Valsad : પારડીમાંથી દુષ્કર્મ બાદ યુવતીનું મર્ડર કરનાર નીકળ્યો સિરિયલ કિલર, છેલ્લા 25 દિવસમાં કરી 5 હત્યા, જુઓ Video

|

Nov 26, 2024 | 10:55 AM

વલસાડના પારડીમાં દુષ્કર્મ બાદ યુવતીની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી સિરિયલ કિલર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વાપી રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા આ ખૂંખાર આરોપીની ક્રાઈમ કુંડળી પોલીસના તપાસમાં ખૂલ્લી છે. આરોપીએ છેલ્લા 25 દિવસમાં 5 હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

Valsad : પારડીમાંથી દુષ્કર્મ બાદ યુવતીનું મર્ડર કરનાર નીકળ્યો સિરિયલ કિલર, છેલ્લા 25 દિવસમાં કરી 5 હત્યા, જુઓ Video
Valsad

Follow us on

વલસાડના પારડીમાં દુષ્કર્મ બાદ યુવતીની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી સિરિયલ કિલર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વાપી રેલવે સ્ટેશન પરથી ઝડપાયેલા આ ખૂંખાર આરોપીની ક્રાઈમ કુંડળી પોલીસના તપાસમાં ખૂલ્લી છે. આરોપીએ છેલ્લા 25 દિવસમાં 5 હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

પારડીમાં યુવતીની હત્યા કર્યા બાદ આરોપીના ગુનાઓ અટક્યો ન હતા. ત્યાર બાદ આરોપીએ ઉપરા-છાપરી ત્રણ હત્યા કર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી દિવ્યાંગ હોવાથી ટ્રેનમાં ટિકિટ લીધા વગર સરળતાથી મુસાફરી કરતો હતો. રાજ્ય શહેર બદલીને ગુનાઓને આચરતો હતો. પૂછપરછ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન

400થી વધુ પોલીસકર્મીએ કરી જહેમત

આરોપીને ઝડપી પાડવા માટે વલસાડ પોલીસને ભારે જહેમત કરવી પડી હતી. પોલીસની 10થી વધુ ટીમો વિવિધ દિશામાં તપાસમાં લાગી હતી અને આરોપીઓ અંગે કડીઓ મેળવતી હતી. પોલીસે બે હજારથી વધુ સીસીટીવી ફૂટેજ ફંફોસ્યા હતા અને 400થી વધુ પોલીસકર્મીઓ આ ઑપરેશનમાં જોડાયા હતા. આરોપીને ઝડપી પાડવા માટે ટેક્ટનોલોજીનો સહારો લઈને વિવિધ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરાયો હતો. આ ઉપરાંત પોલીસે વલસાડથી આંધ્રપ્રદેશ સુધીના રેલવેના રૂટને પણ ખંગાળ્યો હતો.

છેલ્લા 25 દિવસમાં કરી 5 હત્યા

આરોપીએ છેલ્લા 25 દિવસમાં 5 હત્યાઓ કરી હતી. આરોપીએ આમાની મોટાભાગની હત્યાઓ ટ્રેનમાં કરી હતી. દોડતી ટ્રેન પર હત્યા કરીને આરોપી ઠંડા કલેજે એકપછી એક રાજ્યમાં ફરતો હતો. 17થી 21 ઓક્ટોબર દરમિયાન આરોપીએ રાહુલે પુણા કન્યાકુમારી એક્સપ્રેસમાં દુષ્કર્મ બાદ મહિલાની હત્યા કરી હતી. જ્યારે 25 ઓક્ટોબરે મેંગલુરૂમાં ટ્રેનની અંદર ગળુ દબાવી હત્યા કરી હતી. તો પશ્ચિમ બંગાળ, હાવરા ટ્રેનમાં 19 નવેમ્બરે યુવકનું ચપ્પુથી હત્યા અને લૂંટ કરી હતી. જ્યારે 24 નવેમ્બરે તેલંગાણા-સિકંદરાબાદમાં ગળુ દબાવી હત્યા કરી હતી.

Next Article