Jamnagar: ગુજરાતમાં તૈયાર થશે WHOનુ GCTM, આ કેન્દ્રનુ શા માટે છે વિશેષ મહત્વ અને શુ થશે ફાયદા? જાણીએ

|

Apr 19, 2022 | 10:35 AM

સલામત અને અસરકારક પરંપરાગત દવા એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે કે તમામ લોકોને ગુણવત્તાયુક્ત આવશ્યક આરોગ્ય સંભાળ સેવાઓ અને સલામત, અસરકારક અને સસ્તી આવશ્યક દવાઓ ઉપલબ્ધ છે.

Jamnagar: ગુજરાતમાં તૈયાર થશે WHOનુ GCTM, આ કેન્દ્રનુ શા માટે છે વિશેષ મહત્વ અને શુ થશે ફાયદા? જાણીએ
WHO's GCTM will be ready in Gujarat

Follow us on

આયુષ મંત્રાલય હેઠળ જામનગર (Jamnagar) માં WHO GCTM ની સ્થાપના કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ચિકિત્સા પધ્ધતિઓ માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે. WHO GCTM વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે, પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે. આ કેન્દ્રની સ્થાપના માટે પ્રવૃત્તિઓના સંકલન, અમલ અને દેખરેખ માટે સંયુક્ત ટાસ્ક ફોર્સ (JTF)ની રચના કરવામાં આવી છે. JTFમાં ભારત સરકાર, ભારતનું કાયમી મિશન, જીનીવા અને વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. આ પરિપેક્ષ્યમાં, ITRA, જામનગર, ગુજરાત ખાતે એક વચગાળાનાં કાર્યાલયની સ્થાપના કરવામાં આવી રહી છે જેથી ઓળખાયેલી તકનીકી પ્રવૃત્તિઓ અને સંપૂર્ણ રીતે કાર્યરત WHO GCTMનું આયોજન કરવામાં આવે. પરંપરાગત ભારતીય ચિકિત્સા પધ્ધતિને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થશે.

પરંપરાગત દવાએ આરોગ્ય સંભાળ વિતરણ પ્રણાલિનો મુખ્ય આધારસ્તંભ છે અને સારા સ્વાસ્થય અને સુખાકારી જાળવવામાં નિર્ણાયક ભુમિકા ભજવે છે. વિશ્વ 2030માં વિકાસ લક્ષ્યો માટે દસ વિષયનાં સીમાચિહ્નની નજીક છે ત્યારે સલામત અને અસરકારક પરંપરાગત દવા એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે કે તમામ લોકોને ગુણવત્તાયુક્ત આવશ્યક આરોગ્ય સંભાળ સેવાઓ અને સલામત, અસરકારક અને સસ્તી આવશ્યક દવાઓ ઉપલબ્ધ છે. ડબ્લયુએચઓ-જીસીટીએમ સંબંધિત દેશોમાં પરંપરાગત દવાને નિયમન, એકીકૃત અને વધુ સ્થાન આપવામાં દેશો દ્વારા સામનો કરવામાં આવતા વિવિધ પડકારોને ઓળખશે.

વચગાળાનાં કાર્યાલયનો હેતુ પુરાવા અને નવીનતાની પેઢી, પરંપરાગત દવા માટે આર્ટિફિશ્લ ઇન્ટેલીજન્સી આધારિત ઉકેલો, કોક્રેન સાથે મળીને પદ્ધતિસરની સમીક્ષાઓ, WHO GPW 13 (કાર્યનો તેરમો જનરલ પ્રોગ્રામ 2019-2023) સમગ્ર પરંપરાગત દવાઓના ડેટા પર વૈશ્વિક સર્વેક્ષણ અને WHO GCTMના મુખ્ય કાર્યાલયની સ્થાપના માટે વ્યાપાર કામગીરી અને વહીવટી પ્રક્રિયાઓ, સાસ્વત વિકાસ અને વ્યવસ્થાપન તેમજ ક્રોસ કટિંગ કાર્યો પર આશાવાદી અભિગમ સાથે વિકાસ લક્ષ્યાંકો, પરંપરાગત દવા સામાજિક-સાંસ્કૃતિક અને જૈવવિવિધતાનો વારસો વ્યાપકપણે વિતરિત કરવાનો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

WHO GCTM પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે. આયુષ મંત્રાલયે WHO સાથે આયુવેદ અને યુનાની પ્રણાલિની તાલીમ અને પ્રેક્ટિસ પર બેન્ચમાર્ક દસ્તાવેજો વિકસાવવા, રોગોનાં આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ-11ના પરંપરાગત દવા પ્રકરણમાં બીજું મોડયુલ રજૂ કરવા, એમ-યોગા જેવી એપ્લિકેશનો વિકસાવવા સહિત ઘણા મોરચે સહયોગ કર્યો છે અને ઈન્ટરનેશનલ ફાર્માકોપિયા ઑફ હર્બલ મેડિસિન (આઈપીએચએમ) અને અન્ય સંશોધન અભ્યાસો વગેરેના કામને સમર્થન આપ્યું છે.

WHO સાથે મળીને આગામી WHO- GCTM અને અન્દ્ય વિવિધ પહેલો ભારતને સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાને સ્થાન આપવામાં મદદ કરશે. ભવિષ્યમાં આ કેન્દ્ર થકી આયુર્વેદ વૈશ્વિક ફલક પર એક નવું સિમાચિન્હ અંકિત કરશે તેવો આશાવાદ વ્યક્ત કયો છે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવા માટે આ પ્રથમ અને એક માત્ર વૈશ્વિક દુરનુ કેન્દ્ર જામનગરમા કાર્યરત થશે. ફરી વિશ્વસ્તરની સંસ્થા મળતા ગુજરાત અને જામનગરને ગૌરવભૈરનુ સ્થાન અને ઓળખ મળી છે.

ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસીનના લાભો:

  1. સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન.
  2. પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે.
  3. પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવા.
  4.  ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનું મૂલયાંકન કરવા માટે સંબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો અને પદ્ધતિઓમાં નિયમો, ધોરણો અને માર્ગદર્શિકા વિકસાવવા. હાલની TM ડેટા બેંકો, વર્ચ્યુઅલ લાઇબ્રેરીઓ અને શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના સહયોગથી WHO TM ઇન્ફોર્મેટિક્સ સેન્ટરની કલ્પના.
  5. ઉદેશ્યોની સુસંગતતાના ક્ષેત્રોમાં વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા અને કેમ્પસમાં તાલીમ કાર્યક્રમો યોજાશે.

આ પણ વાંચોઃ  Surat : સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના 3700 શિક્ષકો માર્ચના પગારની રાહમાં, એપ્રિલ માસ અડધો વીતી ગયો છતાં પગાર નહીં થતા શિક્ષકોના બજેટ ખોરવાયા

આ પણ વાંચોઃ Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article