વડોદરામાં એમોનિયા ગેસ ભરેલા ટેન્કરમાં સર્જાયુ લીકેજ, દૂર દૂર સુધી ફેલાયો ધુમાડો- જુઓ Video

|

Jan 22, 2025 | 5:10 PM

વડોદરામાં ગત રોજ સાંકરડા અંડરપાસ નજીક એમોનિયા ગેસ ભરેલુ ટેન્કરમાં લીકેજ સર્જાયુ અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આસપાસના વિસ્તારમાં લોકોને આંખોમાં બળતરા થવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જો કે લીકેજ એટલુ મોટુ હતુ કે ટેન્કરમાંથી ગેસ નીકળવાનું બંધ ન થાય ત્યા સુધી પાણીનો મારો શરૂ રાખવો પડ્યો હતો.

વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે પર સાંકરડા અંડરપાસમાંથી પસાર થઈ રહેલું એમોનિયા ગેસ ભરેલું ટેન્કર છતને અથડાતા ગેસ લીક થયો હતો. થોડીવારમાં જ ગેસ ફેલાવા લાગતા હાઈવે પર અફરાતફરી મચી હતી. આસપાસના વિસ્તારમાં આંખોમાં બળતર થવાની લોકોની ફરિયાદ ઉઠી હતી. ઘટનાના પગલે ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પર પહોંચી લીકેજ બંધ કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. લીકેજના કારણે હાઈવે પર વાહનોના પૈડા થંભી જતા ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.

ઘટનાની ફાયર બ્રિગેડને જાણ થતાં લશ્કરો દોડી ગયા હતા. ગેસ છૂટતો હોવાથી ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો. પરંતુ, જ્યાં સુધી ટેન્કરમાંથી સંપૂર્ણ એમોનિયા ખાલી નહિ થયું ત્યાં સુધી પાણીનો મારો ચલાવાયો હતો

રણોલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી એમોનિયા ભરેલુ એક ટેન્કર બ્રિજ નીચેથી સાકરદા તરફ જઇ રહ્યું હતું. દરમિયાન ટેન્કરનો એક ભાગ બ્રિજ સાથે અથડાતા એમોનિયા ગેસ લીકેજ થવાની શરૂઆત થઇ હતી. ગેસ લીકેજ થવાનું શરૂ થતાં આસપાસમાં રહેતા અને પસાર થતા લોકોની આંખોમાં બળતરા શરૂ થઇ હતી. ટેન્કરમાંથી ગેસ નીકળવાનું શરૂ. થતાં અફરાતફરી મચી ગઇ હતી

23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી

એમોનિયા ગેસ લીકેજ થવાના કારણે કોઇ જાનહાની થઇ નથી. પરંતુ ઘટના સ્થળથી પાંચ કિલોમીટર વિસ્તારમાં લોકોને આંખોમાં બળતરા થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ઘટનાને પગલે નંદેસરી અને છાણી પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને સલામતી અને કામગીરીમા અડચણ ઉભી ન થાય તે માટે વડોદરા અમદાવાદ તરફનો હાઇવે ઉપરનો વાહન વ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો હતો. સાથે સર્વિસ રોડ પણ બંધ કરાવી દેવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article