સુરતમાં અગ્નિકાંડની તપાસનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપાયો, રિપોર્ટમાં થયા આ ચોંકાવનારા ખુલાસા
સુરતમાં 22-22 માસૂમો ભરખી જનાર આગની ઘટના મામલે થયો છે ચોંકાવનારો ખુલાસો. અધિકારીઓની ઘોર બેદરકારની કારણે સુરતમાં ક્લાસીસમાં 22 વિદ્યાર્થીઓના જીવ ગયા. સુરત તક્ષશીલા ક્લાસીસમાં લાગેલી આગ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપેલા રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે. શહેરી વિભાગના અગ્રસચિવ મુકેશ પૂરીએ સોંપેલા પ્રાથમિક તપાસના રિપોર્ટમાં ખુલ્યું છે કે, જ્યારે આગ લાગી ત્યારે ક્લાસીસનો દરવાજો અને […]
સુરતમાં 22-22 માસૂમો ભરખી જનાર આગની ઘટના મામલે થયો છે ચોંકાવનારો ખુલાસો. અધિકારીઓની ઘોર બેદરકારની કારણે સુરતમાં ક્લાસીસમાં 22 વિદ્યાર્થીઓના જીવ ગયા. સુરત તક્ષશીલા ક્લાસીસમાં લાગેલી આગ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપેલા રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે. શહેરી વિભાગના અગ્રસચિવ મુકેશ પૂરીએ સોંપેલા પ્રાથમિક તપાસના રિપોર્ટમાં ખુલ્યું છે કે, જ્યારે આગ લાગી ત્યારે ક્લાસીસનો દરવાજો અને બીજી સીડી બંધ હતી. જે સીડી કાર્યરત હતી તે લોખંડની સીડી પર વૂડન લગાવવામાં આવ્યું હતું. તો ક્લાસીસમાં બેસવા માટે ટાયર મુક્યા હતા. ટાયરના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનું ખુલ્યું છે. ધૂમડા પણ વધુ થતા ગુંગળામણના કારણે અનેક લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
પરંતુ જો બીજી સીડી ચાલુ હોત તો અનેક વિદ્યાર્થીઓના જીવ બચી ગયા હોત. મનપાના અધિકારીઓએ જેતે સમયે સ્થળ તપાસ ન કરતા આ સમગ્ર ઘટના બની અને લોકો મોતને ભેટ્યા. તો આ ઇમારતની ત્રણ માળની મંજૂરી માટેની ઇમ્પેક્ટ ફી ભરવામાં આવી હતી પરંતુ ત્રણ માળની ઉપર એક ડોમ બનાવાયો હતો જ્યાં આર સી સી ની સીડી નહોતી. પરંતુ નાનકડી લોખંડની સીડી હતી. ફાયર સેફ્ટીની મંજૂરી લીધા વગર ક્લાસીસ બેરોકટોક ધમધમતું હતું.
આ પણ વાંચોઃ એક જમાનામાં બોલરોની ઊંઘ ઉડાવનારા તૂફાની બેસ્ટમેન સનથ જયસૂર્યાની ટોરેન્ટોમાં થઈ મોત?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ઘટનાની હજુ ઊંડાઈથી તપાસ કરાશે અને જે કોઈ જવાબદાર હશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે એટલું જ નહીં. વીજ કંપનીઓને સાથે રાખીને નિયમોમાં કે કાયદામાં ફેરફારો કરવાની દિશામાં પણ વિચારવામાં આવશે. ટૂંકમાં આ ઘટનામાં માત્ર સ્કૂલ સંચાલક અને બિલ્ડર જ દોષી નથી પરંતુ સુરત મનપાનો પણ આ ઘટનામાં મોટો હાથ હોવાની અગ્ર સચિવે પોલ ખોલી છે.