સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિની ફરી ચર્ચાઓ શરૂ, આ નામો છે ચર્ચામાં જો કે જાહેર થશે કે કેમ તે અંગે સસ્પેન્સ !

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂકની ઘડીઓ ગણાય રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા અઢી વર્ષથી ઇન્ચાર્જ કુલપતિ યુનિવર્સિટીનું સંચાલન કરી રહ્યા છે ત્યારે કાયમી કુલપતિ અંગે સર્ચ કમિટીએ રિપોર્ટ તૈયાર કર્યા બાદ હવે ત્રણ નામોની પેનલ મુખ્યમંત્રીને મોકલી દેવામાં આવ્યા છે. આ નામો પર રાજ્ય સરકાર અંતિમ મ્હોર આપશે કે પછી રિઝેક્ટ કરશે તેના પર સૌની નજર રહેલી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિની ફરી ચર્ચાઓ શરૂ, આ નામો છે ચર્ચામાં જો કે જાહેર થશે કે કેમ તે અંગે સસ્પેન્સ !
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 27, 2024 | 1:26 PM

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સર્ચ કમિટીની બેઠક ત્રણ વખત બેઠક મળી હતી. આ સર્ચ કમિટીમાં હરિયાણાની કુરૂક્ષેત્ર યુનિવર્સિટીના સોમનાથ સચદેવા,ડો.એમ.એન.પટેલ સહિત ત્રણ સભ્યોની કમિટી મળી હતી. આ કમિટીએ અલગ અલગ નામોની ચર્ચા કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાલનાં ઇન્ચાર્જ કુલપતિ ડો.કમલ ડોડિયાનું નામ ચર્ચામાં છે. આ ઉપરાંત એજ્યુકેશન ભવનના હેડ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ભરત રામાનુજ,હોમ સાયન્સ ભવનના હેડ અને પૂર્વ કાર્યકારી કુલપતિ નિલંબરી દવે આ ઉપરાંત ગોધરા ગુરૂ ગોવિંદસિંગ યુનિવર્સિટીના કુલપતિ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના નામો ચર્ચામાં છે.

આ ઉપરાંત ગુજરાત બહારની યુનિવર્સિટી સાથે જોડાયેવા અન્ય પ્રદેશના પ્રોફેસરને કુલપતિનો ચાર્જ સોંપાઇ તેવી શક્યતા છે. જો કે રાજ્ય સરકાર આ અંગે હજુ સુધી નિર્ણય કર્યો નથી ત્યારે કાયમી કુલપતિની નિમણૂકને લઇને સરકાર નિર્ણય કરશે કે કેમ તેના પર સૌની નજર રહેલી છે. સરકાર ગુજરાતની યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક માટે પ્રયત્નશીલ-ઋષિકેશ પટેલ

રાજકોટ પુજીત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં આવેલા શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજ્યમાં ઘણી ખરી યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક કરાઇ છે. જે યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક નથી ત્યાં ઇન્ચાર્જથી યોગ્ય સંચાલન થઇ રહ્યું છે. જો કે સરકાર કાયમી કુલપતિઓની નિમણૂક કરવા માટે પ્રયત્નશીલ છે અને ટૂંક સમયમાં આ અંગે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી

અઢી વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ નથી !

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા અઢી વર્ષથી કાયમી કુલપતિ નથી. 7 ફેબ્રુઆરી 2022થી યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ યુનિવર્સિટીનું કામકાજ કરી રહ્યા છે સૌથી પહેલા ડૉ.ગિરીશ ભીમાણીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ગિરીશ ભીમાણીના કાર્યકાળ દરમિયાન ભાજપના જ બે જુથ આમને સામને આવી ગયા હતા. યુનિવર્સિટીમાં કેટલાક નિર્ણયો યુનિવર્સિટીના હિતના બદલે વ્યક્તિગત હિતથી નિર્ણયો લેવાયા હતા. ગિરીશ ભીમાણી બાદ ઇન્ચાર્જ તરીકે ડૉ.નિલંબરી દવેને ચાર્જ સોંપાયો હતો. જો કે તેઓ પણ લાંબો સમય ન રહ્યા અને હવે આ ચાર્જ મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ.કમલ ડોડિયાને સોંપાયો છે. યુનિવર્સિટીના છેલ્લા અઢી વર્ષમાં ગિરીશ ભીમાણીનો કાર્યકાળ વિવાદોથી ભરેલો હતો. હવે જ્યારે કાયમી કુલપતિની નિમણૂક અંગેની ફરી ચર્ચાઓ શરૂ થઇ છે. પરંતુ કુલપતિની નિમણૂકમાં પણ ભાજપનો આંતરિક જુથવાદ અને સંઘનું લોબિંગ અસર કરી શકે છે. ત્યારે સરકાર યુનિવર્સિટીમાં કાયમી નિમણૂક કરશે કે પછી ઇન્ચાર્જથી ચલાવે છે તે આગામી સમયમાં ખબર પડશે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">