Gujarat Titans, IPL 2022: હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ ધરાવતી ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓ પોતાના દમ પર જીત અપાવી શકે છે, જાણો કેવી હશે Playing 11
ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans Playing 11) હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ આઇપીએલમાં પ્રવેશવા જઇ રહી છે, 28 માર્ચે લખનૌ સુપરજાયન્ટ્સ સામેની પ્રથમ મેચ.
બીજી નવી ટીમ IPL (IPL 2022) ની 15મી સિઝનમાં ડેબ્યૂ કરવાની છે, જેનું નામ છે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans). હાર્દિક પંડ્યા (Hardik Pandya) આ ટીમનો કેપ્ટન છે અને ટીમ દ્વારા રાશિદ ખાન-શુબમન ગિલ જેવા ખેલાડીઓને ડ્રાફ્ટ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પછી, IPL 2022 ની હરાજીમાં, ગુજરાતે એકથી વધુ એવા ખેલાડીઓને ખરીદ્યા જેઓ પોતાના દમ પર મેચ જીતવાની શક્તિ ધરાવે છે. ટીમે યુવા અને પ્રખ્યાત ખેલાડીઓ પર દાવ લગાવ્યો. IPL 2022 માં ગુજરાત ટાઇટન્સ પોતાની પ્રથમ મેચ લખનૌ સુપરજાયન્ટ્સ સામે રમવાની છે. આ ટીમ પણ પહેલીવાર IPL માં પ્રવેશવા જઈ રહી છે. બંને ટીમો નવી છે, તેથી તમામ ચાહકોને તેમની ટક્કરમાં ખૂબ જ રસ હશે.
હવે સવાલ એ છે કે એકથી વધુ મેચ વિનર ખેલાડીઓથી સજ્જ ગુજરાત ટાઇટન્સ ટીમની પ્લેઇંગ ઇલેવનમાં કયા ખેલાડીઓને તક આપવામાં આવશે? TV9 ગુજરાતી તમને ગુજરાત ટાઇટન્સની સૌથી મજબૂત પ્લેઇંગ XI જણાવવા જઈ રહ્યું છે. જો આ ટીમ મેદાનમાં ઉતરશે તો મોટી ગણાતી ટીમો પર આફત આવી શકે છે. જણાવીએ કે ગુજરાત ટાઇટન્સ દ્વારા કયા 11 ખેલાડીઓ (Gujarat Titans Playing 11) ને તક આપવામાં આવી શકે છે.
કોણ બનશે ગુજરાત ટાઇટન્સનો બેટ્સમેન?
ઓપનિંગની વાત કરીએ તો, ગુજરાત ટાઇટન્સ મેથ્યુ વેડને શુભમન ગીલ સાથે ઓપનિંગમાં લઈ શકે છે. ઓસ્ટ્રેલિયાનો આ વિકેટકીપર તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. અગાઉ ટીમે જેસન રોયને ખરીદ્યો હતો પરંતુ આ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. આ સિવાય ડેવિડ મિલર, ગુરકીરત માન પણ આ ટીમના બેટ્સમેન પણ હોઇ શકે છે.
કોણ બનશે ગુજરાત ટાઇટન્સનો ઓલરાઉન્ડર?
કેપ્ટન હાર્દિક પંડ્યા પોતે આ ટીમનો સૌથી મોટો ઓલરાઉન્ડર છે. આ સાથે વિજય શંકર, રાહુલ તેવટિયા પણ આ ટીમને બોલ અને બેટથી મજબૂત કરશે.
ગુજરાત ટાઇટન્સ બોલિંગ
ગુજરાત ટાઇટન્સની બોલિંગની આગેવાની રાશિદ ખાન રહેશે. આ સિવાય ડાબોડી સ્પિનર આર સાઈ કિશોર ગુજરાત ટાઇટન્સની બોલિંગને મજબૂત બનાવી રહ્યો છે. ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ શમી અને લોકી ફર્ગ્યુસન આ ટીમને ઝડપની ધાર આપી રહ્યા છે.
ગુજરાત ટાઇટન્સ IPL 2022 શેડ્યૂલ
View this post on Instagram
ગુજરાતનો સંભવિત પ્લેઈંગ 11
શુભમન ગિલ, મેથ્યુ વેડ, વિજય શંકર, ગુરકીરત સિંહ માન, ડેવિડ મિલર, હાર્દિક પંડ્યા, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, આર સાઈ કિશોર, મોહમ્મદ શમી અને લોકી ફર્ગ્યુસન.