બાંગ્લાદેશથી દેહવિક્રયના વેપાર માટે આવતી મહિલાને સુરત SOGએ ઝડપી પાડી

|

Jan 06, 2023 | 3:28 PM

સુરત (Surat) શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અન્ય દેશોમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં આવી લોકો વસવાટ કરતા હોવાની માહિતી છે. ત્યારે આવા લોકોને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝુંબેશ શરૂ કરી હતી.

બાંગ્લાદેશથી દેહવિક્રયના વેપાર માટે આવતી મહિલાને સુરત SOGએ ઝડપી પાડી
બાંગ્લાદેશથી દેહવિક્રયના વેપાર માટે આવતી મહિલા ઝડપાઇ

Follow us on

ભારતમાં અન્ય દેશમાંથી આવીને વસવાટ કરતા હોય એવા લોકોને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક ઝુંબેશ શરૂ કરી છે. જેના ભાગરૂપે બાંગ્લાદેશની એક મહિલા ભારતના સુરત ખાતે દેહવિક્રયના વેપાર માટે આવતી હોવાની માહિતીના આધારે SOGની ટીમે રેડ પાડી હતી. જે પછી સુરત રેલવે સ્ટેશન પરથી 30 વર્ષથી બાંગ્લાદેશી મહિલાને બાતમીના આધારે ઝડપી પાડવામાં આવી હતી. આ મહિલાને વધુ તપાસ માટે મહિધરપુરા પોલીસને સોંપી દેવામાં આવી હતી.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અન્ય દેશોમાંથી ગેરકાયદેસર રીતે ભારતમાં આવી લોકો વસવાટ કરતા હોવાની માહિતી છે. ત્યારે આવા લોકોને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝુંબેશ શરૂ કરી હતી. તેમજ ભારતને અડીને આવેલા બાંગ્લાદેશથી કેટલીક મહિલાઓ દેહવિક્રયના વેપાર માટે ભારતમાં આવતી હોવાની અવાર નવાર બાતમી મળતી હોય છે. ત્યારે આવી માહિતીના આધારે સુરત SOGએ તપાસ શરુ કરી હતી. જેના આધારે માહિતી પ્રાપ્ત થઇ હકી કે સુરતના કામરેજમાં રહેતા બાબુ નામના વ્યક્તિએ બાંગ્લાદેશથી ચંપા મોહમ્મદ ફોઝલુ નામની 30 વર્ષની યુવતીને સુરતમાં અનૈતિક દેહ વિક્રિયના વેપાર માટે બોલાવી હતી.

પોલીસે વોચ ગોઠવી મહિલાને ઝડપી પાડી

આ બાબતની બાતમી એસઓજી પીઆઈ અશોક ચૌધરીને મળી હતી. જેના આધારે પીએસઆઇ સોલંકી અને તેની ટીમે ગત ગુરુવારે સવારે 9:00 વાગ્યેથી જ સુરત રેલવે સ્ટેશન નજીક વોચ ગોઠવી દેવામાં આવી હતી. બાતમીના આધારે હાવડા અમદાવાદ ટ્રેન તેના નિર્ધારિત સમયથી ત્રણ કલાક મોડી હતી. જેના લીધે બપોરે 12 કલાકે મહિલા ચંપા મોહમ્મદને પોલીસે ઝડપી પાડી હતી.

Television Actresses : આ સુંદરીઓનો 90ના દાયકામાં ફિલ્મ જગતમાં હતો જલવો
Daily Salt Intake : મોટી બીમારીથી બચવું હોય તો જાણો, દરરોજ કેટલું મીઠું ખાવું જોઈએ?
Get Rid of Alcohol smell : મોઢામાંથી આવતી દારૂની ગંધ આ ફળ કરશે દૂર, જાણો નામ
1000GB ડેટા, કૉલિંગ અને 11 OTT, Jioના આ સસ્તા પ્લાને મચાવી ધમાલ !
IPL 2025 : 1 કરોડની સોનાની ચેન પહેરી છવાયો ખેલાડી, જુઓ ફોટો
સલમાન ખાનની 34 લાખની ઘડિયાળનું 'રામ' સાથે કનેક્શન, જુઓ ફોટો

મહિલા પાસેથી બે દેશના પાસપોર્ટ મળી આવ્યા

આ મહિલાનું ચેકિંગ કરતા તેની પાસેથી બાંગ્લાદેશ અને ભારતના પાસપોર્ટ મળી આવ્યા હતા. જેમાં અમરોલી વિસ્તારમાંથી તેના બોગસ પાનકાર્ડ અને રેશનકાર્ડ, આધારકાર્ડની મદદથી ભારતનો પાસપોર્ટ બનાવ્યો હોવાની માહિતી છે. પોલીસે તેના પર બોગસ ડોક્યુમેન્ટસના આધારે ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોવાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. મહીધરપુરા પીઆઇ જીતુ ચૌધરી અને પીએસઆઈ મોરિયા તપાસ કરી રહ્યા છે સુરત શહેરમાં બે બાંગ્લાદેશી એજન્ટ દ્વારા બાંગ્લાદેશથી મહિલાઓને અનૈતિક વેપારના ધંધામાં બોલાવી રહ્યા હોવાની પણ માહિતી મળી છે. જેમાં બાબુ કામરેજથી નેટવર્ક ચલાવી રહ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યુ છે.