Surat : મ્યુનિસિપલ કોર્પોરેશનના 149 કર્મચારીઓએ ખરીદ્યા ઈ-વ્હીકલ

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને રાહત દરે ઇલેક્ટ્રિક વાહનો મળી શકે છે અને મહાનગરપાલિકાની ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓ દ્વારા ઝીરો ડાઉન પેમેન્ટ પર લોન આપવાની યોજના છે.

Surat : મ્યુનિસિપલ કોર્પોરેશનના 149 કર્મચારીઓએ ખરીદ્યા ઈ-વ્હીકલ
Surat: 149 employees of Municipal Corporation bought e-vehicles
| Updated on: Oct 22, 2022 | 9:52 AM

દિવાળી(Diwali ) નિમિત્તે સુરત મહાનગરપાલિકાના 149 કર્મચારીઓએ ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી કરીને સુરતને ઈલેક્ટ્રિક (Electric ) વ્હીકલ સિટી બનાવવામાં સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. દેશમાં લગભગ 18 થી 20 ટકા વાહનો પ્રદૂષણ ટ્રાન્સપોર્ટ સેક્ટરને કારણે છે. પ્રદૂષણની અસર ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે, સુરત મહાનગરપાલિકાએ ભારત સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી સુરત શહેર માટે અલગ “સુરત સિટી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021” થોડા સમય પહેલા જ અમલમાં મૂકી છે. અને સારી બાબત એ છે કે આ પોલિસીને ખુબ સારો સહકાર પણ મળી રહ્યો છે.

ઈ-વ્હીકલ પોલિસી લાગુ કરનાર સુરત દેશનું પ્રથમ શહેર છે

સુરત શહેરને 01.01.2022 થી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલમાં મુકનાર દેશના પ્રથમ શહેર તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું છે. સુરત શહેરમાં ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ વધે તે માટે સુરત મહાનગરપાલિકા હંમેશા પ્રયત્નશીલ રહી છે. તાજેતરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને 25 સાર્વજનિક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત અને શરૂ પણ કર્યા છે જે તેનો એક પુરાવો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરર્સ પાસેથી સીધું ડિસ્કાઉન્ટ મેળવીને સુરત મહાનગર પાલિકાના કર્મચારીઓ પણ આ અભિયાનમાં ભાગ લઈ શકશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન કર્મચારીઓને ઈ-વાહન ખરીદવા માટે સસ્તી લોન આપશે

નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે સુરત ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની દિશામાં ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને આ માટે સુરત મહાનગરપાલિકા પણ ખુબ પ્રયત્નશીલ રહી છે. તેમના દ્વારા આ ઇનીસેટીવ અપનાવવામાં આવ્યું છે કે કોર્પોરેશનના કર્મચારીઓ પણ વધુને વધુ ઇલેક્ટ્રિક વાહનો ખરીદે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને રાહત દરે ઇલેક્ટ્રિક વાહનો મળી શકે છે અને મહાનગરપાલિકાની ક્રેડિટ સોસાયટીના કર્મચારીઓ દ્વારા ઝીરો ડાઉન પેમેન્ટ પર લોન આપવાની યોજના છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 149 કર્મચારીઓએ દિવાળી નિમિત્તે ઈલેક્ટ્રિક વાહનોનું બુકિંગ કરીને શહેરમાં વાહનોનું પ્રદૂષણ ઘટાડવા અને વડાપ્રધાનની હાકલ પર સુરતને દેશનું પ્રથમ ઈલેક્ટ્રિક વ્હીકલ સિટી બનાવવા માટે સહકાર આપ્યો છે.

પ્રદુષણ ઘટાડવા માટે શહેરીજનોને અમૂલ્ય યોગદાન આપવા અપીલ :

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ સિટી ઈજનેર ખટવાણી દ્વારા તમામ નાગરિકોને દિવાળીના આ અવસર પર ઈલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે છે, શહેરમાં વાહનોના કારણે ફેલાતું પ્રદૂષણ ઘટાડવા પીએમ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે પણ ઈલેક્ટ્રિક વાહનોનો મહત્તમ ઉપયોગ કેવા અમીલ કરવામાં આવી છે.

Published On - 9:42 am, Sat, 22 October 22