Surat : પક્ષીઓ માટે ખોરાક શોધવાનું શ્રેષ્ઠ સ્થળ સુરત એરપોર્ટની આસપાસનો વિસ્તાર, 5 વર્ષમાં 88 બર્ડહિટની ઘટના : તારણ

આ સંસ્થા દ્વારા ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 દરમિયાન સુરત એરપોર્ટ પર બનતી બર્ડહીટની ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેનો 55 પાનાનો અહેવાલ એરપોર્ટ ઓથોરિટીને સુપરત કર્યો છે.

Surat : પક્ષીઓ માટે ખોરાક શોધવાનું શ્રેષ્ઠ સ્થળ સુરત એરપોર્ટની આસપાસનો વિસ્તાર, 5 વર્ષમાં 88 બર્ડહિટની ઘટના : તારણ
Bird Hit incidents at Surat Airport
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 2:25 PM

સુરત એરપોર્ટ પર બર્ડહીટની (Bird Hit )ઘટનાઓ વધી જતાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તામિલનાડુના કોઇમ્બતુરની સલીમઅલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી ઇન્સ્ટિટ્યુટને બર્ડ હીટની ઘટનાઓ કયાં કારણોસર બને છે અને કયાં પગલાંઓ લેવાથી આ ઘટનાઓ અટકી શકે છે, તે અંગે એક તલસ્પર્શી રિપોર્ટ બનાવવા જવાબદારી સોંપવામાં આવી હતી.

આ સંસ્થા દ્વારા ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 દરમિયાન સુરત એરપોર્ટ પર બનતી બર્ડહીટની ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેનો 55 પાનાનો અહેવાલ એરપોર્ટ ઓથોરિટીને સુપરત કર્યો છે, તેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. છેલ્લા 5 વર્ષમાં સુરત એરપોર્ટ ૫૨ 88 જેટલી બર્ડહીટની ઘટનાઓ બની છે. જેની ફરિયાદ લેન્ડીંગ અને ટેકઓફ વખતે પાયલટ દ્વારા કરવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યુટે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, પક્ષીઓ માટે ખોરાક શોધવાનું શ્રેષ્ઠ સ્થળ સુરત એરપોર્ટની આસપાસનો વિસ્તાર હોવાનું તારણ નિકળ્યું છે.

સુરત એ૨પોર્ટ પરિસ૨ની નજીક વેટલેન્ડ્સમાં જીંગા તળાવો, નજીકના વિસ્તારમાં બર્ડ સેન્ચુરી, જળાશયો અને ભીની જમીનનું પ્રમાણ વધુ હોવાથી ખોરાકની શોધમાં આવતા પક્ષીઓ વિમાનો સાથે અથડાતાં હોવાની વિગતો બહાર આવી છે. ઇન્સ્ટિટ્યુટના અહેવાલમાં બીજી ચોંકાવનારી વિગત એવી બહાર આવી છે કે એરપોર્ટના એરફીલ્ડ વિસ્તારમાં 96 અને 10 કિલોમીટ૨ ત્રિજયાના વિસ્તારમાં 154 પ્રજાતિના જાનવરોની હાજરી નોંધાઇ છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

એરફિલ્ડ વિસ્તાર અને એરપોર્ટની નજીકના વિસ્તારોમાં આવેલા ઊંચા ઝાડી – ઝાંખરામાં જાનવરોએ રહેઠાણ બનાવ્યું છે. ઇન્સ્ટિટ્યુટના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, એરફિલ્ડ વિસ્તારમાં બિનઉપયોગી વાહનો અને સુરક્ષા માટે બાઉન્ડ્રીમાં બનાવવામાં આવેલા બાંકોરા ડસ્ટબિન સહિતની સામગ્રીમાં પાણી ભરાઇ રહેતુ હોવાથી પક્ષીઓ ઉપરાંત સાપ, નોળિયા, જંગલી બિલાડી એરફિલ્ડમાં આવી જતી હોય છે. એરફિલ્ડ અને એરપોર્ટની ફરતેના વિસ્તારમાં ઊંચા ઘાસ, ઝાડી-ઝાંખરાને કારણે પશુ-પક્ષીઓએ રહેઠાણ બનાવી દીધું છે.

નજીકમાં આવેલા જીંગા તળાવો, પક્ષીઓના ખોરાક માટે શ્રેષ્ઠ સ્થળ સાબિત થયા છે. તેનો વિકલ્પ એરપોર્ટ ઓથોરિટી અને સરકારે શોધવો પડશે. બફેલો હીટ પછી 2 શિયાળ પણ વિમાનની અડફેટે કચડાઇ ગયા હતાં. સુરત એરપોર્ટ પર બનેલી બફેલો હીટની ઘટના પછી પણ રનવે પર વિમાન સાથે શિયાળ અથડાઇને કચડાઇ જવાની ઘટના બની હોવાનું એરપોર્ટ ઓર્થોરિટીએ આરટીઆઇ અરજીના જવાબમાં ખુલાસો કર્યો હતો.

બર્ડહીટની ઘટનાઓ અટકાવવા સલીમઅલી ઇન્સ્ટિટ્યુટે આ ઉપાયો સૂચવ્યા

–એરફિલ્ડ વિસ્તારમાં ઘાસની કાપણી નિયમિત થવી જોઇએ. –20 સે.મી.થી ઊંચા ઘાસ ન હોવા જોઇએ . –એરપોર્ટ પરિસરની દિવાલને અડીને આવેલા જીંગા તળાવો સ્થળાંતર કરવા જોઇએ. –રનવે વિસ્તારની નજીક અને કમ્પાઉન્ડ વોલ પાસેના ઝાડી – ઝાંખરા દૂર કરવા જોઇએ. –એરપોર્ટમાં ચાલતા પ્રોજેકટની નજીક વેસ્ટેડમાલ પડી રહે છે અને ખાડાઓ ઊભા થયા છે, તેનું પુરાણ કરી વેસ્ટમાલ દૂર થવો જોઇએ. –88 ઘટનાઓમાંથી મોટાભાગની ઘટનાઓ વરસાદ અને ઠંડીની વચ્ચે સપ્ટેમ્બરથી નવેમ્બર માસ દરમિયાન બની છે. તે જોતાં એરટ્રાફિક કન્ટ્રોલની ટીમને બર્ડ મોનિટરિંગની તાલિમ આપવી જોઇએ. –એરપોર્ટની દિવાલોમાં પડેલા બાંકોરામાંથી જંગલી બિલાડી, સાપ અને નોળિયા આવી જતા હોય છે. તે જોતા આ બાંકોરાનું પુરાણ કરવું જોઈએ.

આ પણ વાંચો : SURAT : રાજકીય મેળાવડાની ભીડ નેતાઓને પડી ભારે, ભાજપના 3 નેતાઓ કોરોના સંક્રમિત થયા

આ પણ વાંચો : SURAT : અનલોક ફોરવ્હીલમાંથી કિંમતી સામાનોની ચોરી કરતો એક આરોપી ઝડપાયો, કુલ 10 ગુનાનો ઉકેલાયો ભેદ

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">