સુરત : નશામાં ધૂત પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો, જુઓ વાયરલ વીડિયો
સુરત : પોલીસ જવાનનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નશામાં ભાન ભૂલેલા પોલીસકર્મીની હરકત ખાખીની ગરિમાને દાગ લગાડે તેવી નજરે પડી રહી છે. દારૂના નશામાં ધૂત પોલીસ જવાને હાથ લારીને ઉડાવી હતી.
સુરત : પોલીસ જવાનનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નશામાં ભાન ભૂલેલા પોલીસકર્મીની હરકત ખાખીની ગરિમાને દાગ લગાડે તેવી નજરે પડી રહી છે. દારૂના નશામાં ધૂત પોલીસ જવાને હાથ લારીને ઉડાવી હતી.
કારમાં સવાર પોલીસ જવાને નશામાં લારીને મારી ટક્કર મારી હતી. સદનસીબે લારી ચલાવતા યુવાનને કોઈ ખાસ ઈજાઓ પહોંચી ન હતી. નશામાં ધૂત પોલીસ જવાનને લોકોએ અટકાવ્યો હતો.
અન્ય રાહદારીઓ સાથે પણ પોલીસ જવાનનું ગેરવર્તન સામે આવ્યું હતું. સુરતના સહારા દરવાજા વિસ્તારના નામે વિડીયો વાયરલ થયો છે. જે અંગે તપાસની માંગ ઉઠી છે.
આ પણ વાંચો : સુરત : કોસંબામાં પાર્ક બિનવારસી થ્રી વ્હીલર ટેમ્પોમાંથી 500 કિલો ગાંજો મળી આવ્યો, જુઓ વીડિયો
Latest Videos