ઈડર પોલીસ સ્ટેશનમાં PI ની ચેમ્બરમાં ઘુસી ઈન્સપેક્ટર પર હુમલો કરનાર બે આરોપીને SOG એ જેસોરના જંગલમાંથી ઝડપ્યા

ઈડર પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે પાંચેક માણસોને લઈ આવીને આરોપી શખ્શે તોડફોડ મચાવી પોલીસ ઈન્સ્પેક્ટરની ચેમ્બરમાં ઘુસી જઈને PI અને કોન્સ્ટેબલને ફેંટો મારી હતી. પીઆઈ સહિતના પોલીસ કર્મીઓને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

ઈડર પોલીસ સ્ટેશનમાં PI ની ચેમ્બરમાં ઘુસી ઈન્સપેક્ટર પર હુમલો કરનાર બે આરોપીને SOG એ જેસોરના જંગલમાંથી ઝડપ્યા
SOG ટીમ આરોપીને જંગલમાંથી ઝડપી લાવી
Follow Us:
| Updated on: Jul 20, 2022 | 9:58 PM

ગત 6 જૂલાઈના રોજ બપોરે એક શખ્શ પાંચેક લોકો સાથે ઈડર પોલીસ સ્ટેશન (Idar Police) માં આવી પહોંચ્યો હતો. સખ્શે પોલીસની સાથે અયોગ્ય વર્તન કરવા સાથે પોલીસ સ્ટેશન ઈન્સ્પેક્ટરની ચેમ્બરમાં ઘુસી જઈને PI ને જેમ તેમ ગાળો બોલીને ફેંટ મારી હતી, તેમજ ઈડર પોલીસના હેડ કોન્સ્ટેબલને પણ ફેંટો મારી હતી. આમ પોલીસ પર પોલીસ મથકમાં જ હુમલો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે પોતાના જ પોલીસ મથકમાં ઘટેલી ઘટનાની ફરીયાદ પોલીસ સ્ટેશમાં ઘટનાના બે કલાક બાદ નોંધી હતી. ઘટના બાદથી આરોપી ભગીરથસિંહ સિસોદીયા અને તેમના સાગરીતો પોલીસની ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ દરમિયાન સાબરકાંઠા પોલીસે પણ LCB અને SOG ની ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન SOG ને બાતમી મળી હતી અને એ મુજબ બે આરોપીઓને બનાસકાંઠાના જંગલમાંથી છુપાયેલ ઝડપી લીધા હતા.

ઘટના બાદ થી જ સાબરકાંઠા પોલીસે આરોપીઓને ઝડપી લઈને આકરી કાર્યવાહી કરવા માટે થઈને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. એલસીબીની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને આરોપીને ઝડપથી જેલને હવાલે કરવા માટે આકાશ પાતાળ એક કરવુ શરુ કર્યુ હતુ. આ માટે આરોપી શખ્શોની અને ખાસ કરીને મુખ્ય આરોપી ભગીરથસિંહ સિસોદીયાને ભાળ મેળવવા માટે બાતમીદારો અને ટેક્નીકલ સર્વેલન્સથી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એસઓજીની ટીમ પણ આરોપીઓને શોધવા માટે કામે લાગી હતી.

જેસોરના જંગલમાં પર્વત પર છુપાયા હતા

એસઓજી પીઆઈ પ્રહલાદસિંહ વાઘેલા અને તેમની ટીમ દ્વારા આરોપીઓની શોધ ચલાવી રહી હતી. એ દરમિયાન કેટલીક કડીઓ આરોપી સુધી પહોંચવા માટેની મળી આવી હતી. પીઆઈ પ્રહલાદસિંહ વાઘેલાની બાતમી આધારે એસઓજીની ટીમના પસંદગીના કર્મીઓની ટીમ સાબરકાંઠા એસપી વિશાલકુમાર વાઘેલાના માર્ગદર્શન મુજબ બનાસકાંઠા રવાના થઈ હતી. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના જંગલોમાં પોલીસે વરસાદી માહોલ વચ્ચે આરોપીઓને શોઘવા માટેની શરુઆત કરી હતી. અને બાતમી મુજબના સ્થળે જંગલમાં છુપાયેલ ભગીરથસિંહ અને અમીરાજસિંહ જેતાવત બંને મળી આવ્યા હતા. બંનેને ઝડપી લઈને એસઓજીની ટીમે તેમને ઈડર પોલીસને સોંપ્યા હતા.

પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ
Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી

રીંછ ના વિસ્તારમાં આ બંને આરોપીઓ છુપાયેલા હતા. અમીરગઢના જેસોરના જંગલમાં આવેલ પર્વતો વચ્ચે જયરાજ પર્વત પર કેદારનાથ મંદીર નજીક બંને આરોપીઓ છુપાયેલા હતા. બંનેને કોર્ડન કરીને ઝડપી લેવામાં એસઓજીની ટીમને સફળતા મળી હતી. સાબરકાંઠા પોલીસે હવે બાકી રહેલા અન્ય ચાર આરોપીઓની પણ શોધ ખોળ શરુ કરી દીધી છે. જે આરોપીઓને પણ જલદીથી ઝડપી લેવાની આશા પોલીસને વર્તાઈ રહી છે.

ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
g clip-path="url(#clip0_868_265)">