Health Tips : વજન ઘટાડવા માટે તમારે ક્યારે ચાલવું જોઈએ, જમ્યા પહેલા કે પછી જાણો
વજન ઘટાડવા માટે ચાલવું જરુરી છે. પરંતુ ક્યાં સમયે ચાલવાથી વજન જલ્દી ઘટી જાય છે, કેટલાક લોકો જમ્યા પહેલા ચાલવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો જમ્યા બાદ ચાલવાનું પસંદ કરે છે, તો ચાલો જાણીએ જમ્યા પહેલા કે જમ્યા પછી ચાલવું જોઈએ.
વજન ઘટાડાવા માટે કેટલાક લોકો મહેનત કરે છે. જિમ, કસરત, ડાયટિંગ અને અન્ય વસ્તુઓની મદદ લે છે. પરંતુ ચાલવાથી વજન ઓછું થઈ શકે છે, દરરોજ ચાલવાથી શરીરને અનેક પ્રકારના લાભ મળે છે. કેટલાક અભ્યાસ અને રિસર્ચમાં દરરોજ ચાલવાથી સ્વસ્થ પણ રહીએ છીએ. તો ચાલો આજે આપણે જાણીએ ચાલવાથી શરીરને ક્યાં ક્યાં લાભ મળે છે અને વજન કઈ રીતે ઓછો થાય છે?
ચાલવાના ફાયદા
દરરોજ ચાલવાથી કે પછી અંદાજે 2000 સ્ટેપ ચાલવાથી માણસ ફિટ અને ગંભીર બીમારીઓથી બચી શકે છે. ચાલવાથી હાર્ટના રોગ , કેન્સર જેવી બિમારીઓથી બચી શકાય છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, રોજ 10,000 સ્ટેપ ચાલવાથી તમારું સ્વાસ્થ સારું રહે છે. તો ચાલો જાણીએ ક્યાં સમયે ચાલવું વધારે લાભદાયક છે.
ખાલી પેટે ચાલવાના ફાયદા
ખાલી પેટે ચાલવાથી શરીરનું બ્લ્ડ સર્કુલેશન યોગ્ય રહે છે. ખાલી પેટે ચાલવાથી મેટાબોલિઝમ મજબુત થાય છે. તેમજ શરીરને આખો દિવસ એનર્જી પણ મળે છે.વજન ઘટાડવા માટે ખાલી પેટે ચાલવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. જો કોઈ સતત 2 કલાક ખાલી પેટે ચાલે છે તો. તે 70 ટકા ફેટ બર્ન કરી શકે છો. સવારે ખાલી પેટે ચાલવાથી શરીરમાં વિટામિન-ડીની ઉણપ ઓછી થાય છે. ખાલી પેટે ચાલવા માટે બેસ્ટ સમય છે સવારે મોર્નિંગ વોક કરવું
જમ્યા બાદ ચાલવાના ફાયદા
જમ્યા બાદ ચાલવાથી ડાઈજેશન સારું રહે છે. જમ્યા બાદ ચાલવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તેમજએસિડિટી અને પેટ ફુલવાની સમસ્યામાંથી છુટકારો મળે છે. દરરોજ જમ્યા બાદ થોડી મિનિટ ચાલવાથી તણાવ પણ ઓછો થઈ શકે છે. જે લોકોને પેટની સમસ્યા છે. તેમણે જમ્યા બાદ જરુર ચાલવું જોઈએ.
ચાલવાથી માત્ર વજન કંટ્રોલ નથી થતો પરંતુ કોલેસ્ટ્રોલ , બલ્ડ પ્રેશર અને બ્લડ શુગર જેવી ગંભીર સ્વાસ્થ સમસ્યાઓને પણ નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ સિવાય હૃદયને સ્વસ્થ રાખવા માટે ચાલવું પણ સારું માનવામાં આવે છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે.