Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : ડેન્ગ્યુમાંથી સાજા થયા બાદ પણ શરીરમાં રહે છે આ સમસ્યાઓ, જેની અવગણના કરવી પડી શકે છે ભારે

ડેન્ગ્યુમાંથી સાજા થયા પછી, લોકોને લાંબા સમય સુધી સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, વજન ઘટવું, ભૂખ ન લાગવી અને ચક્કર આવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ એક એવું કારણ છે, જે લોકોને ડેન્ગ્યુમાંથી સાજા થયા પછી પણ ઘણા સમય સુધી પરેશાન કરે છે.

Health Tips : ડેન્ગ્યુમાંથી સાજા થયા બાદ પણ શરીરમાં રહે છે આ સમસ્યાઓ, જેની અવગણના કરવી પડી શકે છે ભારે
Dengue Recovery
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 8:26 AM

દેશના ઘણા રાજ્યોમાં ડેન્ગ્યુના(Dengue ) કેસોમાં ભારે વધારો થયો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. ડેન્ગ્યુ એ મચ્છરજન્ય રોગ છે, જેનો કોઈ ચોક્કસ ઈલાજ નથી, પરંતુ દવાઓ(Medicines ) તેના લક્ષણોને ઘટાડવામાં ચોક્કસપણે મદદ કરી શકે છે. જો કે એક તરફ કોરોનાવાયરસ અને બીજી તરફ ડેન્ગ્યુએ લોકોમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે.

આરોગ્ય નિષ્ણાતોના મતે મચ્છર કરડવાથી થતો રોગ ગંભીર સ્થિતિમાં પહોંચ્યા પછી પણ જીવલેણ સાબિત થઈ શકે છે. ભલે લોકો ડેન્ગ્યુમાંથી સાજા થઈ જાય, પરંતુ સ્વસ્થ થયા પછી પણ શરીરમાં ઘણી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેના વિશે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે છે નિષ્ણાતો કહે છે કે જો તમે ડેન્ગ્યુમાંથી સાજા થઈ જાઓ તો પણ કેટલાક લક્ષણો તમને લાંબા સમય સુધી પરેશાન કરી શકે છે કારણ કે ડેન્ગ્યુની કોઈ ચોક્કસ સારવાર નથી, પરંતુ દવાઓથી લક્ષણો ઘટાડી શકાય છે. હકીકતમાં, શું થાય છે કે જ્યારે તમે ડેન્ગ્યુથી ઠીક થઈ જાઓ છો, ત્યારે પણ કેટલીક સમસ્યાઓ તમારા શરીરમાં રહે છે, જેનો તમારે લાંબા સમય સુધી સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ કઈ કઈ સમસ્યાઓ છે.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

ભારે થાક અને નબળાઇ કોઈપણ રોગમાંથી સાજા થયા પછી થાક અને નબળાઈ એ એક સામાન્ય સમસ્યા છે અને ડેન્ગ્યુમાં પણ એવું જ છે. ડેન્ગ્યુથી પીડિત વ્યક્તિને લાંબા સમય સુધી 102 થી 104 ડિગ્રી તાવ રહે છે અને શરીરમાં પ્લેટલેટ્સ પણ ઘટી જાય છે, જેના કારણે આપણું સ્વાસ્થ્ય ખૂબ પ્રભાવિત થાય છે. આ જ કારણ છે કે શરીરમાં થાક અને નબળાઈ આવે છે. એટલું જ નહીં, જ્યારે આપણે ડેન્ગ્યુથી બીમાર થઈએ છીએ, ત્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે, જેના કારણે વારંવાર ચેપ લાગવાનું જોખમ પણ વધી જાય છે.

વાળ ખરવા તમે જોયું જ હશે કે કોરોનામાંથી સાજા થયા પછી લોકોમાં વાળ ખરવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ હતી, ડેન્ગ્યુની પણ આ જ સમસ્યા છે. કારણ કે ડેન્ગ્યુની સારવારમાં આપવામાં આવતી દવાઓ તેમની આડ અસર દર્શાવે છે, જેના કારણે વાળ ખરવા લાગે છે. આ સમસ્યા એવા લોકોમાં વધુ હોય છે, જે લોકોને ડેન્ગ્યુ ગંભીર રીતે અસર કરે છે. ડેન્ગ્યુની સારવારમાં આપવામાં આવતી દવાઓની આડઅસર તરીકે લોકોને એલોપેસીયા પણ થઈ શકે છે.

આ સમસ્યાઓ પણ પરેશાન કરી શકે છે નિષ્ણાતોના મતે, આ બે લક્ષણો સિવાય, ડેન્ગ્યુમાંથી સાજા થયા પછી, લોકોને લાંબા સમય સુધી સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, વજન ઘટવું, ભૂખ ન લાગવી અને ચક્કર આવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ એક એવું કારણ છે, જે લોકોને ડેન્ગ્યુમાંથી સાજા થયા પછી પણ ઘણી હદ સુધી પરેશાન કરે છે.

ઝડપી રિકવરી લાવવા શું કરશો ? 1.ડેન્ગ્યુ દરમિયાન, ઘણીવાર શરીરમાં સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ હોય છે, જે ટાળવું મહત્વપૂર્ણ છે. તેથી તમારા આહાર પર ધ્યાન આપો.

2-શરીરને હાઇડ્રેટેડ રાખો.

3-આવી વસ્તુઓને ડાયટમાં સામેલ કરો જે જરૂરી પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે.

4. ડૉક્ટરે લખેલી બધી દવાઓ અને સપ્લિમેન્ટ્સ લો.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો :Delhi: દેશમાં ફુગના નવા વેરિયન્ટની દસ્તક, AIIMSમાં 2 દર્દીઓના મોત થતા તબીબોનાં ચહેરા પર ચિંતાની લકીર ખેચાઈ

આ પણ વાંચો : Dengue Fever: પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી રહ્યા હોય તો આહારમાં સામેલ કરો આ વિટામિન, તાવમાં મળશે રાહત

g clip-path="url(#clip0_868_265)">