Ahmedabad : 17 કલાક ચાલ્યુ ATS અને DRI સર્ચ ઓપરેશન, ખાસ સોનું સંતાડવા જ ફ્લેટ ભાડે રાખ્યો હતો, મોટું હવાલા કૌભાંડ હોવાની આશંકા
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાંથી ATS અને DRIએ રેડ પાડી હતી. જેમાં તેમને 95.5 kg સોનાના બિસ્કિટ ઝડપાયા હતા. જ્યાં ATS અને DRIની ટીમે સતત 17 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ATS અને DRIએ સોનું, રોકડ અને ડોક્યુમેન્ટ સહિતનો મુદ્દામાલ સીજ કરી કબ્જે કર્યો છે.

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાંથી ATS અને DRIએ રેડ પાડી હતી. જેમાં તેમને 95.5 kg સોનાના બિસ્કિટ ઝડપાયા હતા. જ્યાં ATS અને DRIની ટીમે સતત 17 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ATS અને DRIએ સોનું, રોકડ અને ડોક્યુમેન્ટ સહિતનો મુદ્દામાલ સીજ કરી કબ્જે કર્યો છે. મેઘ શાહ પાસે અનેક પ્રકારની બેનામ સંપત્તિ અને વ્યવહાર મળી આવ્યા છે.
17 કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યુ
પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાંથી સોનાનો ખજાનો ઝડપાયો હતો. 95.5 kg સોનાના બિસ્કિટ, અન્ય દાગીના સહિત 70 લાખ રોકડા બંધ ફ્લેટમાંથી મળી આવ્યા છે. ATSને બાતમી મળતા DRIને સાથે રાખીને દરોડાની કાર્યવાહી કરી હતી. મેઘ શાહ મૂળ વાવ થરાદ પાસે આવેલા જેતરડા ગામનો રહેવાસી અને મુંબઈમાં રહેતો હતો. જેને પાલડીમાં આવિષ્કાર ફ્લેટમાં ઘર ભાડે રાખ્યું હતું. તેની બહેન પમ્મી શાહ પણ તે જ બિલ્ડીંગમાં રહેતી હોવાનો ખુલાસો થયો છે. Ats ના અધિકારીઓએ સોસાયટીના પ્રમુખ પાસેથી ફ્લેટની વિગત મેળવી હતી. પહેલા ATS અને DRI પમ્મી શાહ ના ઘરે રેડ કરી હતી. ત્યારબાદ મેઘ શાહે ભાડે રાખેલા મકાનમાં દરોડા પાડ્યા હતા.
3 કરોડથી વધુની કિંમતની મળી ઘડીયાળ
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મેઘ શાહના ઘરેથી 3 કરોડથી વધુની કિંમતની ઘડીયાળ પણ મળી આવી છે. DRI મુંબઈ અને અમદાવાદ ખાતે ઓફિસમાં તપાસ કરશે. અમદાવાદથી મળી આવેલા મુદ્દામાલનું કનેકશન મુંબઈ સુધી લંબાયું છે. મેઘ શાહે ડબ્બા ટ્રેડીંગના માધ્યમથી મેળવેલા નાણાંમાંથી સોનું ખરીદીને સંતાડવા માટે અમદાવાદમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો.
શેરબજારમાં નાની સ્ક્રીપ્ટનો અપડાઉન કરતા મેઘ શાહ સેન્ટ્રલ એજન્સીઓના રડારમાં આવ્યો હતો. એજન્સીઓએ દરોડા પાડી અંદાજિત 84 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મેઘ શાહ બજાર બાઝીગર ગેમ્સ પ્રાઈવેટ લિમિટેડનો ડાયરેકટર હોવાની પણ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.
પિતા-પુત્રના કારસ્તાન !
આ સમગ્ર ઘટના પિતા- પુત્રના કારસ્તાનનો ખુલાસો થયો છે. મહેન્દ્ર શાહ ઉર્ફે ‘કાળિયા’ શેર બજારમાં ઓપરેટર તરીકે કામગીરી કરતા હતા. કાળિયાની ‘ખોખા’ કંપનીના કૌભાંડમાં મુખ્ય ભૂમિકા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. સેબીના અધિકારીઓ સાથે ઘરોબો હોવાની વાત ફેલાવી કૌભાંડ આચર્યું હતું. અગાઉ પણ શેરના ભાવમાં ગેરરીતિ આચરવાના કેસ નોંધાઈ ચુક્યા છે. વર્ષ 2024માં પિતા-પુત્રએ અનેક રોકાણકારોને રોવડાવ્યા હતા. પિતા-પુત્રના સુરત, મુંબઈ, દુબઈમાં મોટાપાયે સંપર્ક હોવાનું પણ સામે આવ્યું છે. તપાસનો ધમધમાટ મુંબઈ અને દુબઈ સુધી પહોંચવાની શક્યતા છે.
ખોખા કંપની એટલે શું ?
વર્ષોથી બંધ થઈ ગયેલી કંપનીને ખરીદીને મહેન્દ્ર કાળિયા સેબીમાં લીસ્ટેડ કરાવતો હતો. અમદાવાદના અનેક લોકો પાસેથી 50થી વધુ ખોખા કંપની મહેન્દ્રએ ખરીદી હતી. કંપની ખરીદી શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવતો હતો. શેરના ભાવ વધશે તેવી અફવા મહેન્દ્ર અને તેના સાગરિતો દ્વારા ફેલાવાતી હતી. મહેન્દ્રની વાતમાં આવી લોકો ઊંચા ભાવે શેર ખરીદતા હતા. મહેન્દ્ર શાહ પોતે સસ્તા ભાવે ખરીદેલા શેર વેચી કરોડોનો નફો રળી લેતો. ઊંચકાયેલા શેરના ભાવ ડાઉન થતા રોકાણકારોને રડવાનો વારો આવતો હતો. ચાર વર્ષમાં ખોખા કંપની દ્વારા મહેન્દ્ર કાળિયાએ અબજો રૂપિયા ઘર ભેગા કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.