Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલ ફૂડ ખાધા પછી જરૂર કરો આ 6 કામ, નહીંતર થઈ શકે છે મોટી સમસ્યાઓ

|

Sep 22, 2021 | 6:43 AM

હાઈ કોલેસ્ટ્રોલ વાળો ખોરાક ખાધા પછી તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી તમે હંમેશા તમારા આરોગ્યને સાચવી શકો.

Cholesterol: હાઈ કોલેસ્ટ્રોલ ફૂડ ખાધા પછી જરૂર કરો આ 6 કામ, નહીંતર થઈ શકે છે મોટી સમસ્યાઓ
High Cholesterol Foods

Follow us on

Cholesterol: છોલે ભટુરેથી લઈને ફ્રેન્ચ ફ્રાઈસ સુધી બધા તળેલા ખોરાક સ્વાદિષ્ટ હોય છે અને આ સ્વાદીષ્ટ ખોરાકને જોઈને ઘણી વખત આપણે વધારે ખાઈ લેતા હોય છીએ. જે આગળ જતાં શરીર માટે ઘણુ નુક્સાનકારક સાબિત થતુ હોય છે. લાંબા સમયે હાઈ કોલેસ્ટ્રોલ (Cholesterol), બ્લડ પ્રેશર (Blood Pressure) ડાયાબિટીસ (Diabetes)માં રૂપાંતરીત થાય છે. તેથી જરૂરી છે કે વધારે ખાવાની ટેવને ઘટાડવી જોઈએ અને ઓઈલી ફૂડ (Oily Food)થી અંતર જાળવવું જોઈએ. પરંતુ જો તમે તમારા મનપસંદ ડીપ – ફ્રાઈડ ભોજનની સિનફુલ સર્વિસમાં સામેલ થઈ જાવ છો તો અહીં 6 વસ્તુઓ આપેલી છે. જે જરૂરથી આપ કરી શકો છો.

1. નવશેકુ પાણી પીવું જોઈએ.

જ્યારે પણ તમને લાગે કે તમારું પેટ ભારે થઈ ગયું છે, ત્યારે ભોજન પછી 30-45 મિનિટ પછી હુંફાળું પાણી પીવાનું શરૂ કરો. નિષ્ણાતોના મતે પાણી પોષક તત્વો અને નકામા પદાર્થો  (waste products) માટે પણ કેરીયર તરીકે કામ કરે છે. હુંફાળું પાણી પોષક તત્વોને સુપાચ્ય સ્વરૂપમાં તોડવામાં મદદ કરે છે અને તમે હળવાશ અનુભવો છો.

2. ડિટોક્સ ડ્રિંક

શરીરને શાંત કરવાની શ્રેષ્ઠ રીત છે લીંબુ પાણી પીવું. આ ડિટોક્સ પીણું તેલયુક્ત ખોરાક ખાધા પછી જમા થયેલા ટૉક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

3. એક નાની વોક લો

નિષ્ણાતોના મતે ભારે ભોજન પછી 20 મિનિટ ચાલવાથી પાચન સુધરે છે અને પેટની મોટિલિટીને પ્રોત્સાહન આપે છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

4. પ્રોબાયોટીક્સનું સેવન કરવું જોઈએ

નક્કી કરો કે તમે ભારે ભોજન પછી 20-25 મિનિટ પછી કેટલાક પ્રોબાયોટીક્સ ખાવું જ જોઈએ. પ્રોબાયોટિક્સ પાચન સ્વાસ્થ્યને સંતુલિત કરવામાં મદદ કરે છે તેમજ ગટ ફ્લોરા અને રોગપ્રતિકારક શક્તિમાં પણ સુધારો કરે છે. સૌથી અસરકારક પ્રોબાયોટિક જે તમારી પાસે હોય શકે તે છે દહીં.

5. ફળ ખાઓ

60 મિનિટના અંતર પછી ફાઈબર સમૃદ્ધ ફળનો એક નાનો ભાગ લો. તે કબજિયાતથી બચવામાં મદદ કરે છે અને પાચન તંત્રને પણ મજબૂતી આપે છે. ઉપરાંત, પાચન તંત્રની કામગીરી સુધારવા માટે આગામી થોડા દિવસો સુધી ભોજનમાં વધુ ફળો અને શાકભાજી ખાવાનું સૂચન કરવામાં આવતું હોય છે.

6. તમારા ભોજનની ગણતરી કરો

એકવાર ભરપેટ ભોજન કરી લીધા પછી તમે નક્કી કરો કે તમારા આગામી બે ભોજન ખૂબ હળવા અને પચવામાં સરળ હશે. શરીરને હાઈડ્રેટેડ રાખવા માટે ડાયટનું પાલન કરવાની અને ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જે પાચન તંત્રને સરળ બનાવી શકે છે.

આ પણ વાંચો : સાવધાન! ટાઈટ જીન્સ પહેરવાનો શોખ પડી શકે છે ભારે, શરીર બની જશે આટલા ગંભીર રોગોનું ઘર

Next Article