પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરાની અટકાયત કરી પોલીસે પાર પાડ્યુ મોટુ ઓપરેશન- VIDEO

પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા ઓડેદરા સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બોરીચક ગામે પોલીસે મોટુ ઓપરેશન પાર પાડતા ભીમા દુલાની વાડીમાંથી 50 લાખ રોકડ અને પ્રાણઘાતક હથિયારો સાથે ભીમા દુલા સહિત અન્ય ત્રણ શખ્સોની પણ અટકાયત કરી છે.

Follow Us:
| Updated on: Oct 18, 2024 | 4:02 PM

કુખ્યાત ગેંગ લીડર અને અનેક ગુનામાં સંડોવાયેલા પોરબંદરના નામચીન ભીમા દુલા ઓડેદરાની પોલીસે અટકાયત કરી છે. બોરીચક ગામે પોલીસે ગુપ્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યુ હતુ. આરોપીઓને ઝડપવા ગયેલી પોલીસને મોટો દલ્લો પણ હાથ લાગ્યો છે. ભીમા દુલાની વાડીમાંથી પોલીસને 50 લાખ રૂપિયા રોકડા અને ઘાતક હથિયારો મળ્યા છે. રોકડ અને હથિયારો જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભીમા દુલા ઓડેદરા સહિત ત્રણ શખ્સોની પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

પોલીસે વહેલી સવારે બોરીચા ગામે દરોડા પાડી મોટુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા પોલીસે લાખોની રોકડ રકમ અને જીવલેણ હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હોવાનું સામે આવ્યુ છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટા પોલીસ કાફલા સાથે પોલીસે ઓપરેશન પાર પાડ્યુ હતુ.

ભીમા દુલા ઓડેદરા પોરબંદરનો નામચીન શખ્સ, પોલીસ ચોપડે નોંધાયેલા છે અનેક ગુન્હા

ગેંગ લીડર ભીમા દુલા એ રાણાવાવ-કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસન દુલા ઓડેદરાનો મોટો ભાઈ થાય છે. ભૂતકાળમાં તેણે આદિત્યાણા ગામે સંધી પિતા-પુત્રની હત્યા કરી હતી. અર્જુન મોઢવાડીયાના ચુસ્ત ટેકેદાર ગણાતા મુળું મોઢવાડીયાની પણ વર્ષ 2005માં ગોળી ધરબી થઈ હત્યા કરી હતી. ભીમા દુલા અને તેમના સાથીઓએ આદિત્યાણા ગકામના ઈસ્માઈલ ઉર્ફે ટીટી અને તેના પુત્રની ભરબજારમાં સરાજાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યા પાછળનું કારણ એવુ હતુ કે આદિત્યાણા ગામે પાઈપલાઈનનું કામ ચાલતુ હતુ, આ કામમાં ભીમા દુલાના બનેવી છગન કરશનની મશીનરી આ લાઈનના કામમાં ચાલુ હતી. ત્યારે ઈસ્માઈલ ટીટીવી ઓફિસ નજીક આ કામ નબળુ થતુ હોવાથી તેણે કામ બંધ કરાવ્યુ હતુ. તેન વિવાદ થતા તે જ સમયે ભીમા દુલા અને તેના માણસોએ ઈસ્માઈલ ટીટી અને તેના પુત્રની હત્યા કરી હતી. 2004માં કરાયેલી આ હત્યાનો ગુજરાત હાઈકોર્ટમાં 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

Live-in Relationships માં રહેતા લોકોએ રજીસ્ટ્રેશન ન કરાવ્યું તો થશે સજા !
મુનાવર ફારૂકીના જન્મદિવસ પર પત્નીએ શેર કરી રોમેન્ટિક તસવીરો
Dog Loses Bonus: : શ્વાનને ફરજ દરમિયાન ઊંઘવું પડ્યું મોંઘું, કાપી લેવામાં આવ્યું બોનસ
Mauni Amavasya 2025 : મૌની અમાવસના દિવસે આ 3 રાશિઓને થશે મોટો લાભ, 50 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ
છોલે ભટુરે નહીં, વિરાટે દિલ્હી પહોંચતા જ આ ખાસ વાનગી ખાધી
સદગુરુ એ જણાવ્યું, જમવા સાથે પાણી પીવું જોઈએ કે નહીં ? જુઓ Video

ડબલ મર્ડર સહિત અર્જુન મોઢવાડિયાના ટેકેદારની પણ કરી હતી હત્યા

જો કે હત્યા કર્યા બાદ ભીમા દુલા નાસી ગયો હતો. આ બાદ વર્ષ 2005માં ભીમા દુલાએ અર્જુન મોઢવાડિયાના ચુસ્ત ટેકેદાર ગણાતા મુળુ મોઢવાડિયાની 2005માં ગોળી ધરી દઈ હત્યા કરી હતી. જે બાદ તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. ત્યારબાદ ભીમા દુલાએ આત્મસમર્પણ કર્યુ હતુ અને વર્ષો સુધી જેલમાં રહ્યો હતો. આદિત્યાણા ગામના પિતા-પુત્રની હત્યાનો કેસ પહેલા પોરબંદર કોર્ટમાં ચાલ્યો હતો. જેમા પોરબંદર કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જે બાદ ઈસ્માઈલ ટીટીના પુત્રએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને વર્ષો સુધી કેસ ચાલ્યા બાદ હાઈકોર્ટે ભીમા દુલા અને તેના બનેવી છગન કરશન કારાવદરાને આજીવન કેદની સજા ફટકારી. ભીમા દુલા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે હત્યા, મારામારી, ખનિજચોરી, હથિયાર એક્ટ, ટાડા, જમીન પચાવી પાડવા સહિત લોકોને શારીરિક માનસિક ત્રાસ આપવા સહિત કૂલ 48 ગુન્હા નોંધાયેલા છે.

Input Credit- Hitesh Thakrar- Porbandar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">