28 April 2025

ચાખ્યા વગર કેવી રીતે ખબર પડે કે કાકડી કડવી છે કે નહીં ?

Pic credit - google

કાકડી ખાધા વિના ખબર પડશે કે તે કડવી છે કે નહીં? આ ટ્રીકથી જાણી શકાશે

ઘણી વખત બજારમાંથી લાવેલી કાકડી કડવી નીકળી જાય છે. આના કારણે મોઢાનો સ્વાદ બગડી જાય છે.

આવી સ્થિતિમાં, અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ, જેની મદદથી તમે કાકડી ખાધા વિના તેને જોઈને જ જાણી શકો છો કે તેમાં કડવાશ છે કે નહીં.

જો કાકડીની છાલ લીલી કે પીળી હોય, તો તમે આ કાકડી ખરીદી શકો છો. આ રંગની કાકડી ખાવામાં કડવી નહીં લાગે.

કાકડીનું વજન પણ તેની કડવાશ ઓળખવામાં મદદ કરી શકે છે. જો કાકડીનું વજન ખૂબ વધારે હોય તો તે કડવી હોઈ શકે છે.

જો કાકડી ખૂબ જાડી હોય તો તેને ખરીદશો નહીં.

આ સિવાય જો કાકડી વાંકી હોય તો તેને ખરીદવાનું ટાળો. હંમેશા પાતળી અને હલકી કાકડી ખરીદો

કાકડીની કડવાશ દૂર કરવા માટે, કાકડીના ઉપરના  ભાગને થોડું કાપી, તેમા મિઠું લગાવી ઘસો.