AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : રાજકીય મેળાવડાની ભીડ નેતાઓને પડી ભારે, ભાજપના 3 નેતાઓ કોરોના સંક્રમિત થયા

જયારે આજે વધુ બે નેતાઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. સુરતમાં ભાજપ મહામંત્રી કિશોર બિંદલ અને ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી પણ કોરોના પોઝીટીવ થયા છે. તેઓ હાલ અઈસોલેટ થયા છે. બે દિવસમાં ભાજપના ત્રણ નેતાઓ પોઝીટીવ આવતા તંત્ર પણ દોડતું થયું છે.

SURAT : રાજકીય મેળાવડાની ભીડ નેતાઓને પડી ભારે, ભાજપના 3 નેતાઓ કોરોના સંક્રમિત થયા
સુરત-ભાજપ નેતા કોરોના સંક્રમિત
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 27, 2021 | 6:34 PM
Share

સુરતમાં ભાજપના નેતાઓને (MASK) માસ્ક વગર ફરવું અને મેળવડા કરવા ભારે પડી રહ્યા છે. બે જ દિવસમાં (BJP) ભાજપના ત્રણ નેતાઓ સંક્મિત થયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ સંક્રમિત થયા છે. તેમજ સુરત શહેરના મહામંત્રી કિશોર બિંદલ અને ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી પણ સંક્મિત થયા છે. ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી ગતરોજ સીએમના કાર્યક્રમમાં તેઓની સાથે માસ્ક વગર જ સ્ટેજ પર જોવા મળ્યા હતા.

સુરતમાં કોરોનાએ (Corona) ફરી એક વખત રફતાર પકડી છે. સુરતમાં હવે 15થી વધુ કેસો દરરોજ નોંધાઈ રહ્યા છે. એટલું જ નહી બે કેસ (Omicron) ઑમિક્રૉનના પણ સામે આવી ચુક્યા છે. પરંતુ તેમ છતાં નેતાઓને જાણે કોઈ જ ડર ન હોય તેમ માસ્ક વગર અને જાહેરમાં મેળવડા કરી રહ્યા હતા. જે હવે નેતાઓને ભારે પણ પડી રહ્યા છે. સુરતમાં માત્ર બે જ દિવસમાં ભાજપના ત્રણ નેતાઓ પોઝીટીવ થયા છે. સુરતમાં બે દિવસ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ પોઝીટીવ થયા હતા. તેઓએ માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી અને ધારાસભ્ય સાથે માસ્ક વગર જ નજરે ચડ્યા હતા.

જયારે આજે વધુ બે નેતાઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. સુરતમાં ભાજપ મહામંત્રી કિશોર બિંદલ અને ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી પણ કોરોના પોઝીટીવ થયા છે. તેઓ હાલ અઈસોલેટ થયા છે. બે દિવસમાં ભાજપના ત્રણ નેતાઓ પોઝીટીવ આવતા તંત્ર પણ દોડતું થયું છે. સુરતમાં એક બાજુ કેસો વધે છે અને બીજી બાજુ નેતાઓ સાથે લોકો પણ બેદરકારી દાખવી રહ્યા છે. ને આવનારા દિવસોમાં આજ લોકો માટે મુશ્કેલી ઉભી કરે તો નવાઈ નહિ.

સંક્મિત થનાર દિનેશ જોધાણી સુરતના ડેપ્યુટી મેયર છે. ગતરોજ જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતના મહેમાન બન્યા હતા. અને તેઓની સાથે ડેપ્યુટી મેયર માસ્ક વગર જ સ્ટેજ પર નજર આવ્યા હતા. આ ઉપરાંત ગતરોજ સી.એમના કાર્યક્રમમાં જ લોકોને માસ્ક અને શોશ્યલ ડીસટન્સની સલાહ આપતા નેતાઓ નિયમ ભૂલ્યા હતા. જાહેરમાં નેતાઓ માસ્ક વગર ફરતા નજરે ચઢ્યા હતા. ત્યારે ભાજપના જ નેતાઓને હવે જાહેરમાં મેલવડા કરવા ભારે પડી રહ્યા છે.જે સીએમના કાર્યક્રમમાં જાણે કોરોના મૂળમાંથી ગાયબ થઈ ગયો હોય તેવું લાગતું હતું. આ બધા કાર્યકમાં સુરતના કલેકટર પાલિકા કમિશનર અને પોલીસ કમિશનર હાજર હતા. સાથે જેમ વિડીયો વાયરલ થયા હતા. તેમાં પણ લોકો ઉત્સાહ ભેર DJ ના તાલે નાચી રહ્યા હતા તે પણ માક્સ વગર,

આ પણ વાંચો : મમતા બેનર્જીનો દાવો, કેન્દ્ર સરકારે મિશનરીઝ ઑફ ચેરિટીના તમામ બેંક ખાતા સીલ કર્યા, હજારો દર્દીઓ બન્યા નિરાધાર

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે પાંચ દિવસમાં 656 કેસ, 9 લોકોએ જીવ ગુમાવ્યો

g clip-path="url(#clip0_868_265)">