Single Malt Whisky: શું હોય છે સિંગલ માલ્ટ વ્હીસ્કી? તેને શેમાંથી બનાવવામાં આવે છે- જાણો તમામ વિગતો

Single Malt Whisky:જો તમને આલ્કોહોલિક ડ્રીંકમાં રસ હોય તો તમે અવારનવાર માલ્ક વ્હીસ્કીનું નામ સાંભળ્યુ હશે. તમારા મિત્રો કે બાર ટેન્ડર તમને સિંગલ માલ્ટ વ્હીસ્કી. બ્લેન્ડેડ માલ્ટ વ્હીસ્કી, સિંગલ ગ્રેન વ્હીસ્કીની વાત કરતા હશે. જો તમે તેને નથી સમજી શક્તા આજે આપને અહીં તેને લગતી તમામ જાણકારી અમે આપીશુ.

Single Malt Whisky: શું હોય છે સિંગલ માલ્ટ વ્હીસ્કી? તેને શેમાંથી બનાવવામાં આવે છે- જાણો તમામ વિગતો
Follow Us:
| Updated on: Aug 10, 2024 | 2:32 PM

આપે ઘણીવાર સિંગલ માલ્ટ વ્હીસ્કી વિશે સાંભળ્યુ હશે, જો તમે આલ્કોહોલિક ડ્રીંકમાં (Alcoholic Drink) દિલચસ્પી રાખો છો તો તમે અવારનવાર શરાબના પીઠા કે મોટા સ્ટોરમાં જતા હશો. આ દારૂના પીઠા પર વ્હીસ્કીના લેબલ આપને ભ્રમિત કરનારા હોય છે. આથી પીનારા લોકોએ કેટલાક સામાન્ય શબ્દોને સમજવા સરળ રહેશે. જો આપ પીતા નથી તો પણ જાણકારી માટે આ તથ્ય જાણવુ જરૂરી છે. આપને સિંગલ માલ્ટ વ્હીસ્કી (Single Malt) કે બ્લેન્ડેડ માલ્ટ વ્હીસ્કી (Blended Malt Whisky) વચ્ચેનું અંતર સમજવુ જોઈએ. જો આપે આના વિશે ઉંડાણથી અભ્યાસ કર્યો હોય તો આપને આ તથ્યની જાણકારી હશે. પરંતુ જો આપને તેની જાણકારી નથી તો માત્ર હા માં હા મિલાવવા સિવાય આપ કોઈ જવાબ આપી નથી શક્તા.

સિંગલ માલ્ટ વ્હિસ્કી શું છે?

સિંગલ માલ્ટ વ્હિસ્કીની ઓળખ ખરેખર તેના ઉત્પાદનની તકનીક અથવા પ્રક્રિયામાં રહેલી છે. તે એક જ ડિસ્ટિલરી દ્વારા સિંગલ માલ્ટેડ અનાજ (સામાન્ય રીતે જવ) નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સિંગલ માલ્ટ સ્કોચ વ્હિસ્કી વિશ્વની સૌથી પ્રખ્યાત સિંગલ માલ્ટ સ્કોચ વ્હિસ્કી માનવામાં આવે છે. તે વિશ્વભરમાં બનેલા અન્ય સિંગલ માલ્ટ્સ માટે પણ મોડેલ છે.

સિંગલ માલ્ટ વ્હિસ્કી ક્યાં બનાવવામાં આવે છે?

પરંપરાગત રીતે, આયર્લેન્ડ, જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને અન્ય ઘણા દેશો સુંદર સિંગલ માલ્ટ વ્હિસ્કીનું ઉત્પાદન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સિંગલ માલ્ટ વ્હિસ્કીનું ઉત્પાદન પણ વધ્યું છે. ભારતમાં તેનો વપરાશ થાય છે એટલું જ નહીં, તેની પુષ્કળ નિકાસ પણ થાય છે. અભ્યાસ દર્શાવે છે કે ભારત, યુએસ, ફ્રાન્સ, જર્મની, સ્પેન અને સિંગાપોરમાં પીનારા સામાન્ય રીતે સ્કોચ અને વ્હિસ્કીનું સૌથી વધુ સેવન કરે છે. આમાં, સિંગલ માલ્ટ પીનારાઓની વાત જ અલગ છે. કારણ કે તેની કિંમત સામાન્ય રીતે વધારે હોય છે, મોટાભાગના પીનારાઓ સિંગલ માલ્ટનો આનંદ માણે છે અથવા તેને હાઇ-એન્ડ કોકટેલ માટે અનામત રાખે છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

સિંગલ માલ્ટ અને બ્લેન્ડેડ વ્હિસ્કી વચ્ચે શું તફાવત છે?

ભારતમાં, સામાન્ય રીતે લોકો જ્યારે સ્કોચનો આનંદ લે છે તો સિંગલ માલ્ટ અથવા બ્લેન્ડેડ વ્હિસ્કી વચ્ચેનો તફાવત ભૂલી જાય છે. સ્કોચ એ સિંગલ માલ્ટ અને બ્લેન્ડેડ માલ્ટનું સ્પષ્ટ ઉદાહરણ છે. સિંગલ માલ્ટ અને બ્લેન્ડેડ વ્હિસ્કી વચ્ચેનો તફાવત એ છે કે તે વ્હિસ્કી બનાવવામાં કેટલી ડિસ્ટિલરીએ ભૂમિકા ભજવી છે. તમે જાણી લો કે સિંગલ માલ્ટનું પ્રોડક્શન એક જ ડિસ્ટિલરીમાં થાય છે. તે પણ એક જ અનાજમાંથી. જ્યારે બ્લેન્ડેડ વ્હિસ્કીમાં બહુવિધ ડિસ્ટિલરીઓમાં વિવિધ અનાજમાંથી ઉત્પાદિત વ્હિસ્કીનું બ્લેન્ડ અથવા મિશ્રણ હોઈ શકે છે. બની શકે કે તેમા જવ અને અન્ય અનાજમાંથી બનેલી અનેક ડિસ્ટિલરીની વ્હીસ્કી હોઈ શકે. વિશ્વ પ્રસિદ્ધ જોની વૉકર શિવાસ રીગલ જેવી સ્કોચ બ્રાન્ડ્સ મિશ્રણના ઉત્તમ ઉદાહરણો છે.

બ્લેન્ડેડ માલ્ટ વ્હિસ્કી શું છે?

જેવી રીતે બ્લેન્ડેડ વ્હીસ્કી હોય છે એવી જ રીતે બ્લેન્ડેડ માલ્ટ વ્હીસ્કી પણ તૈયાર હોય છે. તે વિશ્વભરની અનેક ડિસ્ટિલિરીયોમાં તૈયાર માલ્ટ વ્હીસ્કીનુ બ્લેન્ડીંગ કે મિશ્રણ હોય છે. પરંતુ તેમા ધ્યાન રાખવામાં આવે છે કે આ કેટેગરીમાં ગ્રેન કે અનાજમાંથી તૈયાર વ્હીસ્કીનું મિશ્રણ નથી કરવામાં આવતુ.

સિંગલ ગ્રેન વ્હીસ્કી શું હોય છે ?

જ્યારે તમે ગુડગાંવ, દિલ્હી અથવા મોટા મહાનગરોમાં આલ્કોહોલિક પીણાંના મોટા સ્ટોર્સમાં જાઓ છો, ત્યા તમને સિંગલ ગ્રેન વ્હિસ્કી પણ જોવા મળે છે. સિંગલ ગ્રેન વ્હિસ્કી એ એક જ ડિસ્ટિલરીમાં જવ, મકાઈ અથવા ઘઉં સહિત એક કરતાં વધુ અનાજમાંથી બનાવવામાં આવે છે. મતલબ કે અનાજ પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ તેનું ઉત્પાદન એક જ ડિસ્ટિલરીમાં થવું જોઈએ.

સિંગલ માલ્ટ વ્હિસ્કી શેમાંથી બને છે?

સિંગલ માલ્ટ વ્હિસ્કી અન્ય વ્હિસ્કીની જેમ બનાવવામાં આવે છે. તેને બનાવવાની પ્રક્રિયામાં, ખાંડને આલ્કોહોલમાં રૂપાંતરિત કરવા માટે અનાજને ખમીર સાથે આથો આપવામાં આવે છે. આ પછી પ્રવાહીને લાકડામાંથી બનેલા બેરલમાં સ્ટોર કરવામાં આવે છે. ચોક્કસ સમયગાળા પછી તેને નિસ્યંદિત કરવામાં આવે છે અને પછી બોટલમાં ભરી દેવામાં આવે છે. સિંગલ માલ્ટ વ્હિસ્કી ડિસ્ટિલર્સ ફક્ત કેટલીક ખાસ તકનીકોને લાગુ કરે છે, અને તે ઘણીવાર સ્કોચ બનાવવા સમાન હોય છે. તમામ માલ્ટેડ વ્હિસ્કીની સફર મોટાભાગની બીયરની જેમ શરૂ થાય છે. તે સામાન્ય રીતે જવમાંથી બનાવવામાં આવે છે (જોકે કેટલાક લોકો રાઈનો ઉપયોગ કરે છે). અંકુરણની પ્રક્રિયા શરૂ કરવા માટે કાચા અનાજને પાણીમાં પલાળવામાં આવે છે. પછી અનાજને સંપૂર્ણપણે અંકુરિત થતા અટકાવવા માટે ગરમી લાગુ કરવામાં આવે છે. માલ્ટિંગ પ્રક્રિયા અનાજને આથો લાવવા માટે વધુ સંવેદનશીલ બનાવે છે. અનમાલ્ટેડ જવ (અથવા અન્ય અનાજ)નો ઉપયોગ અન્ય વ્હિસ્કી માટે થાય છે, પરંતુ સિંગલ માલ્ટ વ્હિસ્કી માટે નહીં.

સિંગલ એટલે એક બેચ કે બીજું કંઈક?

તમને કદાચ સિંગલ માલ્ટ વ્હિસ્કીનો સૌથી ગૂંચવણભર્યો ભાગ “સિંગલ” શબ્દ લાગશે. ખરેખર, આ એક મૂંઝવણભર્યો શબ્દ છે. અહીં સિંગલનો અર્થ એ નથી કે વ્હિસ્કી એક જ બેરલ અથવા સમાન બેચમાંથી આવી છે. તેના બદલે, સમજો કે તે ડિસ્ટિલરીમાં બનાવવામાં આવે છે. પરંતુ નવા અને જૂના બેરલમાં સંગ્રહિત વ્હિસ્કીનું મિશ્રણ છે. ઉદાહરણ તરીકે, ગ્લેનલિવેટ 18-વર્ષ-ઓલ્ડ સિંગલ માલ્ટ સ્કોચ ઓછામાં ઓછા 18 વર્ષ માટે અલગ-અલગ બેરલમાં જૂની વિવિધ વ્હિસ્કીનું મિશ્રણ કરે છે.

ભારતમાં તેનો આરંભ કરનારા કોણ ?

ભારતમાં સિંગલ માલ્ટ વ્હિસ્કીનું મેન્યુફેક્ચરિંગ 1982માં શરૂ થયુ. બેંગલુરુની અમૃત ડિસ્ટિલરીએ તેનું ઉત્પાદન શરૂ કર્યું. આ પછી, 1998 માં, જ્હોન ડિસ્ટિલરીઝે તેનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. તે પણ એક બેંગલુરુ સ્થિત કંપની છે. પરંતુ તેની અગ્રણી પ્રોડક્ટ પોલ જોન સિંગલ માલ્ટ્સ (Paul John Single Malts (PJSM)નું સિંગલ માલ્ટ પોર્ટફોલિયોમાં અગ્ર સ્થાન છે. તેને વિદેશી બજારમાં પણ ઘણુ પસંદ કરવામાં આવે છે.

g clip-path="url(#clip0_868_265)">