પોરબંદરના કડછ ગામે ધૂળેટી પર્વની ગ્રામજનો દ્વારા 750 વર્ષ જૂની પરંપરાગત ઉજવણી
આજના દિવસે જે ચિત્રો દેખાઈ છે તે માત્ર રમત હોઈ છે. ખરેખર આ ગોટા મારી રમત રમતા લોકોમાં ઝોમ,જુસ્સો અને શૌર્યના પ્રતીક રૂપી એકબીજાના માથા પર અને શરીર પર વાર કરી આનંદનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
પોરબંદરના (Porbandar)કડછ ગામે (Kadach village)ધુળેટી પર્વની (HOLI)ગ્રામજનો અનોખી રીતે ઉજવણી (Celebration)કરે છે. ગામના બે ગ્રૂપ સામસામે ભીના કપડાને વળ ચડાવી તેનો ગોટો બનાવી એકબીજા પર વાર કરી આનંદ માણે છે. જોકે વચ્ચે રહેલી ધ્વજાજી બંને ગ્રુપનું રક્ષણ કરવા રાખવામાં આવે છે .અનોખી પરંપરા 750 વર્ષથી ચાલી આવે છે. આખું ગામ આ ગોટા રમત જોવા ઉમટી પડે છે.
સામાન્ય રીતે આપ જોશો કે અહીં લોકોના ટોળા એકબીજા પર વાર કરતા નઝરે પડે છે .અને જાણે એકબીજાના દુશ્મનો હોય એવી રીતે વાર કરતા નઝરે પડે છે .ખરેખર આ છે ધુળેટી પર્વની 750 વર્ષ જૂની પરંપરા જેને આજની યુવા પેઢીએ જાળવી રાખી છે. મહેર સમાજ ક્ષતિય સમાજથી જાણીતો છે. સમાજમાં રહેલ શૌર્ય અને ઝનૂન ધુળેટીના પર્વ પર બતાવી આજની પેઢીને શૌર્યગાથા વિશે જાણકારી આપવાના હેતુથી ભીના કાપડના ગોટાથી રમી બતાવવામાં આવે છે.
આજના દિવસે જે ચિત્રો દેખાઈ છે તે માત્ર રમત હોઈ છે. ખરેખર આ ગોટા મારી રમત રમતા લોકોમાં ઝોમ,જુસ્સો અને શૌર્યના પ્રતીક રૂપી એકબીજાના માથા પર અને શરીર પર વાર કરી આનંદનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ગોટાની રમત રમવા માટે એક ટોપમાં કપડા પલાળી તેમને નીચોવી કપડામાં વળ આંટી ચડાવવામાં આવે છે. જેથી કાપડ એકદમ મજબૂત અને કડક બની જાય છે. બાદમાં આજ કાપડનો ગોટોવાળી લાકડી જેવું બનાવી દેવામાં આવે છે. જેમાં ખૂબ જોર લગાવવુ પડે છે .બાદમાં એક એક માણસના હાથમાં કાપડના ગોટા હોઈ છે. અને ઝનૂનથી સામા ગ્રુપ પર વાર કરવા તૈયાર થઈ જાય છે.
મણિયારો રાસ બાદ હવે શૌર્ય ગાથામાં ગોટા રમત પણ દિવસે દિવસે આગળ વધી રહી છે. વિદેશમાં વસતા લોકો આ રમતને હવે વિશ્વ લેવલ પર લઈ જવા આતુર બની રહ્યા છે.