AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: બાગ-બગીચા અને આપણી આસપાસ જોવા મળતા રંગબેરંગી પંતગિયાઓ વિશે જાણી-અજાણી વાત

પતંગિયા(Buttefly) અને તેમના નિશાચર સંબંધી ફુદ્દા(Moth) ન જોયા હોય તેવા વ્યક્તિ શોધવા અસંભવ છે. લેપીડોપ્ટેરા(Lepidoptera) સમુદાયમાંથી આવતા પતંગિયા અને ફુદ્દાની વિશ્વમાં અનુક્રમે 18000 અને 160000 થી પણ વધારે પ્રજાતિ આવેલી છે.

Jamnagar: બાગ-બગીચા અને આપણી આસપાસ જોવા મળતા રંગબેરંગી પંતગિયાઓ વિશે જાણી-અજાણી વાત
Jamnagar: Unknown talk about the colorful butterflies found in the garden
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 23, 2022 | 7:52 PM
Share

Jamnagar: કુદરતના ખોળે વિહરવાનો શોખ કોને નથી હોતો ? રંગબેરંગી ફૂલો, વૃક્ષો, પક્ષી, પ્રાણી, પહાડો, ખીણો, નદી, સરોવર જોવા સૌને ગમે. અલબત્ત, રોજ આ લહાવો લેવો અશક્ય છે. પક્ષી નિરીક્ષણ કરવું હોય તો શહેર બહાર જવું પડે, સિંહ-વાઘ જોવા હોય તો ગીર કે રણથંભોર જેવા જંગલો ખૂંદવા પડે અને પતંગિયા જોવા હોય તો ? અરે, ક્યાંય જવાની જરૂર નથી. તમારા ઘર આંગણે જ છે ! બસ, જરૂર છે એક નાનકડું પરિસરતંત્ર રચવાની. ઉલ્લેખનીય છે કે જે જીવંત રત્નોનું વર્ણન લોકસાહિત્યમાં આટલા બહોળા પ્રમાણમાં થયું હોય, કવિઓએ જેની ખાસ નોંધ લીધી હોય તેમના ચાર-પાંચ નામ પણ લોકો જાણતા નથી. પતંગિયાની 25-30 જાતો તો જામનગર શહેરમાં જોવા મળે છે.

શહેરી વિસ્તારોમાં રહેતા મોટાભાગના લોકો પાસે જગ્યાનો અભાવ હોય છે. તેમના માટે મોટા વૃક્ષો ઉછેરવા મુશ્કેલ છે. શહેરી વિસ્તારમાં રહેતા લોકો ખુબ ઓછી જગ્યામાં – ઓછા સમયમાં પતંગિયા ઉદ્યાન બનાવી શહેરમાં પણ પ્રકૃતિનો આનંદ માણી શકે અને પ્રકૃતિ માટે કંઈક કર્યાનો સંતોષ મેળવી શકે.

સામાન્ય લોકોને પતંગિયામાં રસ લેતા થાય તે ખૂબ જ જરુરી છે. પતંગિયાઓ પરિસર તંત્રની મહત્વની કડી છે. જેને આપણે હંમેશા અવગણતા આવ્યા છીએ. લોકો પતંગિયાને ઓળખતા શીખે, એમનું મહત્વ સમજે તે માટે પ્રયાસો શરૂ થયા છે.

પતંગિયા(Buttefly) અને તેમના નિશાચર સંબંધી ફુદ્દા(Moth) ન જોયા હોય તેવા વ્યક્તિ શોધવા અસંભવ છે. લેપીડોપ્ટેરા(Lepidoptera) સમુદાયમાંથી આવતા પતંગિયા અને ફુદ્દાની વિશ્વમાં અનુક્રમે 18000 અને 160000 થી પણ વધારે પ્રજાતિ આવેલી છે. ભારતમાં જોવા મળતા પતંગિયા અને ફુદ્દાઓ વિશે વાત કરીએ તો આ આંકડો અનુક્રમે 1400 અને 12000 સુધી પહોંચે. ગુજરાતમાં 200થી પણ વધુ પ્રજાતિના પતંગિયા અને 400 થી પણ વધુ પ્રજાતિના ફુદ્દા જોવા મળે છે. આટલી મોટી સંખ્યામાં હોવા છતાં પણ આપણામાંથી મોટાભાગના લોકો,પતંગિયા અને ફુદ્દા દ્વારા દરેક સજીવનું અસતિત્ત્વ ટકાવી રાખવા માટે કરવામાં આવતા અમુલ્ય કાર્યથી અજાણ છીએ.

પરાગવાહકોનું (Pollinators) મહત્ત્વ:

ફૂલોનો રસ ચૂસી પોતાનું પેટ ભરતા મધમાખી, પતંગિયા, ભમરી, ભમરા, ફુદ્દા, શકકરખોરા, ચામાચીડિયા વગેરે પરાગનયનની ક્રિયામાં ખૂબ મોટો ફાળો આપતા પરાગવાહકો છે. આ તમામ જીવોનો બદલાતી આબોહવા સાથે ખૂબ નિકટતાનો સંબંધ છે. ‘ક્લાઇમેટચેન્જ’ માત્ર ગ્રીનહાઉસ વાયુઓ સાથે જ નહિ, પરંતુ પરાગનયનમાં મદદરૂપ એવા આ તમામ જીવોના અસ્તિત્વ સાથે પણ સંકળાયેલ છે. પતંગિયા, મધમાખી જેવા જીવો બદલાતા આબોહવાના નિર્દેશક (બાયો-ઇન્ડીકેટર) છે. પૃથ્વી પર તડકો, વરસાદ અને ઠંડીનો તાલમેલ વિખાઈ રહ્યો છે. તમામ જીવોના ખોરાક માટે પરિશ્રમ કરતા આ પરાગવાહકો જો નષ્ટ પામે તો પૃથ્વી પર ઘણા મોટા પ્રમાણમાં ખોરાકની અછત અથવા ભૂખમરો સર્જાઈ શકે છે.

પતંગિયાંનું જીવન ચક્ર

પતંગિયાંનું જીવન ચક્ર ચાર તબક્કામાં ચાલે છે. નર અને માદા પતંગિયાના સફળ સંવનન બાદ, માદા પતંગિયું તેના યજમાન છોડ (Host Plant) પર એક કે તેથી વધારે ઈંડા મુકે છે. સફળતા પૂર્વક પરિપક્વ થયેલા ઈંડામાંથી ઇયળ (Caterpillar)બહારે આવે છે.આ ઇયળ યજમાન છોડનાપર્ણોનો ખોરાક તરીકે ઉપયોગ કરીને ક્રમશ: મોટી થાય છે. ઈયળ પોતાની વૃદ્ધિ દરમિયાન એક થી વધુ વખત પોતાની ચામડી બદલે છે, જેને ઇન્સ્ટર (Instar) તરીકે ઓળખવામાં આવે છે. ઇયળ તેના છેલ્લા ઇન્સ્ટર બાદ કોશેટો (Pupa) માં પરિવર્તીત થાય છે. કોશેટોની અંદર જ વૃદ્ધિનો અંતિમ પૂર્ણ કરીને તેમાંથી પતંગિયું જન્મ લે છે. પ્રથમ ઈંડું ત્યારબાદ ક્રમશઃઇયળ, કોશેટો અને પતંગિયું. કુદરતના આ અદભૂત રૂપાંતરણને નિહાળવુ એ પણ એક લહાવો છે. આ ચમત્કારને નિહાળવા માટે આપણી આસપાસ રહેલા યજમાન છોડ પર અવલોકન કરીને કે પછી ઇયળ ને ઘરે લાવી તેને વિકસતા, કોશેટો બનતા અને ત્યારબાદ પતંગિયાં માં રૂપાંતર થતાં જોઈ શકાય છે.

દરેક જીવને કેટલીક પ્રાથમિક જરૂરિયાતો હોય છે. ખોરાક, આવાસ અને પ્રજોત્પત્તિ. પતંગિયાપણ તેમાંથી બાકાત નથી.પતંગિયા સાથે સંકળાયેલી વનસ્પતિઓ ધ્યાને લઇને તેને વિભાગમાં વહેંચી શકાય. વિકાસ અવસ્થા દરમિયાન ઉપયોગી વનસ્પતિઓ તથા પુખ્તાવસ્થા દરમિયાન ઉપયોગી વનસ્પતિઓ.

પતંગિયાના વિકાસ અવસ્થા સામાન્ય તેના યજમાન છોડ (Host Plant) પર જ પૂર્ણ થાય છે. જેમાં ઇંડા થી લઇને પતંગિયું બનવા સુધીની પ્રક્રીયાનો સમાવેશ થાય છે. મોટા ભાગે તો પતંગિયા તેના લાર્વલહોસ્ટ પ્લાન્ટ પર ઇંડા મૂકે છે. તે ઇંડામાંથી નીકળતું કેટરપીલર (ઇયળ) તે જ વનસ્પતિના પર્ણોનો ખોરાક તરીકે ઉપયોગ કરી મોટું થાય છે. પતંગિયાની દરેક પ્રજાતિને અમુક ખાસ વનસ્પતિ જ ફાવે છે.

પતંગિયાની પુખ્તાવસ્થા દરમિયાન તે પોતાના નિર્વાહ માટે જરૂરી ઊર્જા તથા પોષક તત્ત્વો મેળવવા માટે મધુ દ્રવ્ય વનસ્પતિ (Nectar Plant) ઉપરાંત પાકા ફળો, પ્રાણીઓના મળમૂત્ર, પક્ષીઓની હગાર, સેપ (થડમાંથીઝરતો રસ), આલ્કલોઇડયુક્ત વનસ્પતિ તથા જમીનમાંથી મળતા ક્ષાર ઉપર નિર્ભર રહે છે.

પતંગિયા ઉદ્યાન

પતંગિયાની મૂળભૂત જરૂરિયાત ધ્યાને લઇને આપણી આસપાસ ઉપલબ્ધ જગ્યાના આધારે પતંગિયા ઉદ્યાન (Butterfly Garden) બનાવી શકાય. પતંગિયાઉદ્યાનના નિર્માણ માટે યજમાન છોડ (Host Plant), મધુ દ્રવ્ય વનસ્પતિ (Nectar Plant)ઉપરાંત તડકો, થોડા વિસ્તારમાં છાયો અને ભેજ ઉપલબ્ધ થાય તે જરૂરી છે. જેને અનુલક્ષીને બટરફલાયગાર્ડનનું આયોજન કરી શકાય. આદર્શ બગીચામાં નાના વર્ષાયું છોડ (Annuals), ક્ષુપ (Shrub), વેલા (Climber & Ground Creepers) થી માંડીને મોટા વૃક્ષો હોવા જોઇએ જેથી એક સંતુલિતપરીસરતંત્રનું નિર્માણ થાય.ઘર આંગણે કે પોતાની આસપાસ પતંગિયા ઉદ્યાનનું સર્જન કરીને, બાળકોને નાનપણથી જ પતંગિયા સાથે જોડીને, પ્રકૃતિનું જતન કરતા શીખવવામાંપતંગિયા પ્રથમ પગથિયું થઇ શકે છે.

પતંગિયા વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશ્વ, ભારત તેમજ ગુજરાત સ્તરે ઘણી પર્યાવરણ સંસ્થાઓ કાર્ય કરી રહી છે. જેઓ પુસ્તિકા, ઉપરાંત ફેસબુક ગ્રુપ, વ્હોટ્સએપ ગ્રુપ, સેમિનાર, બટરફ્લાય ટોક, ઓડીયો – વિઝ્યુઅલ્સ જેવા બીજા અનેક માધ્યમોથી પણ લોકોમાં જાગૃતિ લાવવા અંગેના પ્રયાસ હાથ ધરી રહી છે.

ગુજરાતની રાજકોટ સ્થિત વાઇલ્ડ સૌરાષ્ટ્ર તથા અર્થ મેટર્સ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પતંગિયાના વિષયને લઈને અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં લોકજાગૃતિ માટે સોશિયલ મીડીયા, પુસ્તીકા, સેમિનાર, અને આ વિષયના જીજ્ઞાશુ લોકોને માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડવા સહીતના અનેક પ્રવૃતિઓ કરે છે.

આ પણ વાંચો :ગુજરાતમાં રવિવારે યોજાનારી બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે તૈયારીઓ પૂર્ણ, 10.45 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે

ડ્રાઇવર પાસે માન્ય લાઇસન્સ ન હોય તો પણ વીમા કંપની વળતર ચૂકવવા માટે જવાબદાર: મદ્રાસ હાઇકોર્ટ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">