SURAT : અનલોક ફોરવ્હીલમાંથી કિંમતી સામાનોની ચોરી કરતો એક આરોપી ઝડપાયો, કુલ 10 ગુનાનો ઉકેલાયો ભેદ
સુરત શહેરના ઉમરા સરેલા શોપીંગ સેન્ટર એસબીઆઈ બેંક તથા સુરતી ફરસાણની પાસેથી એક ઈસમની કારમાંથી લેપટોપ, રોકડા, રૂપિયા અને જરૂરી દસ્તાવેજો જેવા કે ચેકબુક, પાસબુક, વગેરે સામાન ભરેલ રેકઝીનની બેગની ચોરી કરી અજાણ્યા ફરાર થઈ ગયો હતો.
સુરત શહેરના ઉમરા અને ખટોદરા પોલીસ મથકની હદ વિસ્તારમાં અનલોક ફોરવ્હીલ કારમાંથી મોબાઈલ, ફોન, રોકડ લેપટોપ સહિતનો સામાન ભરેલ બેગની ચોરી કરતાં આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 1.71 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે આરોપીઓ પકડાતા એક નહિ બે નહિ 10 જેટલા ગુનાના ભેદ ઉકેલાયા છે.
સુરત શહેરના ઉમરા સરેલા શોપીંગ સેન્ટર એસબીઆઈ બેંક તથા સુરતી ફરસાણની પાસેથી એક ઈસમની કારમાંથી લેપટોપ, રોકડા, રૂપિયા અને જરૂરી દસ્તાવેજો જેવા કે ચેકબુક, પાસબુક, વગેરે સામાન ભરેલ રેકઝીનની બેગની ચોરી કરી અજાણ્યા ફરાર થઈ ગયો હતો. જે બનાવ સંદર્ભે ઉમરા પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંઘાયો હતો. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની પીએસઆઇ સિંધાની ટીમને મળેલી બાતમીના આધારે વરાછાના વિશાલનગરમાં ભાડાના મકાનમા રહેતા ઉદય કિશોરભાઈ પંડયાને ઝડપી પાડયો હતો. બાદમાં પોલીસે ઉદય પંડયા પાસેથી લેપટોપ, મોબાઈલ, રોકડ તથા જુદી જુદી બેંકોની પાસબુક- ચેકબુક તથા અગત્યના દસ્તાવેજો કબ્જે કર્યા હતા.
આમ આ વસ્તુઓ મળતા જ પોલીસની પુછપરછમાં આરોપી ઉદય પંડયાએ જણાવ્યું હતુ કે પોતે એકાદ વર્ષ પહેલા હીરાના ખાતામાં નોકરી હતો. જેમાં નુકસાનના કારણે નોકરી છુટી જતાં પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે પોતે ઉમરા તેમજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અલગ અલગ વિસ્તાર જેવા કે ઘોડદોડ રોડ, પીપલોદ તથા ન્યુ વી.આઈ.પી.રોડ જેવા પોશ વિસ્તારોમાં ચાલતો-ચાલતો ફરી રસ્તા પર પાર્ક કરેલ જુદી જુદી ફોરવ્હીલ કારના આગળ- પાછળના દરવાજા ચાલાકીથી ખેંચી ચેક કરતો હતો. દરમિયાન જે ફોરવ્હીલ કારનો દરવાજો ખુલ્લો હોય અથવા તો ગાડીનો કાચ ખુલ્લો હોય તેની કારને ટાર્ગેટ કરી તેમાં આગળ- પાછળની સીટ પર મુકેલા મોબાઈલ, લેપટોપ, રોકડા રૂપિયા કે અન્ય સરસામાન ભરેલ બેગની ચોરી કરી તે બેગમાં રહેલા રોકડા રૂપિયા પોતાના અંગત વપરાશમાં વાપરી નાંખતો હતો.
પકડાઈ જવાની બીકમાં લેપટોપ, ભરેલ બેગ પોતાના ઘરના માળીયામાં જ સંતાડીને રાખતો હોવાની કબુલાત કરતાં પોલીસે આરોપી ઉદય પંડયા પાસેથી અલગ અલગ કંપનીના 06 નંગ લેપટોપ, 3 નંગ મોબાઈલ, મળી કુલ રૂ. 1,71,500ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ ઉપરાંત આરોપી ઉદય પંડયા પાંચેક મહિના પહેલા ઘોડદોડ રોડ ખાતે આવેલી એ.સી. અભિનંદન માર્કેટ ખાતે રીટ્સ સ્કેવર ખાતે લેપટોપ બેગ જેમાંથી એક લેપટોપ અને અગત્યના કાગળો ચોરી તથા બે એક મહિના અગાઉ વી.આર. મોલની સામેની ગલીમાંથી પાર્ક કારમાંથી લેડીઝ પર્સમાંથી આશરે 400 જેટલા ડોલરની ચોરી કરી હતી. ઉપરાંત આશરે છ – સાત મહિના અગાઉ પીપલોદ હ્યુન્ડાઈના શોરૂમની બહાર પાર્ક કરેલ ગાડીમાંથી એક એચ.પી. કંપનીનું લેપટોપ તથા અગત્યના કાગળો ભરેલ લેપટોપ બેગની ચોરી સહિત 10 જેટલાઓ ગુનાઓ ઉકેલાય ગયા છે.