Corona: કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ, ડેકોરેશન અને કેટરીંગના વ્યવસાયની હાલત કફોડી, બે વર્ષથી મરવા વાંકે જીવવાની પરિસ્થિતી

|

Jan 20, 2022 | 7:47 PM

લગ્ન અને મેળાવડા જેવા કાર્યક્રમોના આયોજન પાછળ બેન્ડ, ઘોડા, શણગાર, ડ્રેસિંગ, કેટરીંગ, લાઇટ અને ફુલ ડેકોરેશન સહિતના અનેક ધંધાર્થીઓ જોડાયેલા હોય છે. જેમના પરિવારોની હાલત કફોડી બની

Corona: કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ, ડેકોરેશન અને કેટરીંગના વ્યવસાયની હાલત કફોડી, બે વર્ષથી મરવા વાંકે જીવવાની પરિસ્થિતી
કોરોના કાળે અનેક ઉધોગ ધંધાને અસર પહોંચાડી છે, ત્રીજી લહેરમાં મંડપ-ડેકોરેશન વ્યવસાયને પ્રમાણમાં વધારે અસર પહોંચી છે

Follow us on

હાલમાં કોરોના (Covid19) ની ત્રીજી લહેરમાં ભલે કોરાના ગાઇડલાઇન આકરી ના બની હોય પરંતુ કોરોનાએ અનેક વ્યવસાયકારોની મુશ્કેલીઓ વધારી દીધી છે. માંડ માંડ બે વર્ષ બાદ હવે ઉભા થઇ રહેલા અનેક વ્યવસાયકારોની સ્થિતી સુધરતી જણાતી હતી ત્યાં હવે નવી લહેરની થપાટે આશાઓ તોડી નાંખી છે. ખાસ કરીને મંડપ અને ડેકોરેશનનના વ્યવસાય (Wedding Function Decoration Business) ને મોટો ફટકો વર્તમાન સમયમાં પડી રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી (Sabarkantha and Arvalli) જીલ્લામાં અનેક લગ્ન અને મેળવડાઓના આયોજન રદ થઇ રહ્યા છે.

ખાસ કરીને લગ્નસરાની સિઝન ઉતરાયણ બાદ કમૂરતાં ઉતરતા જ જામે તેવી આશા બંધાયેલી હતી પરંતુ એ પણ હવે પુરુ થઇ ચુક્યુ છે. કારણ કે કોરોનાની ત્રીજી લહેરની શરુઆતમાં અનેક પરિવારનો પોતાના શુભ પ્રસંગોને રંગે ચંગે યોજવાના અભરખાં પર પાણી ફરી ગયુ છે. તો બીજી તરફ તે આયોજન બંધ થવાને લઇને તેની પર નભનાર મંડપ અને ડેકોરેશન તેમજ ફુલોના શણગાર સહિતના અનેક પરિવારો પર મુશ્કેલીની આફત ઉતરી આવી છે.

મંડપ અને ડેકોરેશનના ધંધાર્થીઓ છેલ્લા બે વર્ષથી પરેશાન છે. ધંધો કોરોના પ્રોટોકોલને લઇને સાવ ખતમ થઇ જવા જેવી હાલતમાં હતો. ગત ડિસેમ્બર માસમાં હળવાશ રહેતા લગ્નસરા જામે એવો માહોલ ઉભો થયો હતો. ત્યાં જ હવે કમૂરતા ઉતરતા વેંત જ કોરોનાએ અનેક પરિવારો પર આફત ઉતરાવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ડિસેમ્બર પૂરબહાર રહેતા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વસંત ખિલવાની હતી આશા

સાબરકાંઠા જિલ્લા ડેકોરેશન એસોસિયેશનના પ્રમુખ અશોક સથવારાએ TV9 સાથે વાત કરતા કહ્યુ હતુ, 2000 થી 2200 જેટલા નાના મોટા જિલ્લામાં મંડપ અને ડેકોરેશનના સભ્યો જોડાયેલા છે. આમ જિલ્લામાં આટલા મોટા પરિવારોને સીધી અસર હાલમાં પહોંચી છે. હાલમાં પચાસ થી સાંઇઠ ટકા ઓર્ડરો કેન્સલ થયા છે.

ગુજરાત રાજ્ય મંડપ એસોસિએશન ના મહામંત્રી રાજુભાઇ પટેલે કહ્યુ હતુ કે, ચાલુ વર્ષે સિઝન સારી હોવાનો અંદાજ હતો અને જેને લઇને અમે મોટી ખરિદી કરી હતી. મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટા લગ્ન અને શુભ પ્રસંગોના આયોજનો હાલમાં બંધ થઇ રહ્યા છે. આમ ત્રીજા વર્ષે મોટો ફટકો વાગ્યો છે અને જેને લઇ ધંધા અને તેના વાહનોની લોનના હપ્તા ભરવા મુશ્કેલ બન્યા છે. 400 ની સંખ્યા હતી તો થોડુ ચાલતુ હતુ પરંતુ હવે 150 વ્યક્તિઓ જ હોઇ સમસ્યા છે.

એકલા સાબરકાંઠામાં જ 12 હજાર પરિવારોની સ્થિતી મુશ્કેલી ભરી

મંડપ અને ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા 2200 જેટલા સભ્યો છે. આમ આટલા પરિવારો સીધી રીતે જ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તો વળી બેન્ડ, ઘોડા, શણગાર, ડ્રેસિંગ, કેટરીંગ, લાઇટ અને ફુલ ડેકોરેશન સહિતના અનેક ધંધાર્થીઓ જોડાયેલા હોય છે. આમ નાના મોટા થઇને 12 થી 15 હજાર પરિવાર સ્વાભાવિક જોડાયેલા હોય છે. તેમજ તેમની સાથે તેમના કારીગરો અને શ્રમીકો જોડાયેલા હોય છે. જે પરિવારોની આર્થિક હાલત પણ કફોડી બની ચૂકી છે. નાના મોટા પાર્ટી પ્લોટ ધારકોની સ્થિતી પણ સળંગ ત્રીજા વર્ષે મુશ્કેલ બનવા જઇ રહી છે.

હાલમાં પાર્ટી પ્લોટો પણ સૂમસામ ભાસવા લાગ્યા છે અને હવે લગ્નની શરણાઇઓના સૂર પણ જાણે ઠંડા પડી ગયા છે. આવનારા દીવસો પણ હજુ કોરોનાની લહેર ધીમી પડે એની રાહ જોવામાં લગ્નસરાના તમામ ઉમંગ અને ઉત્સાહ ઓસરી જશે એ પણ નિશ્વિત છે.

 

આ પણ વાંચોઃ IND vs SA: ઓલરાઉન્ડર તરીકે સામેલ થવા છતાં છઠ્ઠા બોલર તરીકે વેંકટેશ અય્યરનો ઉપયોગ નહી કર્યાનો થયો ખુલાસો, ગબ્બરે કહી અજીબ નિર્ણયની વાત

આ પણ વાંચોઃ Novak Djokovic: રસી વિના કોરોનાનો ઈલાજ શોધવામાં નોવાક જોકોવિચ વ્યસ્ત, ફાર્મા કંપનીમાં કર્યું મોટું રોકાણ

 

Published On - 7:43 pm, Thu, 20 January 22

Next Article