સુરત : પ્રિયજનો સાથે દિવાળી ઉજવવા વતન જવા લોકોની પડાપડી, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત વધારાયો

સુરત : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સુરત વિભાગ દ્વારા અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલના મુસાફરો માટે દિવાળી પૂર્વે 400 કરતા વધુ વધારાની બસો રવાના કરવામાં આવી છે.

સુરત : પ્રિયજનો સાથે દિવાળી ઉજવવા વતન જવા લોકોની પડાપડી, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત વધારાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2023 | 12:47 PM

સુરત : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સુરત વિભાગ દ્વારા અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલના મુસાફરો માટે દિવાળી પૂર્વે 400 કરતા વધુ વધારાની બસો રવાના કરવામાં આવી છે.

તે જ સમયે ચાલુ ટિકિટ સાથે મુસાફરી કરતા મુસાફરો માટે બસો હજુ પણ કાર્યરત છે. ટ્રેનમાં ચઢવાની ભગદડનીઘટના બાદ બસ માટે પણ મુસાફરોની ભીડને કાબુમાંરાખવા પ્રયાસ વધારવામાં આવ્યા છે.

સુરત એસટી વિભાગ દ્વારા જણાવાયું હતું કે દિવાળીના તહેવારને કારણે 7 થી 11 નવેમ્બર દરમિયાન વધારાની બસો ચલાવવામાં આવી રહી હતી. એડવાન્સ ગ્રુપ બુકિંગ અને ઓનલાઈન દ્વારા 760 બસોનું બુકિંગ થઈ ચૂક્યું છે. જેના કારણે સુરત એસટી વિભાગને અંદાજે 1.5 કરોડની આવક થઈ છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં નંબર-1 ભારતીય બોલરની કારકિર્દી ખતમ થશે?
TATA અથવા BYEનું ફુલફોર્મ શું છે ?
પતિ સુપરસ્ટાર તો પત્નીનું બિઝનેસ જગતમાં છે મોટું નામ, જુઓ ફોટો
ફાટેલી એડીયો પર લગાવો આ વસ્તુ, મુલાયમ થઈ જશે ત્વચા
ફ્લાઇટની લેન્ડિંગ વખતે વિન્ડો શા માટે બંધ નથી કરવા દેતી ઍર હોસ્ટેસ?
જાણો ફણસી ખાવાથી શું થાય છે ફાયદો ?

7 નવેમ્બરના પ્રથમ દિવસે, 49 વધારાની બસો ચલાવવામાં આવી હતી, જેમાં 2495 મુસાફરોએ મુસાફરી કરી હતી અને વિભાગને 8,65,962 રૂપિયાની કમાણી થઈ હતી. 8 નવેમ્બરે બીજા દિવસે 203 બસો દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત ગુરૂવારે ગ્રૂપ બુકિંગ માટે 120, ઓનલાઈન બુકિંગ માટે 51 અને ચાલુ બુકિંગવાળા મુસાફરો માટે 70 સહિત કુલ 241 બસોને ગુરુવારે અલગ-અલગ સ્થળોએ મોકલવામાં આવી છે. વધુમાં ઉમેર્યું  કે વધારાની બસો મોડી રાત સુધી ચાલુ રહેશે, જેના કારણે બસોની સંખ્યામાં ફેરફાર શક્ય છે.

સરકારી વિભાગ અનુસાર દિવાળી અને છઠના તહેવારો પર ઘરે આવતા લોકોની મુસાફરીને સરળ બનાવાવ પ્રયાસ કરાયો છે. યોગી સરકાર દ્વારા પણ યુપી જનારા લોકો માટે વધારાના પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે દિવાળી છે અને છઠ 19 નવેમ્બરે છે. જેને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહાર નિગમ દ્વારા રાજ્યના લોકોને સારી પરિવહન સુવિધા મળી રહે તે માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

દિવાળીના તહેવારની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જુએ છે. લોકો એક અઠવાડિયું અગાઉથી તૈયારી કરવા લાગે છે. મોટી દિવાળીની રાત્રે ચારેબાજુ ઉજ્જવળ અને ચકચકિત વાતાવરણ હોય છે. માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ઘરો, દુકાનો વગેરે દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠે છે. દરેક વ્યક્તિ આ તહેવારને પોતાના પ્રિયજનો સાથે ઉજવવા વતન જવા ઈચ્છતો હોય છે જેથી બસ અને ટ્રેનમાં ખુબ ભીડ જોવા મળે છે. સુરતમાં આ ભીડમાં દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમ્યુકો.માં હવે ઢોલ પર રાજનીતિ, વિપક્ષે ઢોલ વગાડી સુવિધા આપવા કરી માગ
અમ્યુકો.માં હવે ઢોલ પર રાજનીતિ, વિપક્ષે ઢોલ વગાડી સુવિધા આપવા કરી માગ
કીમ સ્ટેશન પર દાદર-પોરબંદર એક્સપ્રેસના પૈડા પાટા પરથી ઉતરી ગયા
કીમ સ્ટેશન પર દાદર-પોરબંદર એક્સપ્રેસના પૈડા પાટા પરથી ઉતરી ગયા
ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર
ખોખરામાં આબેડકરની પ્રતિમાને ક્ષતિ પહોંચાડનારા બે ની ધરપકડ, 3 હજુ ફરાર
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા
રખિયાલમાં લુખ્ખાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર, 3થી વધુ મકાનો તોડ્યા
ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી
ધોરાજીમાં ડુંગળીના મબલખ આવક છતા ભાવ તૂટતા ખેડૂતોની મુશ્કેલી વધી
સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત
સરકારે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાની કરી જાહેરાત
Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
Surat : લાલગેટ વિસ્તારમાં દવાના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અમદાવાદ - ઇન્દોર હાઈવે પર લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
અમરેલીમાં વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">