Breaking News : રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી તમામ પદો પરથી આપ્યુ રાજીનામુ,અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાનો કર્યો હતો ઇનકાર

લોકસભા ચૂંટણીની ઘોષણા થઇ ગયા બાદ કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પર ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યુ હતુ. જો કે બાદમાં રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. પોતાના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણીનું મેદાન છોડ્યું હોવાનું કારણ આગળ ધર્યુ હતુ. જો કે હવે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી તમામ પદો પરથી આપ્યુ રાજીનામુ આપી દેતા કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો મળ્યો છે.

Breaking News : રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી તમામ પદો પરથી આપ્યુ રાજીનામુ,અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડવાનો કર્યો હતો ઇનકાર
Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Mar 22, 2024 | 12:54 PM

લોકસભા ચૂંટણીની ઘોષણા થઇ ગયા બાદ કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પર ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યુ હતુ. જો કે બાદમાં રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. પોતાના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણીનું મેદાન છોડ્યું હોવાનું કારણ આગળ ધર્યુ હતુ. જો કે હવે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી તમામ પદો પરથી આપ્યુ રાજીનામુ આપી દેતા કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો મળ્યો છે.

રોહન ગુપ્તા છેલ્લા 13 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હતા. અંતે આજે રોહન ગુપ્તાએ મલ્લિકાર્જુન ખરગેને પોતાનું રાજીનામું મોકલી આપ્યુ છે. મળતી માહિતી પ્રમાણે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યા બાદ કોંગ્રેસ નેતાઓ દ્વારા સતત તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા અથવા તેમની છબી ખરડવા માટે સતત સોશિયલ મીડિયા પર અથવા તો પર્સનલમાં પણ વાતો કરવામાં આવી રહી હતી. આ અંગેના આક્ષેપ રોહન ગુપ્તાએ અગાઉ મીડિયા સમક્ષ કરેલા છે.

રોહન ગુપ્તાએ કોંગ્રેસના કેટલાક નેતાઓને નિશાને લીધા

મીડિયાની સામે રોહન ગુપ્તાએ કોંગ્રેસના કેટલાક નેતાઓને નિશાને લીધા હતા. નેતાઓનું નામ તો ન લીધું, પરંતુ ગદ્દારીનું લેબલ આપનાર નેતાને રોહન ગુપ્તાએ ચેતવણી જરૂર આપી દીધી હતી. રોહન ગુપ્તાએ કહ્યું હતુ કે, ગદ્દારીના મેસેજ કરનાર જોઈ વિચારીને વાત કરે “મને કોઈએ પણ વફાદારીનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી”

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

બે દિવસ પહેલા ચૂંટણી લડવા કર્યો હતો ઇનકાર

બે દિવસ પહેલા રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા એક્સ દ્વારા ચૂંટણી લડવા માટે અસક્ષમ હોવાનુ જણાવ્યુ હતુ. રોહન ગુપ્તાએ જણાવ્યુ હતુ કે પિતાની અત્યંત કથળેલા સ્વાસ્થ્યને કારણે તેઓ અમદાવાદ પૂર્વ બેઠક પરથી તેમની ઉમેદવારી પરત ખેંચે છે અને આ સ્થિતિમાં નૈતિક રીતે તેઓ આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ હોવાનુ જણાવ્યુ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટી એ બેઠક પરથી જે કોઈપણ ઉમેદવાર જાહેર કરશે તેમને તેનું સંપૂર્ણ સમર્થન રહેશે.

અમિત નાયકની ચૂંટણી લડવા તૈયારી

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવા તૈયારી દર્શાવી છે. અમિત નાયકે કહ્યું કે પક્ષને જો જરૂર હશે તો ચોક્કસ તેઓ અમદાવાદ પૂર્વથી ચૂંટણી લડશે.

કોંગ્રેસની આંતરીક જુથબંધી પણ સપાટી પર આવી

અમદાવાદ પૂર્વ બેઠક ભાજપનો ગઢ છે. શહેરી વિસ્તારમાં ભાજપને હરાવવું ખુબ જ પડકારજનક છે, ત્યારે હવે કોંગ્રેસ અમદાવાદ પૂર્વ બેઠક માટે નવા ઉમેદવારની પસંદગી કરવી પડશે. રોહન ગુપ્તાના ચૂંટણી લડવાથી કરેલા ઈન્કારથી કોંગ્રેસની આંતરીક જુથબંધી પણ સપાટી પર આવી ગઇ છે…ત્યારે હવે અમદાવાદ પૂર્વ પર કોણ હશે કોંગ્રેસનો ઉમેદવાર તેના પર તમામ લોકોની નજર મંડાઇ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">