Surat : આકરી ગરમીને કારણે પીવાના પાણીમાં છેલ્લા એક મહિનાથી 50 એમએલડીનો વધારો

|

Apr 11, 2022 | 9:56 AM

પાણીની (Water ) ગુણવત્તા અને પુરવઠો જાળવી રાખવા માટે પણ સુરત મનપાના હાઇડ્રોલિક વિભાગે અત્યારથી જ તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે. તેના માટે જરૂર લાગે તો સિંચાઈ વિભાગ સાથે તાપીમાં પાણી છોડવા માટે પત્ર પણ લખવામાં આવશે. 

Surat : આકરી ગરમીને કારણે પીવાના પાણીમાં છેલ્લા એક મહિનાથી 50 એમએલડીનો વધારો
Usage of water increased in summer (Symbolic Image )

Follow us on

શહેરમાં(Surat ) ભારે ગરમીના કારણે માર્ચ માસમાં જ પાણીની(Water ) ખપતમાં એવરેજ 50 એમએલડીનો વધારો નોંધાયો છે. શહેરમાં એવરેજ 1300 એમએલડી પાણીનો વપરાશનો(Usage ) આંકડો નોંધાતો હતો પરંતુ પાછલા એક માસમાં સતત 1350 એમએલડીથી વધુ પાણીનો ઉપયોગ થઇ રહ્યો છે. સદભાગ્યે નદીમાં રો-વોટરની ગુણવત્તા હજી બગડી નથી અને વિયર પાસે પાણીની સપાટી ઉકાઇમાંથી બે અઠવાડિયા પહેલા ડિસ્ચાર્જ કરવામાં આવેલ પાણીના જથ્થાને કારણે પાંચ મીટરથી ઉપર જળવાઇ રહી છે.

ભારે ગરમીના કારણે શહેરમાં પાણીના ખપતમાં નોંધપાત્ર વધારો નોંધાઇ રહ્યો છે. સામાન્ય રીતે દરવર્ષે 15 એપ્રિલ બાદ મે ના અંત સુધી પાણીના સપ્લાયના આંકડામાં એવરેજ કરતાં 30-40 એમએલડીનો વધારો દર વર્ષે જોવામાં આવે છે, પરંતુ આ વખતે માર્ચ મહિનાથી જ મનપા દ્વારા સપ્લાય કરાતાં પાણીના જથ્થાનો એવરેજ આંકડો 1350 એમએલડીનો ક્રોસ કરી ગયો છે. ગરમીનો પારો હજુ વધવાની શક્યતાને પગલે પાણીની ખપતમાં હજુ વધારો થશે તેવી શક્યતા છે.

મે ના મધ્ય સુધી ગરમીનો પારો આ જ રીતે યથાવત રહે તો પાણીની ખપતનો આંકડો 1400 એમએલડી સુધી પહોંચી શકે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. હાઇડ્રોલિક વિભાગના સૂત્રો મુજબ, વિયર પાસે પાણીની સપાટી પાંચ મીટરથી ઉપર ટકી રહે તો રો-વોટરની ક્વોલિટી બગડવાની શક્યતા પ્રમાણમાં ઓછી છે તેથી તંત્ર દ્વારા વિયર પાસે પાણીની સપાટી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સામાન્ય રીતે 15 એપ્રિલ બાદ મે ના અંત સુધી દર વર્ષે પાણીની ખપતમાં વધારો નોંધાઇ છે, પરંતુ ચાલુ વર્ષે માર્ચના મધ્યથી જ આ ટ્રેન્ડ શરુ થઇ ગયો રો-વોટરની ગુણવત્તા બગડી ન હોવાથી મનપાને રાહત થઈ છે. જોકે આવનારા દિવસોમાં હજી ગરમી પડવાના એંધાણ હોય પાણીની ગુણવત્તા અને પુરવઠો જાળવી રાખવા માટે પણ સુરત મનપાના હાઇડ્રોલિક વિભાગે અત્યારથી જ તૈયારી કરી હોવાનું જાણવા મળ્યું છે. તેના માટે જરૂર લાગે તો સિંચાઈ વિભાગ સાથે તાપીમાં પાણી છોડવા માટે પત્ર પણ લખવામાં આવશે.

આ પણ વાંચો-SURAT : NGO દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલના રોજ અનોખો ગીનીસ બુક ઓફ રેકોર્ડ બનાવવાની તૈયારી

આ પણ વાંચો-ડર્ટી પોલિટીક્સઃ રાદડિયા સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે સરકાર હરીફ જૂથને પ્રોત્સાહન પણ આપી રહી છે અને કાર્યવાહી પણ નથી કરતી!

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article