Fitness Tips: દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાના છે અકલ્પનીય ફાયદા, જાણો સાયકલિંગ વિશે મહત્વની વાતો

|

Nov 29, 2021 | 7:40 AM

Fitness Tips: સાયકલિંગ એક સારી કસરત છે. સાઈકલિંગ કરવાથી તમને કંટાળો પણ નહીં આવે, સાથે સાથે તમે બધી સમસ્યાઓથી બચી શકો છો.

Fitness Tips: દરરોજ અડધો કલાક સાયકલ ચલાવવાના છે અકલ્પનીય ફાયદા, જાણો સાયકલિંગ વિશે મહત્વની વાતો
Benefits of cycling

Follow us on

Fitness Tips: કેટલાક લોકોને રોજ વહેલી સવારે ઉઠીને કસરત (Exercise) કરવામાં તકલીફ પડે છે. તો કેટલાક લોકોને તે કંટાળાજનક લાગે છે. જો તમારી સાથે પણ આવું કંઇક થાય છે, તો તમારે દરરોજ લગભગ 30 મિનિટ સાઇકલિંગ કરવું જોઈએ. સાયકલિંગ (cycling) સ્વયં જ એક સારી કસરત છે. આ કરવાથી તમને કંટાળો નહીં આવે ઉપરાંત સાથે તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે. ચાલો તમને જણાવીએ સાયકલ ચલાવવાના (Benefits of cycling) તમામ ફાયદા.

1. દરરોજ 30 થી 45 મિનિટ સાઇકલ ચલાવવાથી ટાઇપ -2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે. જે લોકોને ડાયાબિટીસ છે, તેમનું સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

2. સાયકલ ચલાવતી વખતે તમારા પગને સારી કસરત મળે છે. આ પગના સ્નાયુઓને મજબૂત થાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

3. તમામ સંશોધનોમાં એ વાત પણ સામે આવી છે કે રોજ 30 મિનિટ સુધી સાઇકલ ચલાવવાની આદત દ્વારા બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને હૃદય સ્વસ્થ રહે છે.

4. કોરોના કાળમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાતો વેગ પકડી રહી છે અને લોકો આ માટે તમામ પ્રકારની વસ્તુઓ લઈ રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે દૈનિક સાઈકલિંગ તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

5. સાઇકલ ચલાવીને પણ વજનને નિયંત્રિત કરી શકો છો. સાયકલ ચલાવવાથી કેલરી બર્ન થાય છે. સંશોધન મુજબ, જો તમે છ મહિના સુધી સતત સાઇકલ ચલાવો છો, તો તમે તમારા વજનના 12 ટકા સુધી ઉતારી શકો છો. પરંતુ તેની સાથે આહારનું પણ સંતુલન રાખવું જરૂરી છે.

6. સાઈકલ ચલાવવાથી તણાવ પણ ઓછો થાય છે અને મૂડ ફ્રેશ થાય છે. આ સિવાય સાયકલ ચલાવવાથી તમારી યાદશક્તિ પણ મજબૂત થાય છે.

સાઈકલ ચલાવવા કયો સમય યોગ્ય છે?

હકીકતમાં તમે ગમે ત્યારે સાઇકલિંગ કરી શકો છો. પરંતુ જો તમે તેનાથી સ્વાસ્થ્ય લાભ લેવા માંગતા હો, તો તે શ્રેષ્ઠ છે કે તમે સવારે સાયકલ ચલાવો. તે વધુ સારા પરિણામો આપે છે.

કોને સાઈકલ ન ચલાવવી જોઈએ?

ઘૂંટણની સમસ્યાથી પીડાતા લોકોએ સાઈકલ ચલાવવી જોઈએ નહીં કારણ કે સાઈકલ ચલાવવાથી સમસ્યા વધી શકે છે.

અસ્થમાના દર્દીઓએ લાંબા સમય સુધી સાઈકલ ન ચલાવવી જોઈએ નહીંતર તેમને શ્વાસની તકલીફ થઈ શકે છે. તેમને પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને બાદમાં તેની સૂચનાઓ અનુસાર સાઇકલિંગ કરવું.

જે લોકોને એપીલેપ્ટીક સીઝર્સ (જકડાઈ જવાની બિમારી) છે, તે લોકોએ પણ ડોક્ટરની સલાહ વગર સાઈકલ ચલાવવાનું ટાળવું જોઈએ કારણ કે સાઈકલ ચલાવતી વખતે જો તમે જકડાઈ જાઓ છો તો અકસ્માત થઈ શકે છે.

 

આ પણ વાંચો: વજન ઘટાડવા માટે મૂળાની ભાજીનો રસ છે ખૂબ જ ફાયદાકારક, અનેક રોગો સામે પણ આપે છે રક્ષણ

આ પણ વાંચો: Health Tips : ડેન્ગ્યુમાંથી સાજા થયા બાદ પણ શરીરમાં રહે છે આ સમસ્યાઓ, જેની અવગણના કરવી પડી શકે છે ભારે

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article