Surat : પેઢીમાં કામ કરતા કર્મચારીનું કારસ્તાન, પુણામાં આંગડિયા પેઢીનો કર્મચારી રૂપિયા 44 લાખ લઇ રફુચક્કર
છેલ્લા 10 વર્ષથી તેમની આંગડિયા પેઢીમાં( Angadia firm) અરવિંદભાઇ સોમાજીભાઇ પ્રજાપતિ કામ કરતો હોવાથી તે પેઢીનો વિશ્વાસુ કર્મચારી હતો. તારીખ 6 એપ્રિલ ના રોજ સવારે તેની જ સોસાયટીમાં રહેતા ગીમાજીભાઈના ઘરેથી તેની એક્ટિવા બાઈક લઇ સરગમ પાર્કમાં રહેતા જિનાજીભાઈના ઘરે ગયો હતો. જ્યાંથી તે રોકડા રૂપિયા 44 લાખ લઇ ભવાનીવાડ ખાતે આવેલ રમેશકુમાર પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગડીયા પેઢીએ જવા માટે નીકળ્યો હતો.
સુરતના(Surat)પુણામાં આઈમાતા રોડ પર આવેલ સરિતા વિહાર સોસાયટીમાં રહેતો યુવાન બાજુમાં આવેલ સરગમ પાર્ક સોસાયટીમાંથી આંગડિયા પેઢીના માલિકના ઘરેથી રોકડા રૂપિયા 44 લાખ લઇ મહિધરપુરામાં આવેલ પેઢીની ઓફિસે જવા માટે નીકળ્યો હતો. પરંતુ આ યુવક પેઢીએ પહોંચવાની જગ્યાએ બારોબાર પૈસા લઇ રફુચક્કર(Run Away)થઇ ગયો હતો. પેઢીના માલિક ઓફિસે પહોંચ્યા ત્યારે જાણ થઇ હતી કે કર્મચારી પૈસા લઈને હજુ સુધી આવ્યો નથી. તેને ફોન કરતા ફોન બંધ આવ્યો હતો. બાદમાં પૈસા ચોરી પલાયન થઇ ગયો હોવાની જાણ થતા પેઢીના ભાગીદારે પુણા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગત એવી છે કે પુણા આઈમાતા રોડ પર આવેલ સરગમ પાર્ક સોસાયટીમાં રહેતા જિનાજીભાઈ કાળુજીભાઈ પ્રજાપતિ મુંબઈના હકમાજી ઊકાજી પ્રજાપતિ સાથે સુરતમાં રમેશકુમાર પ્રવિણકુમાર એન્ડ કંપની નામની આંગડિયા પેઢી ચલાવે છે. સુરત શહેરમાં ગીમાજી અચલાજી પ્રજાપતિ પણ તેમના પેઢીમાં પાર્ટનર છે. મહિધરપુરામાં હરિપુરા ભવાની વાડ ખાતે તેમની પેઢીની ઓફિસ આવેલી છે.
ગિનાજીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અરવિંદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
છેલ્લા 10 વર્ષથી તેમની આંગડિયા પેઢીમાં અરવિંદભાઇ સોમાજીભાઇ પ્રજાપતિ કામ કરતો હોવાથી તે પેઢીનો વિશ્વાસુ કર્મચારી હતો. તારીખ 6 એપ્રિલ ના રોજ સવારે તેની જ સોસાયટીમાં રહેતા ગીમાજીભાઈના ઘરેથી તેની એક્ટિવા બાઈક લઇ સરગમ પાર્કમાં રહેતા જિનાજીભાઈના ઘરે ગયો હતો. જ્યાંથી તે રોકડા રૂપિયા 44 લાખ લઇ ભવાનીવાડ ખાતે આવેલ રમેશકુમાર પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગડીયા પેઢીએ જવા માટે નીકળ્યો હતો. જોકે આ દરમિયાન તે આંગડિયા પેઢી પર ન પહોંચી બાઈક અને રોકડા રૂપિયા 44 લાખ લઇ ફરાર થઇ ગયો હતો. બાદમાં ગિનાજી પેઢીએ પહોંચતા હકીકતની જાણ થતા તેમણે અરવિંદને ફોન કરતા ફોન બંધ આવ્યો હતો. બનાવને પગલે ગિનાજીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અરવિંદ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાંડેસરામાં પણ ભાગીદારે 49 લાખની મશીનરી પચાવી પાડતા પોલીસ ફરિયાદ
આ જ પ્રમાણે પાંડેસરા વિસ્તારમાં રહેતા બિહારના યુવાન સાથે ભાગો ખાતે રહેતા યુવાને ભાગીદારીમાં પેઢી શરુ કરી હતી. ચાર વર્ષ પહેલા બિહારના યુવાનની વતનમાં માતાની તબિયત ખરાબ થતા તે વતન ગયો હતો. આ તકનો લાભ લઇ ભાગીદાર યુવાને ઉધના ખાતે આવેલ ખાતામાંથી રૂપિયા 48.75 લાખના મશીનો પાંડેસરામાં પોતાની પેઢીમાં ખસેડી દીધા હતા. જોકે બાદમાં બિહારથી યુવાન પરત આવતા પોતાને કઈ ખબર ન હોવાનું કહી તથા ભાગીદાર પેઢીનો પણ કોઈ હિસાબ ન આપી ઠગાઈ કરતા ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેઓએ અવારનવાર મનીષને મશીનરી આપવા અને ભાગીદારી પેઢીનો હિસાબ આપવા કહ્યું હતું. પરંતુ મનીષે એકપણ રૂપિયાનો હિસાબ નહિ આપી અને મશીનરી પણ નહીં આપી ઠગાઈ કરી હતી. જેથી આખરે બાદમાં મહેશકુમારે ગતરોજ પાંડેસરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ધોરણ-10નું હિન્દીનું પેપર વાયરલ થવા મુદ્દે કોંગ્રેસના પ્રહાર, પેપર ફૂટવું તે શિક્ષણ વિભાગ માટે શરમજનક વાતઃ કોંગ્રેસ
આ પણ વાંચો : CNGના ભાવ વધારા સામે રીક્ષા ચાલકો આક્રમક, રીક્ષા ચાલકોએ 15 એપ્રિલે એક દિવસીય હડતાળની જાહેરાત કરી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો