. શુક્રવારે રશિયન-નિયંત્રિત દક્ષિણ અને પૂર્વીય યુક્રેનના ચાર ભાગોને ઔપચારિક રીતે દેશમાં જોડવામાં આવ્યા પછી આ પ્રદેશમાં સાત મહિનાથી ચાલેલું યુદ્ધ ખતરનાક નવા તબક્કે પહોંચવાની અપેક્ષા છે.

લોકમત પર હંગામો

જર્મનીના વિદેશ પ્રધાન અન્નાલેના બીરબોકે લોકમતની નિંદા કરતા કહ્યું કે ગુરુવારે બર્લિનમાં, લોકોને ડરાવી-ધમકાવીને અને ક્યારેક તો બંદૂકની અણી પર પણ મતપેટીઓમાં મત આપવા માટે તેમના ઘરો અથવા કાર્યસ્થળોમાંથી ભગાડી દેવામાં આવ્યા છે. આ મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની વિરુદ્ધ છે, એમ તેમણે કહ્યું હતું. તે શાંતિની વિરુદ્ધ છે. જ્યાં સુધી આ રશિયન હુકમનામું યુક્રેનના કબજા હેઠળના પ્રદેશોમાં અમલમાં છે ત્યાં સુધી કોઈ પણ નાગરિક સુરક્ષિત કે મુક્ત નથી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

લોકમતની ટકાવારી

યુક્રેનના ખેરસન, ઝાપોરિઝ્ઝ્યા, લુહાન્સ્ક અને ડોનેત્સ્કમાં મતદાન થયું હતું. યુક્રેને જનમત સંગ્રહને ગેરકાયદે ગણાવીને નકારી કાઢ્યો છે. દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયન ગોળીબારમાં એક બાળક સહિત ઓછામાં ઓછા આઠ નાગરિકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. યુક્રેનના ડીનીપ્રોમાં હુમલા બાદ 12 વર્ષની બાળકીને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી હતી. દક્ષિણ અને પૂર્વ યુક્રેનના ચાર પ્રદેશોમાં મોસ્કો-સ્થાપિત વહીવટીતંત્રોએ મંગળવારે રાત્રે દાવો કર્યો હતો કે ઝાપોરિઝ્ઝ્યા પ્રદેશમાં 93%, ખેરસન ક્ષેત્રમાં 87%, લુહાન્સ્ક પ્રદેશમાં 98% અને ડોનેત્સ્કમાં 99% લોકોએ લોકમત દ્વારા રશિયામાં વિલીનીકરણને સમર્થન આપ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">