Health Tips : ખાલી પેટ ન કરતા આ કામ અને આ વસ્તુઓનું સેવન, નહીંતર પસ્તાવાનો આવશે વારો

|

Sep 27, 2021 | 11:43 PM

સવારનો સમય દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્વનો હોય છે. શાળા એ જતા બાળકો અને ઓફિસ જતા મોટા લોકો ઘણી વાર ઉતાવળમાં એવી ભૂલો કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે.

Health Tips : ખાલી પેટ ન કરતા આ કામ અને આ વસ્તુઓનું સેવન, નહીંતર પસ્તાવાનો આવશે વારો
Health tips: this thing you should avoid in empty stomach

Follow us on

આપણી વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણામાંના મોટાભાગના લોકો ઘણી બાબતો પર ધ્યાન આપતા નથી. તે આપણા સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરે છે. ખાસ કરીને મહિલાઓ પોતાના પરિવારની સંભાળ રાખવામાં પોતાની તરફ ધ્યાન આપતી નથી. ઘણી વખત તેઓ સમયસર ખોરાક લેતા નથી, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડે છે. આ સિવાય સવારે કામના સમયને કારણે નાસ્તો છોડીને માત્ર ચા પીવે છે.

જોકે આપણે બધા જાણીએ છીએ કે ખાલી પેટ (Empty Stomach) ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચાલો જાણીએ કે સવારે ખાલી પેટ કઈ વસ્તુઓ ટાળવી જોઈએ. આ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

ખાલી પેટ કોફી ન પીવી

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ઘણા લોકો સવારે ઉઠતા જ ચા અથવા કોફી (Coffee) પીવાનું પસંદ કરે છે. પરંતુ આયુર્વેદમાં આ વસ્તુઓ ખાલી પેટ પીવી હાનિકારક માનવામાં આવે છે. કોફી અને ચામાં કેટલાક એસિડિક પદાર્થો હોય છે, જેના કારણે તે અપચોનું કારણ બને છે. આ સિવાય એસિડિટી પણ થઇ શકે છે. જો તમને કોફી કે ચા પીવાની ટેવ હોય તો તે પહેલા બે -ચાર બિસ્કિટ ખાઓ અને પછી કોફી પીઓ.

શું ન લેવું જોઈએ?

આયુર્વેદમાં અમુક વસ્તુઓ ખાવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સવારે ખાલી પેટ દહીં, ટામેટાં, દવાઓ, મીઠાઈઓ, કેળા અને મસાલેદાર વસ્તુઓ ટાળવી જોઈએ. આ બધી વસ્તુઓમાં એસિડની માત્રા વધારે હોય છે, જે ખાલી પેટ ખાવામાં આવે તો સમસ્યા સર્જી શકે છે

લડાઈ – ઝઘડા ટાળો

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ખાલી પેટ કોઈ કામ થતું નથી. આવી સ્થિતિમાં, જો તમે આખો દિવસ કંઈ ખાતા નથી, તો તમને જરૂર કરતાં વધારે ગુસ્સો આવે છે. તમે કોઈ કારણ વગર ગુસ્સે થશો. કદાચ તમે નથી જાણતા કે જો તમે કોઈ વ્યક્તિ સાથે ગુસ્સે છો, તો બ્લડ સુગર ખૂબ ઓછી અથવા વધારે થઇ શકે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ખાલી પેટ ન સૂવું

ઘણા લોકોને સવારે મોડે સુધી સૂવાની ટેવ હોય છે. લાંબા સમય સુધી ખાધા વગર રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેના કારણે તમારું પાચનતંત્ર નબળું પડે છે અને વજન પણ વધે છે.

ખાલી પેટ પર ચ્યુઇંગમ ચાવવી

ઘણા લોકો ખાલી પેટ દિવસ દરમિયાન ચ્યુઇંગમ ચાવે રાખે છે કારણ કે તેમને લાગે છે કે આમ કરવાથી તેઓ તેમનું વજન નિયંત્રિત રહેશે. પરંતુ આ તમારી પાચન તંત્રને નબળી પાડે છે અને આંતરડાની પરેશાની વધારવાનું કામ કરે છે.

 

આ પણ વાંચો: World Heart Day: મહિલાઓમાં PCOS ની સમસ્યા વધારી શકે છે સ્ટ્રોકનું જોખમ? નવા રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો: Health : પનીરથી લઈને ઘી સુધીની આ ડેરી પ્રોડક્ટ છે તમારા ડેઇલી ડાયટમાં ઉમેરવા જેવી

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article