નર્મદાનું પૂર ઓસર્યાંને 10 દિવસ થયા છતાં ખેતરોમાંથી પાણીનો નિકાલ નહીં, આગામી સિઝન માટે પણ ચિંતાનો માહોલ
સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં નર્મદાના પૂરે ભરૂચમાં ભારે તારાજી સર્જી હતી. પૂરનાં કારણે ખેતી નાશ પામી છે તો ધોવાણે ખેડૂતોને જમીન વિહોણા કર્યા છે, ત્યારે સરકારી સહાય માટે ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોની હાલત એ હદે બદતર બની છે કે અંકલેશ્વર કથાના ગામોમાં પૂર ઓસર્યાંને 10 દિવસ થવા છતાં ખેતરોમાંથી પાણીનો નિકાલ થઈ શક્યો […]
સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં નર્મદાના પૂરે ભરૂચમાં ભારે તારાજી સર્જી હતી. પૂરનાં કારણે ખેતી નાશ પામી છે તો ધોવાણે ખેડૂતોને જમીન વિહોણા કર્યા છે, ત્યારે સરકારી સહાય માટે ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોની હાલત એ હદે બદતર બની છે કે અંકલેશ્વર કથાના ગામોમાં પૂર ઓસર્યાંને 10 દિવસ થવા છતાં ખેતરોમાંથી પાણીનો નિકાલ થઈ શક્યો નથી, ત્યારે વાવેતર નહીં થઈ શકવાથી હવેની સિઝન પણ ફેઈલ જવાનો ભય ઉભો થયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાંથી ત્રણ દિવસ 10 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
નર્મદા ખતરાના નિશાનને ઓળંગતા નદીકિનારે આવેલ ગામોમાં પાણી ફરી વળતા ઉભા પાક અને જમીનોને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. પુરના પાણી ઓસર્યાંને એક સપ્તાહ કરતા વધુ સમય થઈ ગયો છે, છતાં અંકલેશ્વર તાલુકાના કેટલાક ગામોમાં હજુ પણ ખેતરોમાંથી પાણીનો નિકાલ થયો નથી. અંકલેશ્વર તાલુકાના જુના તરીયા ગામ ખાતે ખેડૂતોની 200 એકરથી વધુ જમીન ધોવાણમાં ગઈ છે અને પુરના પાણી ફરી વળતા મોટાપાયે પાકને નુકસાન થવા પામ્યું છે.
ખેડૂતો લીલા દુકાળનો અનુભવ કરી રહ્યા છે. સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. ખેતીના 33 ટકાથી વધુ નુકશાન સહન કરનાર ખેડૂતોને સરકાર 6800 રૂપિયા પ્રતિ હેકટર સહાય આપશે . નુકશાન સર્વે કરવામાં આવી રહ્યું છે, પરંતુ ધીમી સરકારી કામગીરી સામે ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે જણાવ્યું હતું કે સર્વેની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોને સહાય મળે તે માટે પૂરતા પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો