SURAT : NGO દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલના રોજ અનોખો ગીનીસ બુક ઓફ રેકોર્ડ બનાવવાની તૈયારી
વિકાસશીલ ભારત વિષય પર 250 વક્તાઓએ સતત 24 કલાક સ્પીચ આપશે. તેઓ વર્લ્ડ રેકોર્ડ (Guinness Book of World Records) થકી ભારતના વિકાસની વાતને લોકો સુધી પહોંચાડશે. આખા ભારતમાંથી વક્તાઓ રેકોર્ડમાં ભાગ લેવા સુરત આવ્યા છે.
સુરતની (SURAT )એક એનજીઓ (NGO) દ્વારા આગામી તારીખ 9 અને 10 એપ્રિલના રોજ સુરતમાં અનોખો ગીનીસ બુક ઓફ રેકોર્ડ (Guinness Book of World Records)બનાવવામાં જઇ રહી છે. વિકાસશીલ ભારત વિષય પર 250 વક્તાઓએ સતત 24 કલાક સ્પીચ આપશે. તેઓ વર્લ્ડ રેકોર્ડ થકી ભારતના વિકાસની વાતને લોકો સુધી પહોંચાડશે. આખા ભારતમાંથી વક્તાઓ રેકોર્ડમાં ભાગ લેવા સુરત આવ્યા છે. આયોજક પૂજા વ્યાસે જણાવ્યું કે ભૂતકાળમાં 2018માં જ્યારે નરેન્દ્ર મોદીને મળ્યા હતા. ત્યારે તેમણે નવો રેકોર્ડ લોકોને સાથે રાખીને કરવાની પ્રેરણા આપી હતી. બાદમાં નવો આઇડીયા આવ્યો હતો.
પૂજા વ્યાસે ઉમેર્યું હતું કે અમે નવો રેકોર્ડ બનાવવા માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સાથે વાટાઘાટો શરૂ કરી હતી. ગીનીસ બુક મોસ્ટ પીપલ ઇન લેવામાં આવ્યું હતું. સંસ્થાએ વીડિયો બાઇટ લીધી હતી. લોકોની મોક ટેસ્ટ લીધી હતી. 35થી વધુ લોકોને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. વિકાસશીલ ભારતના મુદ્દાની શોધ કરવા પોલીટીકલ બોડી , ગેઝેટડ ઓફિસ , સરકારી વેબસાઇટનો સહારો લેવામાં આવ્યો હતો. વિકાસશીલ ભારત વિષય પર જુદા જુદા મુદ્દાઓ શોધવા અઘરુ કામ હતું.
આ કાર્યક્રમના અન્ય આયોજકે જણાવ્યું કે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પાર્ટીસીપેટ શોધવા ખૂબ અઘરા હતા. સ્પીકર શોધવાનું કામ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરુ હતું. સામાન્ય રીતે લોકો એવું માને છે કે તેઓ બોલી શકે છે. પરંતુ જાહેરમાં બોલવું અને ચોક્કસ વિષય પર બોલવું ખૂબ અઘરું છે. રેકોર્ડમાં ભાગ લેવા માટે 600 લોકોએ અરજી કરી હતી. વીડિયો કોલ , વિડીયો ફોન મારફતે અરજીને સ્કુટીનાઈઝ કરવામાં આવી હતી. અનેક લોકોને ના પાડવામાં આવી હતી. જાહેરમાં કેવી રીતે બોલવું વિષય પર શું બોલવું , વિષયની પસંદગી , વિષયના ભાગ પાડવા , વિકાસશીલ ભારતના મુદ્દા કેવી રીતે શું કરવા, વગેરેની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં દરેકનું પ્રેઝન્ટેશન આ 250 સ્પીકર પાસે અલગ અલગ મુદ્દાઓ હતા. ટાઇમ મેનેજમેન્ટ , ટીમ બિલ્ડીંગ , ઇવેન્ટ મેનેજમેન્ટ , રેકોર્ડમાં ખૂબ મહત્ત્વનું છે . રેકોર્ડને ચોપડે લાવવા ગીનીસ બુક સાથે 100 ઇ – મેઇલ દ્વારા કોમ્યુનિકેશન કરવામાં આવ્યું હતું. 9 અને 10 મી એપ્રિલે મોદીના વિકાસશીલ ભારત વિષય પર 24 કલાકમાં 250 થી વધુ વ્યક્તિઓ 250 થી વધુ વિષયો ઉપર નોન સ્ટોપ વક્તવ્યથી નવો ગીનીસ બુક ઓક વર્લ્ડ રેકોર્ડ નોંધાશે.
આ પણ વાંચો :નર્મદા : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વિદિવસીય નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો
આ પણ વાંચો :રાજ્યમાં 954 સેન્ટર પર લોકરક્ષક દળની પરીક્ષા લેવાશે, 2.95 લાખ ઉમેદવારને કોલ લેટર ઈશ્યુ કરાયા