ડર્ટી પોલિટીક્સઃ રાદડિયા સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે સરકાર હરીફ જૂથને પ્રોત્સાહન પણ આપી રહી છે અને કાર્યવાહી પણ નથી કરતી!
બેંક દ્વારા 900 જેટલી ભરતી કરવામાં આવી હોવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ નિતીન ઢાંકેચા દ્વારા કરવામાં આવ્યો છે. નિતીન ઢાંકેચા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમારી પાસે પુરાવા છે જે અંગે આગામી દિવસોમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
રાજકોટ (Rajkot) જિલ્લાના સહકારી ક્ષેત્ર (Cooperative sector) માં બે જૂથ આમને સામને છે. રાજકોટ જિલ્લા સહકારી બેંક સામે નિતીન ઢાંકેચા ગ્રુપ દ્વારા ભ્રષ્ટાચાર (corruption) નો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. બેંકમાં 900 જેટલા કર્મચારીઓની ભરતી રૂપિયા લઇને કરવામાં આવતી હોવાનો જયેશ રાદડિયા (Jayesh Radadia) ના હરીફ જુથ દ્વારા લગાડવામાં આવ્યો છે.આ અંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને રાજ્ય સરકાર (government) ના મંત્રીઓને રજૂઆત કરવા છતા પણ કોઇ તપાસ ન થતાં હવે હરીફ જૂથ દ્રારા 15 દિવસમાં તપાસ નહિ થાય તો હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરવાની ચીમકી આપી છે.
આ અંગે નિતીન ઢાંકેચાએ કહ્યું હતું કે જિલ્લા બેંકમાં ઘણાં સમયથી ભરતીમાં કૌંભાડ ચાલી રહ્યું છે,બેંકમાં રૂપિયા લઇને નોકરી આપવામાં આવી રહી છે.૪૦ થી ૪૫ લાખ રૂપિયા લઇને પટ્ટાવાળાની નોકરી આપવામાં આવી રહી છે પટ્ટાવાળામાં ભરતી કરીને પ્રમોશન આપવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, બેંક દ્વારા 900 જેટલી ભરતી કરવામાં આવી હોવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ નિતીન ઢાંકેચા દ્વારા કરવામાં આવ્યો છે. નિતીન ઢાંકેચા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમારી પાસે પુરાવા છે જે અંગે આગામી દિવસોમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
હાઇકોર્ટમાં પિટીશન પહેલાની તમામ પ્રક્રિયા અમે પૂર્ણ કરીએ છીએ-પરસોતમ સાવલિયા
આ અંગે માર્કેટીંગ યાર્ડના ડાયરેક્ટર અને સહકારી આગેવાન પરસોતમ સાવલિયાએ કહ્યું હતું કે હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરતા પહેલા તબક્કાવાર રજૂઆત કરવી પડે છે. જે અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે.અમારી પાસે રજૂઆત આવી છે જેને લઇને અમે સરકાર સુધી ફરિયાદ કરી છે.
સરકાર પણ આક્ષેપ કરનારને પ્રોત્સાહન આપી રહી છે ?
આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે અને જયેશ રાદડિયા કદ્દાવર નેતા છે જેથી વિધાનસભાની ચૂંટણીમામ પદ અને ટિકીટને લઇને રાદડિયાને અંકુશમાં રાખવા માટે રાદડિયા વિરુદ્ધના જુથને પ્રોત્સાહન આપી રહી છે અને રાદડિયા નારાજ ન થાય તે માટે કોઇ કાર્યવાહી પણ નથી કરી રહી.
આ પણ વાંચોઃ Rajkot: ગરમ મસાલો ખરીદતા પહેલા સાવધાન, આરોગ્ય વિભાગની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
આ પણ વાંચોઃ Vadodara: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા: વડોદરા એરપોર્ટ પર સ્વાગત કરાયું
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો